AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે 28 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા, જૂઓ Video

Kutch : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે 28 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 1:12 PM
Share

સુરક્ષા એજન્સીઓ લોરેન્સના જેલમાં બેઠા-બેઠા પાકિસ્તાની ઈસમ અબ્દુલ્લા અને એક નાઈજીરિયન મહિલા સાથેના સંપર્કો કેવી રીતે થયા તેની પૂછપરછ કરશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સામેલ અન્ય શખ્સોની વિગતો મેળવવાના પ્રયાસ કરાશે. લોરેન્સ બિશ્નોઈની પાકિસ્તાનના આતંકવાદી જૂથો સાથે સંડોવણી છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવશે.

Kutch : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને (Lawrence Bishnoi) 194.97 કરોડ રુપિયાના ડ્રગ્સ કેસમાં નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જે પછી કોર્ટે પોલીસને લોરેન્સના 28 ઓગસ્ટ સુધીના રીમાન્ડની મંજુરી આપી છે. ડ્રગ્સ મામલામાં તપાસ દરમિયાન અન્ય કલમનો ઉમેરો કર્યા બાદ તપાસ માટે આ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. લોરેન્સને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-Gir somnath: વેરાવળમાં શાક માર્કેટમાં બે આખલા વચ્ચે જામ્યુ યુદ્ધ, અનેક લારી ગલ્લાને પહોંચ્યુ નુકસાન, જૂઓ Video

સુરક્ષા એજન્સીઓ લોરેન્સના જેલમાં બેઠા-બેઠા પાકિસ્તાની ઈસમ અબ્દુલ્લા અને એક નાઈજીરિયન મહિલા સાથેના સંપર્કો કેવી રીતે થયા તેની પૂછપરછ કરશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સામેલ અન્ય શખ્સોની વિગતો મેળવવાના પ્રયાસ કરાશે. લોરેન્સ બિશ્નોઈની પાકિસ્તાનના આતંકવાદી જૂથો સાથે સંડોવણી છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવશે. લોરેન્સે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાની આશંકા છે. જેના આધારે સુરક્ષા એજન્સીઓ લોરેન્સની વિગતવાર પૂછપરછ કરશે. લોરેન્સની પૂછપરછ બાદ ગુજરાતના દરિયાકાંઠાના ડ્રગ્સ રૂટ, ગેંગના સભ્યોની વિગતો સામે આવશે.

અગાઉ લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં લવાયો હતો

આ પહેલા ગુજરાત ATS દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 10મેના રોજ અમદાવાદની સાબરમતી જેલમાં લવાયો હતો. નલિયાથી લોરેન્સને સાબરમતી જેલમાં લવાયો હતો. સાબરમતી જેલમાં લોરેન્સ હાઇ સિક્યુરીટી ઝોનમાં રખાવામાં આવ્યો હતો. જે પછી કચ્છના જખૌ નજીકથી ઝડપાયેલા 194.97 કરોડ રુપિયાના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવનારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની 2022માં જખૌથી ઝડપાયેલા 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલી હતી. જે બાદ ATSએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.

કચ્છ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">