India’s First CNG Tractor: કૃષિક્ષેત્રમાં CNG ક્રાંતિ, આવી ગયું છે ભારતનું પહેલું CNGથી ચાલનારું ટ્રેક્ટર

India’s First CNG tractor: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી શુક્રવારે બજારમાં ભારતનું પહેલું સીએનજી ટ્રેક્ટર રજૂ કરશે. ગુરુવારે આ અંગેની માહિતી આપતા સરકારે કહ્યું કે CNGથી ચાલનરા ટ્રેક્ટરથી બળતણના ખર્ચ પર વાર્ષિક એક લાખ રૂપિયાની બચત થશે.

  • Tv9 webdesk42
  • Published On - 23:36 PM, 11 Feb 2021
India's First CNG tractor: CNG revolution in agriculture, India's first CNG-powered tractor arrives

India’s First CNG tractor: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી શુક્રવારે બજારમાં ભારતનું પહેલું સીએનજી ટ્રેક્ટર રજૂ કરશે. ગુરુવારે આ અંગેની માહિતી આપતા સરકારે કહ્યું કે CNGથી ચાલનરા ટ્રેક્ટરથી બળતણના ખર્ચ પર વાર્ષિક એક લાખ રૂપિયાની બચત થશે. આ ટ્રેક્ટરને ડીઝલ એન્જિનથી સીએનજી એન્જિનવાળું બનાવવામાં આવ્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સીએનજીમાં રૂપાંતરિત ભારતનું પ્રથમ ડીઝલ ટ્રેક્ટર 12 ફેબ્રુઆરી શુક્રવારે બજારમાં ઔપચારિક રીતે રજૂ કરવામાં આવશે.

 

વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની બચત થશે

રાવમેટ ટેક્નો સોલ્યુશન્સ અને ટોમાસેટો એશીલ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રૂપે રૂપાંતરિત અને વિકસિત આ ટ્રેક્ટર ખેડૂતોનો ખર્ચ ઘટાડવામાં અને ગ્રામીણ ભારતમાં રોજગારની તકો ઊભી કરવામાં મદદ કરશે. આ CNGથી ચાલનારા ટ્રેક્ટરથી ખેડૂતને સૌથી મહત્ત્વનો ફાયદો બળતણના ખર્ચમાં વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની બચત થશે, જે તેમને તેમના જીવનનિર્વાહમાં સુધારો કરવામાં મદદ કરશે.

 

હાલમાં વિશ્વભરમાં 12 કરોડ સીએનજી વાહનો

 
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું કે સીએનજી એ ભવિષ્ય છે. હાલમાં વિશ્વભરમાં 1.2 મિલિયન વાહનો કુદરતી ગેસથી ચાલે છે અને ઘણી કંપનીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો તેમના કાફલામાં દરરોજ સીએનજી વાહનો ઉમેરી રહ્યા છે. સીએનજીથી સજ્જ ભારતનું આ પહેલું ટ્રેક્ટર છે. સીએનજી ટ્રેકટરો ડીઝલ એન્જિનો કરતા વધુ કે સમાન શક્તિ ઉત્પન્ન કરે છે. સીએનજી એન્જિન ડીઝલ એન્જિન કરતા 70 ટકા ઓછું ઉત્સર્જન કરે છે. ડીઝલના હાલના લિટર દીઠ રૂ.77.43ના ભાવ સામે ખેડૂતો આ ટ્રેક્ટરની મદદથી 50 ટકા સુધીની બચત કરશે.

 

આ પણ વાંચો: PM Modiને મળ્યા બિહારના સીએમ નીતિશ કુમાર, ખેડૂત કાયદાઓ અંગે મત વ્યક્ત કર્યો