હોસ્ટેલમાં શિક્ષકે બનાવ્યો અશ્લીલ વીડિયો! વિદ્યાર્થીનીઓની તબિયત લથડી, શિક્ષક અને વોર્ડનને કરાયા નિષ્કાશીત

TV9 GUJARATI

|

Updated on: Oct 01, 2021 | 6:24 PM

અલીગઢની કસ્તુરબા ગાંધી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલમાં એક સ્કૂલ ટીચર પર એક વિદ્યાર્થીનીના અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

હોસ્ટેલમાં શિક્ષકે બનાવ્યો અશ્લીલ વીડિયો! વિદ્યાર્થીનીઓની તબિયત લથડી, શિક્ષક અને વોર્ડનને કરાયા નિષ્કાશીત
symbolic picture

Follow us on

અલીગઢની કસ્તુરબા ગાંધી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલમાં (Kasturba Gandhi Residential Girls School) એક સ્કૂલ ટીચર પર એક વિદ્યાર્થીનીના અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીના પરિવારના સભ્યોએ આ આરોપ લગાવ્યો છે.

હકીકતમાં ગુરુવારે સાંજે કેટલીક વિદ્યાર્થીનીઓની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે હવે તેમની સ્થિતિ સારી છે. પરંતુ ત્યાં હાજર એક વિદ્યાર્થિનીએ તેના પરિવારના સભ્યોને શિક્ષક દ્વારા અશ્લીલ વીડિયો બનાવવાની જાણ કરી હતી. જે બાદ વિદ્યાર્થીનીઓના સંબંધીઓએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે.

પરિવારના સભ્યોનું કહેવું છે કે, વીડિયો બનાવનાર શિક્ષકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ વિદ્યાર્થીની તબિયત બગડી છે. આ કેસમાં અધિકારીઓએ તપાસ રિપોર્ટના આધારે પૂર્ણકાલીન શિક્ષક અને વોર્ડન સામે કાર્યવાહી કરી છે. રિપોર્ટમાં દોષિત સાબિત થતાં બીએસએ સત્યેન્દ્ર કુમાર ઢાકાએ બંનેનો કરાર સમાપ્ત કર્યો.

આરોપી મહિલા શિક્ષકનો કરાર સમાપ્ત

બીએસએ સત્યેન્દ્ર કુમાર ઢાકાએ જણાવ્યું કે, ત્રણ સભ્યોની ટીમે ગુરુવારે સાંજે રિપોર્ટ સોંપ્યો છે. આમાં પૂર્ણ-સમયની શિક્ષિકા રૂબી રાઠોડ અને વોર્ડન પારુલ વર્શને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કસ્તુરબા સ્ટાફ કોન્ટ્રાક્ટ પર તૈનાત છે, બંનેનો કરાર સમાપ્ત કરવામાં આવ્યો છે. બીજી તરફ વિભાગીય સૂત્રો કહે છે કે, આ પ્રક્રણ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. અગાઉ આ જ શાળામાં એક ગ્રુપે વિદ્યાર્થીનીઓને માર મારતો વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારે પણ કાર્યવાહી થઇ હતી. હવે બીજી બાજુ અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે લાવ્યો, તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી. જૂના સ્ટાફમાંથી ચાર લોકોને દૂર કરવામાં આવ્યા છે.

6 વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી

ગુરુવારે કસ્તૂરબા શાળામાં એક જ શાળાની છ છોકરીઓની તબિયત જ્યાં શિક્ષકે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો તે સામે આવ્યો છે. તેમને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંજે બીએસએ પણ વિદ્યાર્થીનીઓની સંભાળ લેવા ગયા હતી. તેમણે જણાવ્યું કે, પેટની તકલીફના કારણે વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. હવે દરેક સ્વસ્થ છે. જિલ્લા સંયોજક કન્યા કેળવણી અખિલેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, તમામ બાળકીઓને પ્રાથમિક સારવાર બાદ રાહત મળ્યા બાદ શાળાએ પરત મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: PM Modiએ બે મોટી યોજનાઓ શરૂ કરી, 10.5 કરોડ લોકો માટે આખો દેશ ‘કચરા મુક્ત’, ‘પાણી સુરક્ષિત રહેશે’

આ પણ વાંચો: ઓક્ટોબરની પહેલી તારીખે જ સરકારને મળી ખુશખબરી ! જાણો GST કલેક્શનમાં કેટલો થયો વધારો

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati