AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: જંગલના રાજાએ ઘૂંટણે પડી આ શું કર્યું ? સોશિયલ મીડિયા પર યૂઝર્સ થયા કન્ફ્યૂઝ

વીડિયોમાં સિંહે કંઈક એવું કર્યું કે જોનાર બધા કન્ફ્યૂઝ થઈ ગયા કે આખરે જંગલના રાજા શું કરી રહ્યા છે. આ વીડિયો જોયા પછી યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Viral Video: જંગલના રાજાએ ઘૂંટણે પડી આ શું કર્યું ? સોશિયલ મીડિયા પર યૂઝર્સ થયા કન્ફ્યૂઝ
Lion Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 12:48 PM
Share

સોશિયલ મીડિયા (Social Media)ની દુનિયામાં વન્યજીવોને લગતા વીડિયો વાયરલ (Viral Videos) થતા રહે છે. આમાંના કેટલાકમાં જંગલી પ્રાણીઓ વચ્ચે રોમાંચક લડાઈ જોવા મળે છે, જ્યારે કેટલાક વીડિયો એવા છે જે જોયા પછી તમે વિચારીમાં પડી જાવ. હાલમાં, સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં સિંહ કૂતરાની જેમ ખાડો ખોદતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા પછી કોઈ કહે છે કે તે પોતાની કબર ખોદી રહ્યો છે તો કોઈએ કહ્યું કે ગરમીથી બચવા કોઈ પણ પ્રાણી આવું કરે છે સિંહ પણ.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહ માટીમાં તરબોળ જોવા મળી રહ્યો છે. તે કૂતરાની જેમ જમીન ખોદતો જોવા મળે છે. માત્ર 30 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે ખાડો ખોદ્યા બાદ સિંહ પલટીને તેમાં પડી જાય છે. આ પછી તે ઉઠવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ ઉઠી શકતો નથી. જો કે, તે થોડી સેકંડ પછી ઉઠી જાય છે. તો ચાલો જોઈએ આ વીડિયો.

View this post on Instagram

A post shared by SAFARI (@safarigallery)

સિંહનો (Lion Viral Video) આ વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram)પર safarigallery નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘જ્યારે સિંહ કૂતરાની જેમ કરવા લાગે.’ એક દિવસ પહેલા શેર કરવામાં આવેલા આ વીડિયોને 1 લાખ 41 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે.

ડઝનેક લોકોએ આ અંગે તેમના પ્રતિભાવો આપ્યા છે. આ વિડિયો જોયા પછી કોઈ કહી રહ્યું છે કે સિંહ પોતાની કબર ખોદી રહ્યો છે તો કોઈ કહે છે કે સિંહે આકરી ગરમીથી બચવા માટે આ રીત અપનાવી છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, ‘સિંહ આ કરતી વખતે ખૂબ જ દુઃખી છે કે તે પોતાની કબર ખોદી રહ્યો છે.’ તે જ સમયે અન્ય એક યુઝરે કહ્યું, ‘લોકોની કમેન્ટ જોઈને મને હસવું આવે છે.

આ સિંહ એકદમ સ્વસ્થ છે અને તે પોતાનો શિકાર બનાવવા માટે જંગલી સુવરના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, સિંહ ખૂબ જ ઉદાસ લાગે છે, મને આ જોવું ગમતું નથી. એકંદરે, યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા છે.

આ પણ વાંચો: Agriculture Budget: ખેડૂતો પાસેથી મળેલા પ્રતિસાદના આધારે કૃષિ બજેટ કરાશે તૈયાર

આ પણ વાંચો: Viral: અક્ષય કુમારના હવે આ ગીત પર તાંઝાનિયાના યુવકે લિપસિંક કર્યું, લોકોએ કહ્યું awesome ભાઈ

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">