Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi UP Visit: પુર્વાંચલને 9 મેડિકલ કોલેજોની ભેંટ, PM મોદીએ ભોજપુરી ભાષાથી શરૂ કર્યું ભાષણ

2014 પહેલા, આપણા દેશમાં તબીબી બેઠકો 90 હજારથી ઓછી હતી. છેલ્લા 7 વર્ષમાં દેશમાં 60 હજાર નવી મેડિકલ બેઠકો ઉમેરવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 2017 સુધી સરકારી મેડિકલ કોલેજોમાં માત્ર 1900 મેડિકલ બેઠકો હતી.

PM Modi UP Visit: પુર્વાંચલને 9 મેડિકલ કોલેજોની ભેંટ, PM મોદીએ ભોજપુરી ભાષાથી શરૂ કર્યું ભાષણ
PM Modi in Siddharth Nagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 1:52 PM

PM Modi UP Visit: ઉત્તરપ્રદેશમાં ચૂંટણી (UP Assembly Election) નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની યુપીની મુલાકાત શરૂ થઈ ગઈ છે (PM Modi UP Visit). આજે પીએમ મોદી સિદ્ધાર્થનગર (PM Modi in Siddharthnagar) અને વારાણસી (Varanasi) આવવાના છે. અહીં તેઓ અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને પીએમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની શરૂઆત કરશે.

પીએમ મોદીએ આજે ​​યુપીના સિદ્ધાર્થનગર (Sidhdharth Nagar) માં ઉત્તર પ્રદેશની 9 મેડિકલ કોલેજ (Medical College) નું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને સિદ્ધાર્થનગર, એટાહ, હરદોઈ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરિયા, ગાઝીપુર, મિર્ઝાપુર અને જૌનપુર જિલ્લામાં સ્થિત મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું હતું.

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

ભોજપુરીમાં શરૂ કર્યું ભાષણ PM નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત ભોજપુરી ભાષાથી કરી હતી

ડબલ એન્જિન વાળી સરકારે લોકોને વધુ સુવિધાઓ આપી પીએમ મોદીએ કહ્યું કે વર્ષોથી ડબલ એન્જિન વાળી સરકારે ગરીબોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ આપવાનો નિષ્ઠાવાન પ્રયાસ કર્યો છે. અમે દેશમાં એક નવી આરોગ્ય નીતિ અમલમાં મૂકી, જેથી ગરીબોને સસ્તી સારવાર મળે અને તેઓ રોગોથી પણ બચી શકે. અહીં યુપીમાં પણ 90 લાખ દર્દીઓને આયુષ્માન ભારત હેઠળ મફત સારવાર મળી છે. આયુષ્માન ભારતને કારણે આ ગરીબોના લગભગ એક હજાર કરોડ રૂપિયા સારવાર પાછળ ખર્ચાતા બચી ગયા છે.

7 વર્ષમાં 60 હજાર બેઠકો ઉમેરાઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે સાચું જ કહે છે- ‘જાકે પગ ના ફટી બિવાઈ, વો ક્યા જાને પીર પારઇ’. 2014 પહેલા, આપણા દેશમાં તબીબી બેઠકો 90 હજારથી ઓછી હતી. છેલ્લા 7 વર્ષમાં દેશમાં 60 હજાર નવી મેડિકલ બેઠકો ઉમેરવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 2017 સુધી સરકારી મેડિકલ કોલેજોમાં માત્ર 1900 મેડિકલ બેઠકો હતી. જ્યારે ડબલ એન્જિનની સરકારમાં છેલ્લા ચાર વર્ષમાં 1900 થી વધુ બેઠકો વધી છે.

CM યોગીએ નબળી મેડિકલ સિસ્ટમની વ્યથા જણાવી હતી પીએમ મોદીએ કહ્યું કે યુપીના ભાઈઓ અને બહેનો ભૂલી શકતા નથી કે કેવી રીતે સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) સંસદમાં યુપીની નબળી તબીબી વ્યવસ્થાની વ્યથા વર્ણવી હતી. ત્યારે યોગીજી મુખ્યમંત્રી ન હતા, સાંસદ હતા. મને હંમેશા એ વાતનો અફસોસ રહેશે કે જે સરકાર અહીં પહેલા હતી તેણે અમને સાથ ન આપ્યો. તેમણે વિકાસના કામોમાં રાજકારણ લાવ્યું, કેન્દ્રની યોજનાઓને અહીં યુપીમાં આગળ વધવા દીધી નહીં.

પૂર્વાંચલ પૂર્વ ભારતને સ્વાસ્થ્યનો નવો પ્રકાશ આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પૂર્વાંચલની છબી અગાઉની સરકારોએ બગાડી હતી. પૂર્વાંચલ જે એન્સેફાલીટીસના કારણે કરુણ મોતને કારણે બદનામ થયું હતું. એ જ પૂર્વાંચલ, એ જ ઉત્તરપ્રદેશ પૂર્વ ભારતને આરોગ્યનો નવો પ્રકાશ આપવા જઈ રહ્યું છે.

નવી રોજગારીની તકો ઉભી કરવામાં આવી પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 9 નવી મેડિકલ કોલેજોના નિર્માણ સાથે લગભગ અઢી હજાર નવા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. અહીં 5 હજારથી વધુ ડોકટરો અને પેરામેડિક્સ માટે નવી રોજગારીની તકો ઉભી કરવામાં આવી છે. આ સાથે દર વર્ષે સેંકડો યુવાનો માટે તબીબી શિક્ષણનો નવો માર્ગ ખુલ્યો છે.

આ પણ વાંચો: T20 world cup : વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની પહેલી હાર, ભારત આજે આ ખેલાડીઓની ખોટ અનુભવે છે

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાંચની નવતર પહેલ સાયબર સેઇફ મિશનનો પ્રારંભ, નવા જમાનાને અનુરૂપ પોલીસ બેડાએ કૌશલ્ય મેળવ્યું : CM

g clip-path="url(#clip0_868_265)">