AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ના હોય ! ગર્લફ્રેન્ડને મેસેજ કરતા વિદ્યાર્થીએ તેના મિત્રને રહેંસી નાખ્યો, પોલીસે સનકી પ્રેમીની કરી ધરપકડ

આરોપી કૃષ્ણાએ તેના મિત્ર નવીનની નિર્દયતાથી હત્યા કરી અને તેની લાશને પહાડીઓમાં ફેંકી દીધી, કહેવાય છે કે બંને એક જ યુવતીના પ્રેમમાં હતા.

ના હોય ! ગર્લફ્રેન્ડને મેસેજ કરતા વિદ્યાર્થીએ તેના મિત્રને રહેંસી નાખ્યો, પોલીસે સનકી પ્રેમીની કરી ધરપકડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 11:21 AM
Share

‘કહેવાય છે પ્રેમ આંધળો હોય છે’…..! પરંતુ હૈદરાબાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 22 વર્ષીય એન્જિનિયરિંગમાં ભણતા વિદ્યાર્થીએ તેના મિત્રને એટલા માટે મારી નાખ્યો કારણ કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરી રહ્યો હતો. હત્યા બાદ તેણે મૃતદેહને પહાડો પરથી ફેંકી દીધો હતો. જો કે બીજી તરફ પોલીસે પણ આરોપીની ધરપકડ કરી લીધી છે. બાદમાં તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

બંને મિત્ર એક જ યુવતીના પ્રેમમાં હતા !

ઘટના વિશે માહિતી આપતા રાચકોંડા પોલીસ કમિશનર ડીએસ ચૌહાણે કહ્યું કે, ‘આરોપીઓએ મૃતકનું માથું કાપી નાખ્યું, તેનું હૃદય, આંતરડા કાઢી નાખ્યા અને લાશને અબ્દુલ્લાપુરમેટમાં પહાડીઓમાં ફેંકતા પહેલા તેની આંગળીઓ કાપી નાખી.એટલુ જ નહીં બાદમાં તેણે તેની ગર્લફ્રેન્ડને વિકૃત શરીરની તસવીરો પણ મોકલી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા નેનાવત નવીન અને આરોપી હરિ હર ક્રિષ્ના બંને નાલગોંડા જિલ્લાના નરકેટપલ્લીના રહેવાસી અને સારા મિત્ર હતા. આરોપી નવીનની પૂર્વ પ્રેમિકા સાથે સંબંધમાં હતો અને તેણે વાંધો ઉઠાવ્યો હતો કે બંને હજુ પણ સંપર્કમાં છે. પોલીસે જણાવ્યું કે જ્યારે કૃષ્ણાએ નવીનને અબ્દુલ્લાપુરમેટ નજીક મળવા બોલાવ્યો હતો. જ્યાં બોલાચાલી બાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.

નવીનનો મૃતદેહ પહાડો પરથી મળ્યો

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ બી સાઈ શ્રીએ કહ્યું હતુ કે, “જ્યારે ચાર દિવસ પછી પણ નવીન ઘરે પરત ન ફર્યો કે કૉલેજ ગયો ન હતો, ત્યારે તેના પિતા શંકરૈયાએ 22 ફેબ્રુઆરીએ નાલગોંડા જિલ્લાના નરકટપલ્લી ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.” બાદમાં તપાસ કરતા મૃતદેહ શનિવારે વહેલી સવારે અબ્દુલ્લાપુરમેટની ટેકરીઓ પરથી મળી આવ્યો હતો. મોબાઈલ સિગ્નલના આધારે ક્રિષ્નાએ અબ્દુલ્લાપુરમેટમાં તેના મિત્રના ઘરે નવીનની હત્યા કરી હોવાની આશંકા છે કારણ કે ત્યાં બંનેના છેલ્લા મોબાઈલ સિગ્નલ મળ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">