Sabarkantha: પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે કિશોરીની છેડતીની ઘટનામાં પોક્સોની ફરિયાદ નોંધાઈ
આ ઘટનામાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઇ રહી હતી ત્યારે આબુ રોડ પર આવતા ગજેન્દ્ર પરમારે મહિલાની સગીર પુત્રી સાથે શારીરિક છેડછાડ કરી હતી. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોવાના અહેવાલ પણ હતા.
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ અગાઉ શારિરીક શોષણનો ગંભીર આરોપ મુકનાર મુકનાર મહિલા દ્વારા તેમના વિરૂદ્વ સિરોહી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધવામાં આવી છે. છેડતીની ઘટનામાં સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમિચંદ પટેલ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. કિશોરી સાથે છેડતી કરવાના આરોપમાં બંને સામે પોક્સો એક્ટ (Protection of Children from Sexual Offences Act, 2012) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વર્ષ 2020માં બની હતી ઘટના
આ ઘટનામાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઇ રહી હતી ત્યારે આબુ રોડ પર આવતા ગજેન્દ્ર પરમારે મહિલાની સગીર પુત્રી સાથે શારીરિક છેડછાડ કરી હતી. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોવાના અહેવાલ પણ હતા. જે બાદ તમામ લોકો જેસલમેર જવાને બદલે અમદાવાદ પરત આવી ગયા હતા. આટલા સમય દરમિયાન ગજેન્દ્રસિંહ વિરૂદ્વ મહિલાએ કરેલા શારીરિક શોષણના આક્ષેપને લઇને કેસ ચાલતો હતો. જેમાં સતત મળતી ધમકીઓના કારણે 5 માર્ચ 2022ના રોજ તેણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
વર્ષ 2022ની ચૂંટણીમાં વિજેતા રહ્યા હતા ગજેન્દ્ર પરમાર
પ્રાંતિજ વિધાનસભા બેઠક પર ભાજપના ગજેન્દ્ર પરમારની 44 હજારથી વધુ મતથી જીત થઈ હતી. , જ્યારે કોગ્રેંસના બહેચરજી રાઠોડની હાર થઈ હતી. આ વખતની ટર્મમાં ભાજપે ગજેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી પ્રાંતિજથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. પ્રાંતિજના આ ધારાસભ્ય એ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. હવે જોવું રહ્યું કે આ સમગ્ર ઘટના કેવો વળાંક લે છે
પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા ઝડપાયો
સાબરકાંઠાની અન્ય એક ઘટના જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતો સાબરકાંઠામાંથી ઝડપાયો છે.તલોદના રણાસણ નજીકથી પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા ઝડપાયો છે. SOGએ બાતમીના આધારે તપાસ કરતા કારમાંથી દારૂ ઝડપાયો હતો.મોડાસામાં પોલીસ કોન્સ્ટેબલ પાસેથી દારૂ ખરીદી ગાંધીનગરના હાલીસા ગામે બુટલેગરને પહોંચાડવાનો હતો, પરંતુ કોન્સ્ટેબલ દારૂનો જથ્થો પહોંચાડે તે પહેલા જ તે ઝડપાઇ ગયો. દારૂ આપનાર અને હેરાફેરી કરનાર બંન્ને પોલીસ કર્મચારી છે.હાલ તો પોલીસે બે પોલીસ કર્મી સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડ્યા છે. મહત્વપૂર્ણ છે કે દારૂની ખેપ મારતા પોલીસ કર્મી ઝડપાતા તંત્ર વિરુદ્ધ અનેક સવાલ ઉઠી રહ્યા છે
Latest News Updates





