Mehsana: બહુચરાજી હારીજ હાઇવે પર 70 લાખની લૂંટ, લૂટાંરુઓ વેપારીને માર મારીને લૂંટી ગયા
વેપારી રસિક ઠક્કર કડીથી 70 લાખ લઇને જતા હતા ત્યારે બહુચરાજી પાસે આવેલી રેલ્વે લાઇનની નજીક લૂટારુઓએ વેપારીની કાર આંતરીને વેપારીને માર મારીને સીત્તેર લાખ રૂરિયા લૂંટી લીધા હતા. આ અંગે વેપારીઓ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા (Mehsana ) જિલ્લાના બહુચરાજી (Bahucharaji harij highway) હારીજ હાઇવે ઉપર 70 લાખની લૂંટ (Robbery ) કરવામાં આવી છે. કપાસના વેપારી રસિક ઠક્ક઼ર કડીથી નાણા લઇને હારીજ જતા હતા ત્યારે લૂંટારુની ટોળકીનો ભોગ બન્યા હતા. વેપારી રસિક ઠક્કર કડીથી 70 લાખ લઇને જતા હતા ત્યારે બહુચરાજી પાસે આવેલી રેલ્વે લાઇનની નજીક લૂટારુઓએ વેપારીની કાર આંતરીને વેપારીને માર મારીને સીત્તેર લાખ રૂરિયા લૂંટી લીધા હતા. આ અંગે વેપારીઓ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં 4 લૂંટારૂ માર મારી 70 લાખ લઇ ફરાર થઈ ગયા હતા.
ગત રોજ અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હતા
તો ગત રોજ અમદાવાદ જિલ્લાના વટામણ પાસે ફિલ્મી ઢબે આંગડિયા પેઢીના (Robbery ) લૂંટની ઘટનામા ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલાયો છે. રિવોલ્વરની અણી પર આંગડીયા પેઢીના કરોડોના ડાયમંડના પેકેટ સહિતના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જેમાં પોલીસ કંટ્રોલ મેસેજ થયા બાદ પોલીસ હાઇવે પર આવી ગઈ હતી અને આખી રાત ઓપરેશન થયા બાદ આણંદમાં એક ફાર્મ હાઉસ પાસેથી આ ગેંગના ત્રણ આરોપીઓ પકડાયા અને ત્યારબાદ આખા રેકેટનો પર્દાફાશ કરી 13 જેટલા આરોપી પકડી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સુરતના એક ડાયમંડના વેપારીએ અમરેલીમાં મોકલેલા ડાયમંડ દરરોજ આંગડિયા મારફતે મોકલવામાં આવતા. જે માટે કર્મચારીઓ રોજ રોજ ટ્રાવેલ્સ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ બેગમાં આ રીતે કરોડો રૂપિયાના ડાયમંડ લઈને જાય પણ તેમની પાસે કોઈ સુરક્ષા હોતી નથી. આ વાત પોલીસની સાથે ગુનેગારોને પણ ખબર છે. તેમ છતાં મંગળવાર રાતે અમરેલીની ખાનગી બસ રોજની જેમ ઉપડી.
જેમાં આંગડિયા પેઢીના કર્મચારીઓની સાથે લૂંટારુંઓ પણ બસમાં ગોઠવાયા ગયા. રોજ કરોડો રૂપિયાના ડાયમંડની અવરજવર કરતા આંગડિયા પેઢીઓને સહેજ પણ ખ્યાલ ન હતો કે થોડીવાર પછી તેમની સાથે શું થવાનું છે. આ બસમાં દિવાળીનો તહેવાર હોવાથી સુરત તરફ જતી સંખ્યા ઓછી હતી એટલે બસમાં અજાણ્યા 10 લોકો પણ સવાર થઈ ગયા હતા જો પોતાની સાથે ત્રણ હથિયાર લઈને બસમાં ગોઠવાઈ ગયા હતા. પરંતુ બસ શરૂ થઈ ત્યારથી તેઓ મધરાત્રી થાય એટલે કે, બે સવા બે વાગ્યાનો સમય થાય ત્યારે જ તેને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું. આ આરોપીઓની સાથે અન્ય શખ્સો બસનો પીછો કરી રહ્યા હતા જે કારે અમદાવાદ જિલ્લાના વટામણ પાસે આ બસને આતરી હતી.
ફિલ્મી સ્ટાઇલથી કોઈ બસની આગળ કાર આવીને ઊભી રહી જતા ડ્રાઇવર પણ ગભરાઈ ગયો હતો. એટલા દરમિયાન બસની અંદર ગુનેગારોએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું તેણે આંગડિયા પેઢીના કર્મચારીઓને રિવોલ્વર સહિતના તીક્ષ્ણ હથિયાર બતાવીને કરોડો રૂપિયાના ડાયમંડ ચોરી લીધા હતા