Breaking News : કાશ્મીરમાં પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં નોંધાઈ ઠગાઈની પહેલી ફરિયાદ, ઠગની પત્ની માલિની ભૂગર્ભમાં !

TV9 GUJARATI

|

Updated on: Mar 23, 2023 | 10:06 AM

ઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપીંડી ફરિયાદ નોંધવામાં આવી છે. આપને જણાવવુ રહ્યું કે, ઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ચોથી ફરિયાદ દાખલ થઈ છે. પરંતુ કાશ્મીરમાં પકડાયા બાદ કિરણ પટેલ સામેની આ સૌ પ્રથમ ફરિયાદ નોંધાઈ છે.

Breaking News : કાશ્મીરમાં પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં નોંધાઈ ઠગાઈની પહેલી ફરિયાદ, ઠગની પત્ની માલિની ભૂગર્ભમાં !

Follow us on

કાશ્મીરમાંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. ઠગ કિરણ પટેલ અને પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપીંડી ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે, વર્ષ 2022 એપ્રિલ મહિનામાં સિંધુ ભવન રોડ પર એક બંગલાના રીનોવેશન કામ ઠગ કિરણ પટેલ લીધું હતું. બંગલાના માલિકની નેમ પ્લેટ બદલીને ઠગ કિરણ પટેલ પોતાનો બંગલો બતાવી વાસ્તુપૂજન કર્યું હતું, એટલુ જ નહીં બાદમાં કિરણ પટેલ સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો.

ઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ચોથી ફરિયાદ નોંધાઈ

આપને જણાવી દઈએ કે,આ બંગલાના માલિક જગદીશ ચાવડાએ ઠગ કિરણ પટેલને 35 લાખમાં રીનોવેશન કામ આપ્યું હતું. જે કામ પૂર્ણ કર્યા બાદ બંગલાની માલિકી લેવા પૂજા કરતા ફોટો મૂકી કોર્ટમાં ખોટો કેસ દાખલ કર્યો હતો. આ કેસના પતાવટ માટે જગદીશ ચાવડાને સમાધાન કરવા ઠગ કિરણ પટેલના માણસો મોકલી લાખો રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે હાલ  ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધતા જ ઠગ કિરણની પત્ની માલિની ભૂગર્ભમાં જતી રહી છે. આપને જણાવવુ રહ્યું કે, ઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ચોથી ફરિયાદ દાખલ થઈ છે.

 કિરણ પટેલ હવે જેલના સળિયા ગણતો થઈ ગયો

કાશ્મીર ખાતેથી ઝડપાયેલો નકલી PMO અધિકારી કિરણ પટેલ હવે જેલના સળિયા ગણતો થઈ ગયો છે. ગુજરાતમાં તો આ કિરણ પટેલે અનેક લોકો સાથે ઘરોબો કેળવીને પોતાના વિશ્વાસમાં લીધા હતા. માત્ર એટલું જ નહીં, અનેક મોટા માથાઓ પણ કિરણ પટેલના આભામાં આવી ગયા હતા. હવે જ્યારે કિરણ પટેલ ઝડપાયો છે ત્યારે તેના મહત્તમ સંપર્કમાં રહેલા લોકોની પણ પૂછપરછ થાય એવી આશંકા છે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati