રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ‘ફ્લેમલેસ રસોઈ વ્હિકલ’ દ્વારા સફર દરમિયાન મળશે વધુ સારી કેટરિંગ સુવીધા, જાણો શું છે તેની વિશેષતાઓ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં તમને ભારતીય રેલવે દ્વારા વધુ સારી કેટરિંગ સુવિધાઓનો આનંદ માણી શકો છો.
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં તમને ભારતીય રેલવે દ્વારા વધુ સારી કેટરિંગ સુવિધાઓનો આનંદ માણી શકો છો. તાજેતરમાં, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખનૌના આલમબાગ વર્કશોપ દ્વારા રીનોવેટ કરાયેલ ‘ફ્લેમલેસ રસોઈ વ્હિકલ’ (Flameless Rasoi Vehicle) જોવા માટે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી.
ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, રેલવે મુસાફરોને વધુ સારી કેટરિંગ સુવિધાઓ પૂરી પાડવા તેમજ રેલ સલામતીના દૃષ્ટિકોણથી ખોરાકની તૈયારીને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે નેશનલ ટ્રાન્સપોર્ટર દ્વારા ઉપયોગમાં લેવાતી પેન્ટ્રી કારનું રીનોવેશન કરવામાં આવ્યું છે અને તેને ‘ફ્લેમલેસ રસોઈ વ્હિકલ’ બનાવાયું છે.
આમાં અત્યાધુનિક રસોડાના સાધનો પૂરા પાડવામાં આવ્યા છે અને એલપીજી ઉપકરણોને આધુનિક ઇલેક્ટ્રિક ઉપકરણોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. જમવાનું બનાવવા માટે અને તેને સ્વચ્છ બનાવવા માટે ફ્લેમલેસ રસોઈ વ્હિકલ ઉત્તમ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે.
થોડા વર્ષો પહેલા રાયબરેલીમાં મોર્ડન કોચ ફેક્ટરી (MCF) એ પહેલી વખત LBC હોટ બફેટ પેન્ટ્રી કાર કોચ વિકસાવી હતી. એલબીસી હોટ બફેટ પેન્ટ્રી કાર કોચને વિક્રેતાઓને ઉન્નત કેટરિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણી આધુનિક સુવિધાઓ આપવામાં આવી હતી. MCF દ્વારા ઉત્પાદિત LBC હોટ બફેટ પેન્ટ્રી કાર કોચ સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ હતો.
અગાઉ એમસીએફના અધિકારીઓએ કહ્યું હતું કે, કોચ ફાયર ડિટેક્શન તેમજ આગ બુઝાવવાની સિસ્ટમ સહિત અનેક આધુનિક સુવિધાઓ અને સુવિધાઓથી સજ્જ છે. તેમજ પેન્ટ્રી કારને ધુમાડા મુક્ત રાખવા માટે કોચમાં ચીમની આપવામાં આવી હતી.
આ મુખ્ય લાક્ષણિકતાઓ ઉપરાંત, એલબીસી હોટ બફેટ પેન્ટ્રી કાર કોચ સ્ટેઈનલેસ સ્ટીલ કાઉન્ટર્સ, ગરમ પાણીના બોઈલર, બોટલ કૂલર, ધુમાડા-ઓછી મલ્ટી પોઈન્ટ ઇલેક્ટ્રિક કુકિંગ રેન્જ, રેફ્રિજરેટર, ડીપ ફ્રીઝર, વોશ સિંક, વોટર પ્યુરિફાયર, મેનેજર રૂમ તેમજ સ્ટોરરૂમ. ઉપરોક્ત તમામ સુવિધાઓ સિવાય, પેન્ટ્રી કારમાં પેન્ટ્રી કાર સ્ટાફના સભ્યો માટે 15 જેટલી જગ્યાઓ શામેલ છે.
આ પણ વાંચો:IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ