લો બોલો ! પત્નીને ચૂંટણી જિતાડવા ચોરીની રકમથી 7 ગામોમાં કર્યા રોડ-રસ્તાના કામ, આરોપીના ખુલાસાથી પોલીસ પણ હેરાન

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેની પત્ની ગુલશન પરવીન છે અને તે ગામમાં ચૂંટણી લડી રહી છે, જ્યારે 4 ગર્લફ્રેન્ડ છે. આ ચારેય આગ્રા, અલીગઢ, સવાઈ માધોપુર અને મુંબઈમાં રહે છે.

લો બોલો ! પત્નીને ચૂંટણી જિતાડવા ચોરીની રકમથી 7 ગામોમાં કર્યા રોડ-રસ્તાના કામ, આરોપીના ખુલાસાથી પોલીસ પણ હેરાન
આરોપી ઇરફાન

Crime: માસ્ટર માઇન્ડ ઇરફાન ઉર્ફે ઉજાલેએ ગયા મહિને ગાઝિયાબાદ (Ghaziabad) ના કવિ નગર (Kavinagar) વિસ્તારમાં એક વેપારીના ઘરમાં દોઢ કરોડ રૂપિયાની ચોરીનો મોટો ખુલાસો કર્યો છે. જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે આલીશાન રૂમમાંથી ચોરી (Theft) ની ઘટનાને અંજામ આપ્યા બાદ કરોડો રૂપિયાની ચમકદાર જગુઆર કારમાં દેશભરમાં ફરતો હતો. 12 રાજ્યોની પોલીસ બિહારના સીતામઢીમાં રહેતા આ શાતિર ચોરને શોધી રહી હતી.

આ કેસમાં એસપીએ જણાવ્યું હતું કે, આરોપી ઇરફાન, જે પોલીસની કસ્ટડીમાં હતો, તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેની પત્ની ગુલશન પરવીન જામીન પર છૂટ્યા બાદ બિહારમાં યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર છે. સાથે જ આ ચૂંટણી માટે સોમવારે જ મતદાન થવાનું છે.

આ સ્થિતિમાં ઈરફાને આ ચૂંટણીમાં પોતાની પત્નીને જીતવા માટે મોટી રકમ ખર્ચ કરી. આ સિવાય તેમણે 7 ગામોમાં રસ્તા બનાવ્યા હતા. આરોપીએ કહ્યું કે તે રાજકારણમાં જોડાવા માંગતો નથી, પરંતુ ગામના લોકોએ તેને ચૂંટણીમાં ઉતરવાની સલાહ આપી અને તેની ગેરહાજરીમાં સ્થાનિક ગ્રામજનો ચૂંટણીના તમામ કામો સંભાળી રહ્યા છે.

ડિમોનેટાઇઝેશન (નોટબંધી) દરમિયાન જજના ઘરમાંથી ઉઠાવ્યા હતા 65 લાખ
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેની પત્ની ગુલશન પરવીન છે અને તે ગામમાં ચૂંટણી લડી રહી છે, જ્યારે 4 ગર્લફ્રેન્ડ છે. આ ચારેય આગ્રા, અલીગઢ, સવાઈ માધોપુર અને મુંબઈમાં રહે છે.

ઘટનાને અંજામ આપ્યા પછી, આરોપી થોડા દિવસ તેની પ્રેમિકા સાથે રહેતો હતો. આ સિવાય આરોપી ઈરફાને પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે, નોટબંધી લાગુ થયા પહેલા તેણે દિલ્હીમાં રહેતા જજના ઘરે 65 લાખ રૂપિયાની ચોરી કરી હતી. જ્યાં તેણે કહ્યું કે આ સિવાય તેણે ગોવામાં ગવર્નર હાઉસ પાસે રહેતા એક વેપારીના ઘરમાંથી લાખો રૂપિયાની રોકડ અને દાગીનાની પણ ચોરી કરી હતી.

11 વર્ષ પહેલા શરૂ કરી હતી ચોરી
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કહ્યું કે તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી છે. તેણે 11 વર્ષ પહેલા તેની બહેનના લગ્ન કર્યા હતા, પરંતુ દહેજ માટે પૈસાના અભાવે તેણે બિહારમાં જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ તેની બહેનના લગ્ન બાદ તે સતત ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યો છે.

ઈરફાને જણાવ્યું કે તે ખૂબ જ પછાત વિસ્તારમાં રહે છે. જ્યાં આજુબાજુના કોઈ પણ જગ્યાએથી કોઈ તેની પાસે મદદ માટે આવે છે, તો તે ના પાડી શકતો નથી. આ સ્થિતિમાં તે ઘરમાં ચોરી કર્યા બાદ માલ વેચીને લોકોની મદદ કરતો હતો.

ગયા મહિને પોલીસે 11 આરોપીઓની કરી હતી ધરપકડ
આ કેસમાં કવિનગર પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી ઇરફાને 3 સપ્ટેમ્બરના રોજ ગાઝિયાબાદમાં કવિનગરના ડી બ્લોકમાં રહેતા વેપારી કપિલ ગર્ગના ઘરમાં આશરે દોઢ કરોડની ચોરી કરી હતી. આ કેસમાં તે જ દરમિયાન પોલીસે ઈરફાનની પત્ની ગુલશન પરવીન અને ગર્લફ્રેન્ડ સહિત 11 આરોપીઓની ધરપકડ કરીને જેલ મોકલી દીધા હતા. પરંતુ પોલીસના હાથે પકડાય તે પહેલા ઈરફાન ભગવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો: PM Modi UP Visit: પુર્વાંચલને 9 મેડિકલ કોલેજોની ભેંટ, PM મોદીએ ભોજપુરી ભાષાથી શરૂ કર્યું ભાષણ

આ પણ વાંચો: WhatsAppમાં સ્ટેટસને લઈને આવશો મોટો બદલાવ, ફીચર વિશે જાણીને ખુશીથી ઝૂમી ઉઠશે યુઝર્સ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati