AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસે 1.34 કરોડની રોકડ સાથે યુવકની કરી ધરપકડ

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 11, 2021 | 11:48 PM
Share

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી દરમ્યાન રામોલ પોલીસને સફળતા મળી છે. જેમાં 1.34 કરોડ રૂપિયાની હેરાફેરી કરતા શખ્સની રામોલ પોલીસે કરી ધરપકડ કરી છે.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી દરમ્યાન રામોલ પોલીસને સફળતા મળી છે. જેમાં 1.34 કરોડ રૂપિયાની હેરાફેરી કરતા શખ્સની રામોલ પોલીસે કરી ધરપકડ કરી છે. તેમજ આચારસંહિતા લાગુ છે તે સમયે 1.34 કરોડની જંગી રકમ સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રામોલ પોલીસે જણાવ્યું કે ઝડપાયેલા શખ્સ પાસે આ રકમ ક્યાંથી આવી, કોની છે તે અંગે કોઈ માહિતી નથી.

 

 

પકડાયેલો આરોપી ભાવેશકુમાર ઘનશ્યામભાઈ વાળંદ મૂળ વડોદરાનો રહેવાસી છે અને ભાવેશ રૂપિયા લઈને વડોદરાથી રામોલ રિંગરોડ તરફ આવી રહ્યો હતો, તે દરમ્યાન રામોલ સર્વેલન્સ સ્ટાફે ચેકીંગમાં 1.34 કરોડ રૂપિયા સાથે આરોપીને ઝડપી પાડયો હતો. રૂપિયા કોના છે તે અંગે આરોપીએ કોઈ ખુલાસો ન કરી શકતા રામોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો: India’s First CNG Tractor: કૃષિક્ષેત્રમાં CNG ક્રાંતિ, આવી ગયું છે ભારતનું પહેલું CNGથી ચાલનારું ટ્રેક્ટર

g clip-path="url(#clip0_868_265)">