કચ્છ : સસ્તા સોનાની લાલચે ઠગાઇ કરતી કુખ્યાત ટોળકીને નકલી નોટ અને સોના સાથે ભુજ LCB એ ઝડપી

કચ્છ : સસ્તા સોનાની લાલચે ઠગાઇ કરતી કુખ્યાત ટોળકીને નકલી નોટ અને સોના સાથે ભુજ LCB એ ઝડપી
Kutch: Bhuj LCB nabs thugs with fake notes and gold

ઝડપાયેલા આરોપીઓ પૈકી દિલાવર તથા હાજી વલીમામદ કકલ સામે અગાઉ પણ ભુજના વિવિદ પોલિસ મથકોએ આ પ્રકારની ચીટીંગના ગુન્હાઓ નોંધાયેલા છે. આ પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે તે અગાઉ પણ અનેક લોકોને ઠગી ચુક્યા છે.

Jay Dave

| Edited By: Utpal Patel

Jan 20, 2022 | 11:56 PM

કચ્છ (Kutch) જ નહી પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં સસ્તા સોનાની લાલચે ઠગાઇ (thugs Gang) કરતી ભુજની ટોળકી કુખ્યાત છે. જોકે રાજસ્થાન પોલિસ તથા મીલ્ટ્રી ઇન્ટેલીજન્સના ઇનપુટના આધારે આ ટોળકી વધુ કોઇને જાસામાં લે તે પહેલા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના (LCB) હાથે ઝડપાઇ ગઇ છે.

બાતમીના આધારે LCB એ ભુજના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા દિલાવર કકલના ઘરે રેડ કરી હતી. જેમાં એક મહિલા સહિત 5 શખ્સો નકલી ભારતીય બનાવટની નોટો તથા નકલી સોનાના 15 બિસ્કીટ સાથે ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા શખ્સોમાં દિલાવર વલિમામદ કકલ, હાજી વલીમામદ કકલ, અકબર અલિમામદ સુમરા, જાવેદ ઇસ્માઇલ બલોચ તથા અમિના વલિમામદ કકલનો સમાવેશ થાય છે. ચીલ્ડ્રન બેંક ઇન્ડીયા લખેલ વિવિધ દરની નોટ 15 પીળા ધાતુ વાડા સોના જેવા લાગતા બિસ્કીટ તથા 2000ના દરની નકલી નોટ તથા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ભુજ બિ-ડીવીઝન પોલિસ મથકે વિવિધ કલમો તળે ગુન્હો દાખલ કર્યો છે.

શું છે મોડેસ ઓપરેન્ડી ?

ઝડપાયેલા આરોપીઓ પૈકી દિલાવર તથા હાજી વલીમામદ કકલ સામે અગાઉ પણ ભુજના વિવિદ પોલિસ મથકોએ આ પ્રકારની ચીટીંગના ગુન્હાઓ નોંધાયેલા છે. આ પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે તે અગાઉ પણ અનેક લોકોને ઠગી ચુક્યા છે. ગુજરાત રાજ્ય બહાર સસ્તા સોનું આપવાની લાલચ આપી વેપારીઓને કચ્છ બોલાવ્યા બાદ નકલી સોના સાથે પૈસાની લેતી-દેતીમાં તેઓ ઉપર સાચા રૂપીયા સાથે બેગની નીચે આવા ખોટા રૂપીયાનો ઉપયોગ કરી લોકોને ઠગી લેતા, જે સંદર્ભે LCB એ પુછપરછ કરતા ઝડપાયેલા આરોપીએ કબુલાત કરી છે. જેથી ગુન્હાહિત ઇતિહાસ સાથે કોની સાથે ઠગાઇનો પ્લાન હતો. તે સંદર્ભની તપાસ LCB તથા સ્થાનીક પોલિસે શરૂ કરી છે.

ટોળકી પોલીસ સામે પણ થઇ

ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવા ગયેલી LCB એ જ્યારે નકલી નોટ તથા બિસ્કીટ સાથે આરોપીઓને દબોચ્યા ત્યારે મોકાનો લાભ લઇ ટોળકીના બે સાગરીતો રમજુ કાસમ સેખડાડા તથા મામદ હનીફ જુમાં સેખ નાશી જવામાં સફળ રહ્યા હતા. તો પોલિસ કાર્યવાહી દરમ્યાન ઝડપાયેલ મહિલા અમીના કકલ તથા તેના અન્ય સાથીદારોએ ધક્કામુકી કરી પોલિસ ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેથી પોલિસે ઠગાઇ,ભારતીય અર્થતંત્રને નુકશાન કરી નકલી નોટ રાખવા સહિત ફરજમાં રૂકાવટ અંગેની કલમો તળે ફરીયાદ નોંધી છે. તો તપાસ દરમ્યાન ધાતક હથિયારો પણ પોલિસે કબ્જે કર્યા છે.

કહેવાય છે ને લોભીયા હોય ત્યાં ધુતારા ભુખ્યા ન મરે પોલિસ દ્વારા જાગૃતિના અનેક પ્રયત્નો છંતા ઘણા લોકો સસ્તુ સોનું મેળવવાની લાલચે આવી ઠગાઇનો ભોગ બને છે. અને ઝડપાયેલી ટોળકી આ કામમાં માહેર છે. જોકે વધુ કોઇ આવા બનાવને અંજામ આપે તે પહેલા પોલિસને હાથે ઝડપાઇ ગઇ છે. LCB PSI એચ.એમ.ગોહિલ તથા આઇ.એચ.હિંગોરાની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાનો અજગરી ભરડો, 24 કલાકમાં સૌથી વધુ 9, 837 કેસ , 7 દર્દીના મોત

આ પણ વાંચો : Sakat Chauth 2022: જાણો ક્યારે છે સંકટ ચતુર્થી ? જાણો પુજા મુહૂર્ત અને મહત્વ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati