નડિયાદમાંથી ખેડા SOGએ ઝડપી પાડ્યું બાળકો વેચવાનું કૌભાંડ, જાણો શું છે સમગ્ર મામલો

નડિયાદમાંથી ખેડા SOGએ બાળકો ખરીદ વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.

નડિયાદમાંથી ખેડા SOGએ ઝડપી પાડ્યું બાળકો વેચવાનું કૌભાંડ, જાણો શું છે સમગ્ર મામલો
Kheda SOG from Nadiad expedited the scam of selling children

Nadiyad: ફોટોમાં ઉભેલી દેખાતી આ ચાર મહિલાઓ જેમને રૂપિયા કમાવા માટે એવા કારનામાં કાર્ય છે જેને કારણે તેઓ પહોચી ગયા છે હવે પોલીસ મથકના પગથીયે. ખેડા જીલ્લાના નડિયાદના કિસાન સમોસાના ખાંચામાં રહેતી મહિલા મોનીકાબેન મહેશભાઈ શાહ થોડા વર્ષો પહેલા આણંદ ખાતે આવેલ એક સરોગેટ મધર માટેની હોસ્પીટલમાં કામ કરતી હતી અને સરોગેટ મધર શોધવાનું કામ કરી યોગ્ય વળતર મેળવી લેતી હતી.

પરંતુ સરકાર દ્વારા સરોગસી પર કડક નીયંત્રણ મૂકી દેતા મોનીકાબેન બેરોજગાર થઇ ગયા હતા અને પોતાના પુત્રને પરણાવવા માટે લોકોના બાળકો ખરીદ વેચાણ કરવાનું કૌભાંડ આચરવાનું ચાલુ કર્યું હતું. મોનિકાએ પોલીસની તપાસમાં જણાવ્યું છે કે, અત્યાર સુધી કુલ ચાર બાળકો આ રીતે રાજ્ય બહારની ગરીબ મહિલાઓ પાસેથી ખરીદી તેનું વેચાણ કરવામાં આવ્યું છે.

ખેડા SOG પોલીસને બાતમી મળી હતી કે, નડિયાદમાં છેલ્લા કેટલાક સમયથી નવજાત બાળકો જેમની માતાને રૂપિયા આપી ખરીદવામાં આવે છે, તે માહિતીના આધારે ખેડા SOG પોલીસે મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની એક ડમી બાળક ખરીદવાની ટીમ બનાવી મોનિકા શાહનો સંપર્ક કર્યો હતો.

મોનિકા શાહ અન્ય બે મહિલાઓ સાથે નડિયાદ સંતરામ માર્કેટ પાસે આવી નવજાત શિશુ વેચાણ આપવાની ડીલ કરી હતી. જેમાં મોનિકા શાહની સાથે પુષ્પાબેન પટેલીયા રહે મિલ રોડ નડિયાદ અને માયાબેન દાબલા મૂળ રહે મુંબઈ હાલ રહે નડિયાદ પીજ રોડ પણ હાજર રહી ડમી ગ્રાહકો સાથે 5 દિવસના બાળકની ડીલ કરી હતી.

અને બાદમાં ગ્રાહકના વેશમાં આવેલ મહિલા પોલીસ કર્મચારીઓએ બાળક જોવાની ઈચ્છા વ્યક્ત કરતા મુંબઈના નાગપુરની રહેવાશી રાધિકાબેન રાહુલભાઈ ગેડામ કે જેને પાંચ દિવસ પહેલા બાળકને સિઝેરિયન દ્વારા જન્મ આપ્યો હતો તેને બોલાવવામાં આવી હતી. જેથી પોલીસે ચારેય મહિલાઓને પોતાની ઓળખ આપી તેઓની અટકાયત કરી સીધા પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ સમગ્ર કોભાંડ પરથી પરદો હટાવી દીધો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય સુત્રધાર મોનિકા શાહ બેરોજગાર હતી અને પોતાના પુત્રને પરણાવવા માટે રૂપિયાની જરૂર હોય આ પ્રકારનું કાર્ય કર્યું હતું. પોલીસ સમક્ષ અગાઉ 4 બાળકો આ રીતે ખરીદી વેચાણ કરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે ચારેય આરોપી મહિલાઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: PM Modi Inaugurates projects in Somnath LIVE: આતંકથી આસ્થાનો અંત ના આવી શકે, સત્યને અસત્યથી હરાવી ના શકાય, અતીતના ખંડેરો પર આધુનિક નિર્માણનુ સર્જન કરાયુ છેઃ નરેન્દ્ર મોદી

આ પણ વાંચો: UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati