Rajkot : ઘરકંકાસમાં પરિણીતાનું બે માસૂમો સાથે અગ્નિસ્નાન, ત્રણેયના મોત

રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસેના નાકરાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. આ આપઘાત કેસમાં મૃતક મહિલાની ઓળખ દયાબેન વિજયભાઇ ડેડાણિયા તરીકે કરવામાં આવી છે.

Rajkot : ઘરકંકાસમાં પરિણીતાનું બે માસૂમો સાથે અગ્નિસ્નાન, ત્રણેયના મોત
Rajkot: Marriage of wife with two innocents in domestic riots, all three killed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 1:32 PM

રાજકોટના નાકરાવાડીમાં એક માતાએ તેના બે પુત્રો સાથે અગ્નિસ્નાન કરી લેતા ચકચાર મચી છે.આજે વહેલી સવારે દયાબેન ડેડાણીયા નામના ૨૮ વર્ષીય મહિલાએ તેના બે પુત્રો ધવલ અને મોહિતને સાથે રાખીને કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતુ અને ત્રણેયના મોત નીપજ્યા હતા.મૃતક દયાબેનના પતિના કહેવા પ્રમાણે આજે સવારે તે પોતાના ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં પાછળથી દયાબેને અગ્નિસ્નાન કરી લીધું હતુ. તેમની પત્નિને તેના સાસુ સાથે કોઇ અણબનાવ બન્યો હોવાનું કહ્યું હતુ.સમગ્ર બનાવની જાણ થતા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ ઘરકંકાસને કારણે આત્મહત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.હાલમાં પોલીસે ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી હતી.

ઘટનાસ્થળે તપાસ કરતા કેરોસીનનું ડબલું મળી આવ્યું : ACP મૃતકના પતિ વિજયભાઈએ જણાવ્યું હતું કે, તેમને તેમના મધર અને તેમના વાઈફ વચ્ચે થોડા સમય પહેલાં બોલાચાલી થઈ હતી.આજુબાજુના લોકોને પૂછપરછ અને મૃતકના પરિવારજનોની પૂછપરછ પરથી એવું જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. પણ સાસુ સાથે ઝઘડો થયો હોવાના કારણે કદાચ આ ઘટના બની હશે .હાલ  લાશને પીએમ અર્થે મોકલવામાં આવી છે. ઘટનાસ્થળે તપાસ કરતા કેરોસીનનો ડબલુ પણ જોવામાં આવ્યું છે.આ બાબતે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે. તેની પણ તપાસ કરવામાં આવશે તેનાથી પણ આગ લાગી હોવાની સંભાવના છે. હાલ તો એક નજીવા ઘરકંકાસમાં એક પરિવાર વેરવિખેર થઇ ગયો છે.

7 અને 4 વર્ષના પુત્ર સાથે માતાના અગ્નિસ્નાનથી અરેરાટી રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસેના નાકરાવાડી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. આ આપઘાત કેસમાં મૃતક મહિલાની ઓળખ દયાબેન વિજયભાઇ ડેડાણિયા (28) તરીકે કરાઈ છે. જ્યારે મહિલાએ જે બે પુત્રની સાથે અગ્નિસ્નાન કર્યું છે. તેમની ઓળખ મોહિત (7) અને ધવલ (4) તરીકે કરાઈ છે. સવારના પહોરમાં મહિલા અને તેનાં બે બાળકની ચીસોથી આસપાસના વિસ્તારોમાં પણ ભયાવહતા વ્યાપી ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો : Gandhinagar : 11 માસનું તરછોડાયેલું બાળક મળ્યું, નિર્દયી માતાપિતાની માહિતી મળે તો ગાંધીનગર પોલીસનો કરો સંપર્ક

આ પણ વાંચો : Lakhimpur Kheri Violence: પોલીસ આ 4 મુદ્દાઓ પર આશિષ મિશ્રાની પૂછપરછ કરશે, જાણો 315 બોરની બંદૂકનો મામલો શું છે

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">