Jharkhand Crime News: ઝારખંડમાં નક્સલીઓએ વરસાવ્યો કહેર, 23 મહિનામાં 35 ગ્રામજનોના લીધા જીવ

Jharkhand Naxalite Attack:ઝારખંડ પોલીસ સતત નક્સલવાદીઓ પર લગામ લગાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમ છતાં નક્સલવાદીઓ ગ્રામીણ લોકોને નિશાન બનાવી રહ્યા છે.

Jharkhand Crime News: ઝારખંડમાં નક્સલીઓએ વરસાવ્યો કહેર, 23 મહિનામાં 35 ગ્રામજનોના લીધા જીવ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 1:19 PM

ઝારખંડમાં નક્સલવાદી(Jharkhand Naxalite)ઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. નક્સલવાદીઓના નિશાને ગ્રામીણ છે. છેલ્લા 23 મહિનામાં રાજ્યમાં સક્રિય અલગ-અલગ નક્સલવાદી સંગઠનો દ્વારા 35 લોકોની હત્યા (Naxalite Murder) કરવામાં આવી છે. ઝારખંડ પોલીસ હેડક્વાર્ટરના ડેટા અનુસાર, વર્ષ 2020માં 26 લોકોની હત્યા કરવામાં આવી હતી.

વર્ષ 2021 માં નવેમ્બર સુધી, 09 લોકોની હત્યા કરવામાં આવી હતી. ઝારખંડ પોલીસ સતત નક્સલવાદીઓ પર લગામ લગાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમ છતાં નક્સલવાદીઓ સતત ગ્રામીણ લોકોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં, એક કરોડની ઈનામી રકમ સાથે નક્સલવાદી પ્રશાંત બોઝ (Naxalite Prashant Bose Arrest)ની ધરપકડ બાદ નક્સલવાદીઓએ બદલો લેવાની કાર્યવાહી તેજ કરી છે.

છેલ્લા 23 મહિનામાં નક્સલવાદી સંગઠનોએ 23 વાહનોને આગ ચાંપી હતી. વર્ષ 2020 માં 16 અને વર્ષ 2021માં નવેમ્બર સુધીમાં 07 વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ સિવાય આ 23 મહિનામાં કુલ 28 નક્સલી હુમલાઓ થયા છે. અપહરણની 06, IED બ્લાસ્ટની 20 અને પોલીસ પર હુમલાની 5 ઘટનાઓ બની છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નક્સલવાદીઓ બાતમીદારોને નિશાન બનાવી રહ્યા છે

પ્રતિબંધિત નક્સલવાદી સંગઠન CPI માઓવાદીઓના નિશાના પર પોલીસના બાતમીદાર છે. પોલીસને ખુણે-ખુણાની જાણકારી મળે એટલા માટે પોલીસ બિનસત્તાવાર રીતે બાતમીદારોને પુનઃસ્થાપિત કરે છે. નક્સલવાદી પ્રવૃત્તિ અને આવા અન્ય અહેવાલોના બદલામાં, બાતમીદારોને પોલીસ તરફથી અમુક ઈનામ પણ મળે છે.

ઇનામમાં શું અને કેટલું મળે છે ? તે બધુ સરકારના રેકોર્ડમાં હતું નથી. નક્સલવાદી વિસ્તારોમાં, બાતમીદારોના કારણે જ પોલીસને ઘણી વખત મોટી સફળતા મળે છે. પરંતુ જો નક્સલવાદીઓને આ અંગેની જાણ થાય તો તેઓ સમાચાર આપનાર બાતમીદારને મારી નાખે છે. તાજેતરના મહિનાઓમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં નક્સલવાદીઓએ બાતમીદારનો આરોપ લગાવીને લોકોની હત્યા કરી છે.

તાજેતરમાં ગુમલા જિલ્લાના કુરુમગઢ પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કર્યું હતું

તાજેતરમાં ગુમલા જિલ્લાના ચેનપુર બ્લોકના કુરુમગઢ પોલીસ સ્ટેશન પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી નક્સલીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર બાદ પોલીસને ભારે પડતા જોઈને નક્સલવાદીઓ અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા.

તેના થોડા દિવસો પહેલા સીપીઆઈ-માઓવાદીઓએ કુરુમગઢના નવનિર્મિત પોલીસ સ્ટેશન બિલ્ડીંગમાં બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કર્યો હતો. આ કેસમાં,પોલીસ હેડક્વાર્ટર દ્વારા બેદરકારી દર્શાવાના આરોપમાં ગુમલા એસપી ડૉ એહતેશામ વકારીબને શો-કોઝ (show cause) કર્યા હતા.

આ પણ વાંચો: Viral Video: જંગલના રાજાએ ઘૂંટણે પડી આ શું કર્યું ? સોશિયલ મીડિયા પર યૂઝર્સ થયા કન્ફ્યૂઝ

આ પણ વાંચો: Technology: ખુબ જ સરળ છે આધારકાર્ડને ITR સાથે લીંક કરવું, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

g clip-path="url(#clip0_868_265)">