AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai News: ગુજરાતના NRI દંપતી સાથે મુંબઈમાં કરૂણાંતિકા, હોટલમાં લાગેલી આગમાં મોત

NRI કિશન હલાઈ અને તેની 25 વર્ષીય પત્ની રૂપલ વેકરિયા, જેમનું રવિવારે મુંબઈની એક હોટલમાં લાગેલી આગમાં મોત થયું છે. આ તમામ ત્રણ લોકો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી  નૈરોબી પહોંચી લગ્ન કરવાના હતા, પરંતુ આ બાબતમાં સમય સામે કોનું ચાલ્યું આજ સુધી.

Mumbai News: ગુજરાતના NRI દંપતી સાથે મુંબઈમાં કરૂણાંતિકા, હોટલમાં લાગેલી આગમાં મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 9:30 PM
Share

ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રામપર ગામના સરપંચ સુરેશ કારાએ જણાવ્યું હતું કે, કિશન, રૂપલ, તેમની માતા અને બહેનને તેમની ફ્લાઇટ રિશિડ્યુલ થયા બાદ સંબંધિત એરલાઇન્સ દ્વારા સાંતાક્રુઝમાં ગ્રાઉન્ડ-પ્લસ-ચાર માળની ગેલેક્સી હોટેલ રહેવા આપવામાં આવી હતી.

કિશન હલાઈ અને વેકરિયાનો પરિવાર રામપર ગામનો છે. હોટલના ત્રીજા માળે રવિવારે બપોરે આગ ફાટી નીકળી હતી, જેમાં કિશન હલાઈ (28), રૂપલ વેકરિયા (25) અને અન્ય એક વ્યક્તિ કાંતિલાલ વારા (50)નું મોત થયું હતું. આ ઘટનામાં રૂપલની માતા મંજુલાબેન (49), બહેન અલ્પા (19) અને અસલમ શેખ (48) ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

માંડવી તાલુકાના રામપર ગામના સરપંચ સુરેશ કારાએ કહ્યું, “કિશન હલાઈ અને તેની પત્ની રૂપલ વેકરિયા ઘણા વર્ષોથી નૈરોબીમાં રહે છે.” જોકે અન્ય એક ભોગ બનનાર કાંતિલાલ વારાને વેકરિયા અને કિશન સાથે કોઈ સંબંધ ન હતો.

ગામના સરપંચના જણાવ્યા અનુસાર, કિશન અને રૂપલનો પરિવાર ઘણા વર્ષો પહેલા વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં તેમના મૂળ સાથે જોડાયેલા હતા. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રામપર ગામમાં તેમનું પૌતૃક ઘર આજે પણ મોજૂદ છે.

સરપંચને વધુમાં જણાવ્યુ હતું કે “કિશન અને રૂપલની સગાઈ થઈ ગઈ હતી અને તેઓ નૈરોબી પહોંચ્યા પછી ટૂંક સમયમાં જ લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા, જ્યાં તેઓ ઘણા વર્ષોથી તેમના માતાપિતા અને ભાઈ-બહેનો સાથે રહેતા હતા. કિશન, રૂપલ અને તેમના પરિવારજનો લગભગ એક મહિના પહેલા કિશનની નાની દીકરીના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા હતા.

તેણે કહ્યું કે કિશનના દાદા-દાદી હજુ પણ રામપર ગામમાં રહે છે. જ્યારે કિશનનો જન્મ અને ઉછેર તેની કિશોરાવસ્થા સુધી ગામમાં થયો હતો, ત્યારે રૂપલનો જન્મ નૈરોબીમાં થયો હતો. જ્યારે કિશન લગભગ 13 વર્ષનો હતો, સરપંચ કારાએ કહ્યું, તે તેના માતાપિતા સાથે નૈરોબી ગયો.

આ પણ વાંચો : ભૂતકાળમાંથી લીધો બોધપાઠ, PM મોદી પર સીધો હુમલો નહીં કરે વિપક્ષ, આ નિર્ણયો INDIAની મુંબઈ બેઠકમાં લેવાશે

કારાએ કહ્યું, “તે બધા શનિવારે નૈરોબીની ફ્લાઈટમાં બેસીને અમદાવાદથી મુંબઈ પહોંચ્યા હતા. ફ્લાઇટ રી શેડ્યુલ કરવામાં આવી હોવાથી, એરલાઇન્સે તેમને સાંતાક્રુઝ નજીકની એક હોટલમાં રાખવામા આવ્યા હતા. જ્યાં રવિવારે આગ લાગી હતી.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
g clip-path="url(#clip0_868_265)">