ONGC recruitment 2021: ગ્રેજ્યુએટ ટ્રેનીની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)માં ગ્રેજ્યુએટ તાલીમાર્થીઓની 313 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

ONGC recruitment 2021: ગ્રેજ્યુએટ ટ્રેનીની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 4:14 PM

ONGC recruitment 2021: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)માં ગ્રેજ્યુએટ તાલીમાર્થીઓની 313 ખાલી જગ્યાઓ ભરવા માટેની અરજી પ્રક્રિયા 22 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GATE 2020 સ્કોર દ્વારા એન્જિનિયરિંગ અને ભૂ-વિજ્ઞાાન વિષયોની પોસ્ટ માટે અરજી કરી શકે છે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર છે. ઉમેદવારો ONGCની સત્તાવાર વેબસાઇટ www.ongcindia.com પર સૂચના ચકાસી શકે છે અને 22 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર 2021 સુધી તે માટે અરજી કરી શકે છે.

ONGC recruitment 2021 માટે અરજી ફી

સામાન્ય/EWS/OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 300 ચૂકવવા પડશે. SC/ ST/ PWBD કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

વય મર્યાદા

અનામત અને EWS કેટેગરી માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ અને AEE (ડ્રિલિંગ અને સિમેન્ટિંગ) ની પોસ્ટ માટે 28 વર્ષ છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

OBC (નોન-ક્રીમી લેયર) માટે વય મર્યાદા 33 વર્ષ અને AEE (ડ્રિલિંગ અને સિમેન્ટિંગ) પદ માટે 31 વર્ષ, SC/ST ઉમેદવારો માટે 35 વર્ષ અને AEE (ડ્રિલિંગ અને સિમેન્ટિંગ) માટે 33 વર્ષ છે.

ONGC GATE મહત્વની તારીખો: ONGC માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 22 સપ્ટેમ્બર 2021 ONGC માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર 2021

કેવી રીતે અરજી કરવી

સ્ટેપ 1- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ ongcindia.com પર જાઓ. સ્ટેપ 2- “career tab” લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3- ‘Recruitment of GTs in Engineering & Geoscience disciplines through GATE 2020 score’ લિંક પર ક્લિક કરો. સ્ટેપ 4- “New applicant” પર ક્લિક કરો. સ્ટેપ 5- GATE 2020 એપ્લિકેશન નંબર અને મેલ આઈડી દાખલ કરો. સ્ટેપ 6- ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો. સ્ટેપ 7- અરજી ફી સબમિટ કરો. સ્ટેપ 8- ભવિષ્યની સંદર્ભ માટે તેની જ હાર્ડ કોપી તમારી પાસે રાખો.

આ પણ વાંચો: 26/11 મુંબઈ હુમલાના દોષીઓ સામે કાર્યવાહી માટે ભારત -અમેરિકાની માગ, કહ્યું બંને દેશો આતંક સામેની લડાઈમાં સાથે ઉભા છે

આ પણ વાંચો: UPSC Result : IAS ટિના ડાબીની બહેન રિયા ડાબીએ UPSCમાં 15 મો રેન્ક મેળવ્યો, જાણો રિયા ડાબી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

g clip-path="url(#clip0_868_265)">