JAMMU-KASHMIR : NIAની મોટી કાર્યવાહી, આતંકવાદી ગતિવિધિમાં સંડોવાયેલા 8 ની ધરપકડ

JK Terrorism Conspiracy Case : સર્ચ દરમિયાન આજે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને જેહાદી દસ્તાવેજો/ પોસ્ટરો વગેરેને જપ્ત કરવામાં આવ્યા છે.

JAMMU-KASHMIR : NIAની મોટી કાર્યવાહી, આતંકવાદી ગતિવિધિમાં સંડોવાયેલા 8 ની ધરપકડ
NIA Conducts Searches in Six Districts of JK and Arrests Eight Accused Persons in JK Terrorism Conspiracy Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 9:58 PM

JAMMU-KASHMIR : NIA એ જમ્મુ -કાશ્મીરના શ્રીનગર, કુલગામ, શોપિયાં, પુલવામા, અનંતનાગ અને બારામુલ્લા જિલ્લામાં 10 સ્થળો પર દરોડા પાડ્યા અને આતંકવાદી ગતિવિધિમાં સંડોવાયેલા 8 વધુ આરોપીઓની ધરપકડ કરી છે. આ 8 લોકોમાં શ્રીનગરમાંથી આદિલ અહમદ ડાર , મનન ગુલઝાર ડાર અને ઝમીન આદિલ, કુપવાડામાંથી હિલાલ અહમદ ડાર અને સાકીબ બશીર,પરિમપોરામાંથી સોભિયા , અનંતનાગમાંથી રઉફ ભટ્ટ અને હરિસ નિસાર લાંગુની ધરપકડ કરી છે.

આ કેસ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા (LET), જૈશ-એ-મોહમ્મદ (JEM), હિઝબ-ઉલ-મુજાહિદ્દીન (HM), અલ બદર અને તેમના સહયોગીઓ જેમ કે રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF), પીપલ અગેન્સ્ટ ફાસીસ્ટ ફોર્સિસ (PAFF) વગેરેના કાર્યકરો દ્વારા જમ્મુ અને કાશ્મીર અને અન્ય મોટા શહેરોમાં હિંસક આતંકવાદી કૃત્યો હાથ ધરવાના કાવતરા સાથે સંબંધિત છે.

NIA એ તા.10-10-2021 ના રોજ RC 29/2021/NIA/DLI તરીકે કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. NIA દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

સર્ચ દરમિયાન આજે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને જેહાદી દસ્તાવેજો/ પોસ્ટરો વગેરેને જપ્ત કરવામાં આવ્યા છે.પકડાયેલા 8 આરોપી વ્યક્તિઓ વિવિધ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના આતંકવાદી કાર્યકરો છે અને આતંકવાદીઓને લોજિસ્ટિકલ અને સામગ્રી સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.કેસમાં વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ‘ફ્લેમલેસ રસોઈ વ્હિકલ’ દ્વારા સફર દરમિયાન મળશે વધુ સારી કેટરિંગ સુવીધા, જાણો શું છે તેની વિશેષતાઓ

આ પણ વાંચો : વિદેશી ધરતી પર રાજકોટના આ યુવાને વગાડ્યો ડંકો, વેસ્ટર્ન ઓસ્ટ્રલિયામાં ચૂંટણી જીતીને બન્યા કોર્પોરેટર

g clip-path="url(#clip0_868_265)">