અમદાવાદમાં કોરોનાનો અજગરી ભરડો, 24 કલાકમાં સૌથી વધુ 9, 837 કેસ , 7 દર્દીના મોત

16 જાન્યુઆરીમાં 3 હજાર 264 કેસ તો 2ના મોત નોંધાયા. તો 17 જાન્યુઆરીએ 4 હજાર 340 નવા કેસ નોંધાયા તો 1નું મોત નિપજ્યું છે. 18 જાન્યુઆરીએ 5 હજાર 998 નવા કેસ તો 3ના મોતના આંકડા નોંધાયા.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 20, 2022 | 11:32 PM

અમદાવાદમાં (Ahmedabad) ગત 24 કલાકમાં કોરોનાના (Corona) સૌથી વધુ 9 હજાર 837 કેસ નોંધાયા છે.  તો 7 લોકો મૃત્યુ (Death) પામ્યા છે.  રાજ્યમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં અમદાવાદમાં સૌથી વધુ મૃત્યુના આંકડા નોંધાઈ રહ્યા છે. તો ગત પાંચ દિવસના આંકડા પર નજર કરીએ તો. 16 જાન્યુઆરીમાં 3 હજાર 264 કેસ તો 2ના મોત નોંધાયા. તો 17 જાન્યુઆરીએ 4 હજાર 340 નવા કેસ નોંધાયા તો 1નું મોત નિપજ્યું છે. 18 જાન્યુઆરીએ 5 હજાર 998 નવા કેસ તો 3ના મોતના આંકડા નોંધાયા. 19 જાન્યુઆરીએ બમણી ગતિએ કેસ વધ્યા અને 8 હજાર 391 નવા કેસ અને 6ના મોત થયા છે. ત્યારે 20 જાન્યુઆરીએ કોરોનાના કેસ 9 હજારને પાર પહોંચી ચુક્યા છે. શહેરમાં 3 હજાર 664 લોકો સ્વસ્થ થયા છે. તો 28 હજાર 598 લોકોએ રસી લીધી છે. શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કેસ સૌથી વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી શરૂ કરાઈ છે.

અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ફરી વધારો નોંધાયો છે. શહેરમાં નવા 41 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. તો 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. 265 ઘરોના 1030 લોકોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા. તો સૌથી વધારે દક્ષિણ ઝોનમાં 12 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે. પશ્ચિમ બાદ દક્ષિણ ઝોનમાં કોરોના વિસ્ફોટ થયો છે. દક્ષિણ ઝોનમાં મણિનગર અને ખોખરા કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનના 10 અને પશ્ચિમ ઝોનના 10 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં આજે 41 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા, 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ

આ પણ વાંચો : Weather Update: ઠંડીથી રાહત નહીં મળે, ઘણા રાજ્યોમાં વરસાદની શક્યતા, જાણો શું છે અલગ-અલગ રાજ્યોની સ્થિતિ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati