લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સ કેસની તપાસ હવે NIA કરશે, લોરેન્સની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ દરમિયાન પાકિસ્તાનીઓ સાથેના કનેક્શન અને ડ્રગ્સ સિન્ડિકેટ અંગેના ખુલાસા થયા છે. તેમજ લોરેન્સે વર્ષ 2023 ઉપરાંત વર્ષ 2022માં પણ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડ્યું હતું.

લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સ કેસની તપાસ હવે NIA કરશે, લોરેન્સની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા
Lawrence Bishnoi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 10:33 PM

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ((Lawrence Bishnoi)) 194 કરોડ રુપિયાના ડ્રગ્સ કેસમાં નલિયા કોર્ટે 28 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલ્યો હતો. રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. અગાઉ લોરેન્સ બિશ્નોઈની જખૌથી પકડાયેલા ડ્રગ્સના કેસમાં 14 દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરાઈ હતી.

આ પણ વાંચો Mumbai News: ગુજરાતના NRI દંપતી સાથે મુંબઈમાં કરૂણાંતિકા, હોટલમાં લાગેલી આગમાં મોત

લોરેન્સની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ દરમિયાન પાકિસ્તાનીઓ સાથેના કનેક્શન અને ડ્રગ્સ સિન્ડિકેટ અંગેના ખુલાસા થયા છે. તેમજ લોરેન્સે વર્ષ 2023 ઉપરાંત વર્ષ 2022માં પણ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડ્યું હતું. 2022માં પણ પાકિસ્તાનથી ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ માર્ગેથી ઉત્તર ભારત લઈ આવ્યો હતો.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

આ કેસની તપાસ હવે NIAએ કરશે

2022માં જખૌથી ઝડપાયેલા 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલ્યા બાદ ગુજરાત ATSએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યાર બાદ કોર્ટે 28 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે આજે પૂર્ણ થતા તપાસ દરમિયાન અનેક ખુલાસા થયા હતા. ત્યારે હવે NIAએ આ કેસની તપાસ કરશે.

શુ હતો સમગ્ર કેસ?

વર્ષ 2022માં ગુજરાત ATSએ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં કચ્છ જિલ્લાના જખાઉ બંદર નજીક એક પાકિસ્તાની બોટને અટકાવી હતી અને 194 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું 40 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ગુજરાત ATSને આ કેસની તપાસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સંડોવણીના કેટલાક પુરાવા મળ્યા હતા. જે બાદ આ મામલે લોરેન્સ બિશ્નોઇની ATSની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે અગાઉ ધરપકડ કરી હતી. ગુજરાત ATSએ લોરેન્સની બીજી વખત રિમાન્ડ પર પૂછપરછ કરી છે. આ સમગ્ર મામલો કચ્છ જિલ્લાની નલિયા કોર્ટમાં ચાલી રહ્યો છે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">