PM Modi Inaugurates projects in Somnath LIVE: આતંકથી આસ્થાનો અંત ના આવી શકે, સત્યને અસત્યથી હરાવી ના શકાય, અતીતના ખંડેરો પર આધુનિક નિર્માણનુ સર્જન કરાયુ છેઃ નરેન્દ્ર મોદી
PM Narendra Modi inaugurates Projects in Somnath LIVE: કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાત સરકારના સહયોગથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાંધવામાં આવેલ સમુદ્ર દર્શન પથનું વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતુ.
સોમનાથ ખાતે સમુદ્ર દર્શન પથનું વરચ્યુલ લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સત્યને અસત્યથી હરાવી ના શકાય. આતંકથી આસ્થાનો અંત ના આવી શકે. અતિતના ખંડેરો પર આધુનિક નિર્માણોનુ સર્જન કર્યુ છે.
કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાત સરકારના સહયોગથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાંધવામાં આવેલ સમુદ્ર દર્શન પથનું વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતુ. સાથોસાથ સોમનાથ ટ્ર્સ્ટ દ્વારા બનાવેલ 85 કરોડના ખર્ચે વિવિધ પ્રતિષ્ઠિત યોજનાઓનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સત્યને અસત્યથી ના હરાવી શકાય. અનેક મંદિર તોડાયા. અસ્તિત્વ ભૂંસવા માટે મંદિરો તોડી પડાયા પણ જેટલી વાર મંદિર તોડાયુ એટલી વાર ઊભુ થયુ. સાગર કિનારે ઊભેલુ આ મંદિર વિશ્વ માટે વિશ્વાસ છે. આંતકના સહારે આસ્થાનો અંત ના આવી તેમ જણાવીને વડાપ્રધાને કહ્યુ કે, આતંકના સહારે કેટલાક લોકો વિચાર ઉભો કરવા માગે છે, તેઓ ભલે થોડાક સમય માટે ઉભા થાય પણ તેઓ કાયમ નથી રહેતા. સત્યને કદાપી પણ અસત્યથી હરાવી નથી શકાતુ.
પ્રવાસન ક્ષેત્રે ભારતે વિકાસ સાધ્યો હોવાનું જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ધાર્મિક અને પ્રવાસન સ્થળના વિકાસ માટે સરકાર અનેક પ્રયાસ કરી રહી છે. જેનો લાભ સ્થાનિકકક્ષાએ રોજગારી ક્ષેત્રે મળ્યો છે. પ્રસાદ યોજના અંતર્ગત 40 ધાર્મિક સ્થળોનો વિકાસ માટે સમાવેશ કરાયો છે.
અમદાવાદના રિવરફ્રન્ટ અને પોરબંદર ચોપાટી વોક-વે સમાન સમુદ્ર દર્શન પથ સોમનાથ ખાતે અરબી સમુદ્ર કિનારે 1.47 કિલોમીટર લાંબો અને 7 મીટર પહોળો સમુદ્ર દર્શન પથ બનાવ્યો છે. જે અમદાવાદની સાબરમતી નદીકાંઠે બનાવેલ રિવરફ્રન્ટ અને પોરબંદર ચોપાટી પર બનાવેલા વોક-વે જેવો જ છે. આ માટે ભારત સરકાર દ્વારા 47.55 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ મંદિર પાસે સાગર દર્શન ગેસ્ટ હાઉસથી રામ મંદિર સુધીનો સલામત અને ટકાઉ માર્ગ પ્રવાસીઓ અને પરિવારના સભ્યો માટે મુખ્ય આકર્ષણ બનશે. જૂના સોમનાથ મંદિરનુ પણ લોકાર્પણ કરાયુ હતુ. તો સાથોસાથ પાર્વતી મંદિરનુ શીલારોપણ કરાયુ હતું.
હસ્તકલા સ્થાપત્ય પ્રદર્શન કેન્દ્રનું ઉદ્ઘઘાટન પ્રસાદ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે રૂ. 13.86 કરોડ મંજૂર કર્યા પછી, કુલ રૂ. 13.92 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા પેસેન્જર ફેસિલીટેશન સેન્ટરમાં ક્રાફ્ટ આર્કિટેક્ચરલ એક્ઝિબિશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમા મંદિરની સ્થાપનાથી અત્યાર સુધીના 100 ફોટોગ્રાફ્સનો સમાવેશ કરાયો છે. કનૈયાલાલ એમ. મુનશી પુસ્તકાલય, ટ્રસ્ટના વિકાસ કાર્યો અને વિવિધ માહિતીને લગતી ડોક્યુમેન્ટરી બતાવવા માટે ઓડિટોરિયમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
LIVE NEWS & UPDATES
-
પ્રવાસન સ્થળોએ સ્થાનિકોને રોજગારી મળે તે માટે ગાઈડને તાલિમબધ્ધ કરાઈ રહ્યા છે
120 માઉન્ટન પીસને ટ્રેકિગ માટે ખોલ્યા છે. અસુવિધા ના થાય નવા સ્થળ અંગે જાણકારી મળે તે માટે ગાઈડને તૈયાર કરાઈ રહ્યાં છે. જેના વડે રોજગારી પણ મળી રહી છે. કઠીન સમયમાંથી નિકળીને આગળ વધવાની પ્રેરણા મળી રહી છે. કોરોનાકાળમાં પ્રવાસન લોકોની આશાનું સ્થાન છે. આપણી પરંપરા અને ગૌરવ આધુનિક ભારત માટે દિશા આપતી રહેશે. ગરીબના વિકાસ માટે નવી ઉર્જા પ્રાપ્ત થાય. સર્વના કલ્યાણ માટે કામ કરવાની પ્રેરણા મળતી રહે.
-
ટ્રાવેલ એન્ટ ટુરીઝમ ક્ષેત્રે દેશ 62માંથી 34માં નંબરે પહોચ્યો
કેન્દ્ર સરકાર પ્રસાદ યોજના અતર્ગત 40 યાત્રાધામનો વિકાસ કરાઈ રહ્યો છે. એક બીજા સ્થળોને સાંકળવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. એક જગ્યાએ આવેલ પ્રવાસી અન્ય સ્થળે પણ જાય તેવા પ્રયાસ કરાઈ રહ્યો છે. પ્રવાસનને નવી ઊર્જા મળશે. પ્રવાસન દ્વારા સામાન્ય માનવીને જોડવાની સાથે આગળ વધી રહ્યો છે. 2013માં દેશ ટ્રાવેલ એન્ટ ટુરીઝમમાં 62માં હતો તે 34મા સ્થળે આવી ગયો છે. સાત વર્ષમાં કેટલાક નીતિગત નિર્ણયો લેવાયા તેનો લાભ દેશને મળી રહ્યો છે.
-
-
પ્રવાસન વિભાગ સ્વદેશ દર્શનના ભાગરૂપે દેશના અનેક ઉપેક્ષિત સ્થળોનો વિકાસ કરવા પ્રયાસ
આપણા પ્રવાસનમાં વિશ્વને આકર્ષવાની તાકાત છે. રામાયણ સરકીટ તેનુ ઉદાહરણ છે. ભગવાન રામને જાણવાનો મોકો મળે છે. તેવી જ રીતે બૌધ્ધ સરકીટ પણ લોકોને ભગવાન બૌધ્ધ માટે જાણવાની તક પૂરી પાડે છે. આપણા પ્રવાસન વિભાગ સ્વદેશ દર્શનના ભાગરૂપે દેશના અનેક ઉપેક્ષિત સ્થળોનો વિકાસ કરવા પ્રયાસ કરી રહ્યાં છે. આપણી આસ્થાને જોડવાનુ કામ પૂર્વજોએ કર્યુ છે. પણ દુર્ભાગ્યે આપણે સક્ષમ થયા પણ આ વિસ્તારોને દુર્ગમ સમજીને છોડી દીધા. બાબા કેદારનાથનો વિકાસ કે ઉતરાખંડના ચાર ધામ માટે ટનલ હાઈવે, વૈશ્નોદેવી માટે વિકાસ થઈ રહ્યો છે.
-
વિશાળ મંદિરની સાથે સમૃદ્ધ અને સંપન્ન ભવન નિર્માણ થશે
વિશ્વમાં સોથી વધુ સોનુ મંદિરોમાં હતુ. એ દિવસે પૂરુ થશે વિશાળ મંદિરની સાથે સમૃદ્ધ અને સંપન્ન ભવન નિર્માણ થશે ત્યારે આનો સંકલ્પ પૂર્ થશે તેમ ડોકટર રાજેન્દ્ર પ્રસાદે સંકલ્પ કર્યો હતો. સબકા સાથ, સબકા વિકાસ સબકા પ્રયાસ સૌરાષ્ટે સોમનાથમ. પશ્ચિમમાં સોમનાથ નાગેશ્વરથી ળઈને પૂર્વમ વૈધનાથ અને ઉતરમાં કેદારનાથથી દક્ષિણમાં રામેશ્વરમ સુધીના 12 જ્યોર્તિલિંગ એકબીજાને સાકળવાનું કામ કરે છે. આપણા ચારેય ધામ, શક્તિધામને જોડવાનુ છે જે એક ભારત શ્રેષ્ઠ ભારત છે.
-
અતિતના ખંડેરો પર આધુનિક નિર્માણોનુ સર્જન કર્યુ છેઃ મોદી
પુનઃનિર્માણની આ ભવ્ય યાત્રા દશકોનુ નહી પણ સદીઓની દ્રઢ ઈચ્છાશક્તિ અને વૈચારિક નિર્ણયોની તાકાત છે. અનેક કઠીનાઈનો સામનો કરીને 1950માં આધુનિક મંદિર દિવ્યરૂપ્ ઊભુ થયુ. આજે દેશ આગળ વધી રહ્યો છે. રામ મંદિરના રૂપમાં નવા ભારત ઊભુ થઈ રહ્યુ છે. ઈતિહાસથી શીખીને વર્તમાનને સુધારવાની વાત છે.અને તેને ભારત જોડવાની વાત માત્ર વૈચારિક નહી પણ ભવિષ્યના ભારત માટે અતિત સાથે જોડવાનો સંકલ્પ છે. અતિતના ખંડેરો પર આધુનિક નિર્માણોનુ સર્જન કર્યુ છે.
-
-
સત્યને અસત્યથી હરાવી ના શકાયઃ મોદી
આજે દુનિયામા કોઈ પણ વ્યક્તિ આ ભવ્યતાને જોવે છે ત્યારે તેમને સેકડો હજ્જારો વર્ષથી પ્રેરણા આપતા અને માનવ મૂલ્યોના રક્ષણ કરતા જણાય છે. આપણા ઋષિઓએ પ્રકાશ અને જ્ઞાનનો પૂંજ દર્શાવ્યા હતા. સત્યને અસત્યથી ના હરાવી શકાય. મંદિર તોડાયા. અસ્તિત્વ મટાવવા તોડી પડાયુ પણ જેટલી વાર તોડાયુ એટલી વાર ઊભુ થયુ. વિશ્વ માટે વિશ્વાસ છે. અને આશ્વાસ છે. આંતકના બલબૂતા પર વિચાર ઉભો કરવા માગે છે, તેઓ ભલે થોડાક સમય માટે ઉભા થાય પણ તેઓ કાયમી નથી રહેતા તેમ વડાપ્રધાને કહ્યું.
-
શિવ, વિનાશમાં પણ વિકાસ કરે છેઃ મોદી
સોમનાથ ખાતે ઉભા કરાયેલ વિકાસનો લાભ યાત્રીઓ લઈ શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મોદીએ કહ્યુ કે, નવા આકર્ષણ અને નવા રોજગાર પણ વધશે. સુરક્ષા પણ વધશે. સોમનાથ એક્ઝીબિશન ગેલેરીથી આપણી આસ્થાને પ્રાચિન સ્વરૂપે જોવાનો અવસર મળશે. સદા શીવની ભૂમિ રહી છે. કલ્યાણને સિધ્ધિ પ્રદાન કરે તે શીવ છે. વિનાસમાં પણ વિકાસનુ સર્જન કરે છે. અનાદી છે. તેથી તેમને અનાદી યોગી કહેવાયા છે.
-
સરદાર વલ્લભભાઈના પ્રયાસને આગળ ઘપાવ્યાઃ મોદી
સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આઝાદીના 75માં વર્ષમાં સરદારના પ્રયાસને આગળ વધારી રહ્યા છીએ. લોકમાતા અહલ્યાબાઈ હોલકરને પ્રણામ કરતા કહ્યુ કે તેમણે પ્રચીનતા અને આધુનિકતાનો સંગમ તેમના જીવનમાં હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કચ્છ સુધી આધુનિકતા જોડાય છે તો શુ પરિણામ આવે તે ગુજરાતે જોયુ છે.
-
સાક્ષાત સોમનાથમાં હોવાનો અનુભવઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હુ ભલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયો હોઉ પણ મને સાક્ષાત સોમનાથમાં હોઉ તેવો અનુભવ થઈ રહ્યો છે. સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂના સોમનાથ મંદિરના લોકાર્પણનો લાભ મળ્યો છે. પાર્વતી માતાના મંદિરનો શીલાન્યાસ પણ કરવામા આવ્યો છે અને તે પણ શ્રાવણના પવિત્ર મહિનામાં થઈ રહ્યો છે તે ભગવાન સોમનાથના આર્શીવાદને કારણે શક્ય બન્યુ છે.
-
સોમનાથની મહિમા દેશ અને દુનિયામાં થાય તેવા પ્રયાસઃ અમિત શાહ
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશના પ્રથમ જ્યોર્તિલીગ એવા સોમનાથનો હજુ પણ વિકાસ કરાશે અને તેની મહિમા દેશ અને દુનિયામાં થાય તેવા પ્રયાસ કરાશે તેમ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું.
-
કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત અનેક તીર્થસ્થાન વિકાસ પામી રહ્યાં છેઃ અમિત શાહ
અમિત શાહે એમ પણ કહ્યુ કે, કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત અનેક તીર્થસ્થાન વિકાસ પામી રહ્યાં છે. સમુદ્ર દર્શન પથ પાસે સ્થાનિક ફેરિયાઓને રોજગાર માટે સ્થાન આપવામાં આવશે. અહલ્યાબાઈએ બનાવેલ જૂના સોમનાથ મંદિરનો પણ લોકાર્પણ કરાશે. 1783માં જૂનાગઢના નવાબ સાથે કરાર કરીને ગાયકવાડે બનાવેલ મંદિરનુ પણ જીર્ણોદ્વાર કરાશે.
-
વિનાશ કરતા વિકાસની વાત મહત્વનીઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2010માં સોમનાથ ટ્ર્સ્ટ સાથે જોડાયા ત્યારથી આ વિસ્તારમાં વિકાસનો નકશો તૈયાર કર્યો હતો. સ્વચ્છતા માટે દેશના અનેક મંદિરો પૈકી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. યાત્રીઓને સુવિધા મળે તે માટે પ્રયાસ કર્યા છે. સોમનાથની આરતી ડિજિટલ સ્વરૂપે સૌથી વધુ જોવાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ, કે એમ મુન્શીની કલ્પના મુજબનું મંદિર બન્યુ છે. વિનાશ કરવા કરતા વિકાસ કરવાની વાત મહત્વની છે તેમ પણ તેમણે કહ્યુ હતું.
-
સોમનાથ મંદિરની રચના અંગે જાણકારી આપતી ગેલરી પણ બનાવાઈઃ વિજય રૂપાણી
મંદિર શિલ્પકાર્ય અને મંદિરની રચના બાબતે લોકો જાણકારી લઈ શકે તે માટે સોમનાથ ખાતે 80 કરોડના ખર્ચે કાયમી ગેલેરી બનાવવામાં આવી છે. ડિજિટલ દર્શનમાં લોકોએ સારો લાભ લીધો હોવાનું મુખ્ય પ્રધાને કહ્યુ. કૌશલ્ય યોજનામાં સ્થાનિકોને રોજગારલક્ષી લાભ લીધો છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથના વિકાસની નવી દિશા આપીઃ વિજય રૂપાણી
આજના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, સોમનાથ ટ્રસ્ટના ટ્ર્સ્ટીઓ જોડાયા હતા. 2010માં સોમનાથના વિકાસમાં નવી દિશા અને દ્રષ્ટિ આપવામાં આવી હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ હતું. સોમનાથ ખાતે દર્શને આવતા પ્રવાસીઓ માટે 300 રૂમ સાથે આવાસ પણ બનાવવામાં આવ્યા છે. ભારત સરકારે દ્રારકા અને સોમનાથના વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવી છે.
-
પવિત્ર શ્રાવણ મહિનામાં શિવ મહિમ્ન સ્તોત્રના ગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ
કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાત સરકારના સહયોગથી સમુદ્ર પથ બનાવેલ છે. જેનુ લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરાશે. આ કાર્યક્રમની શરૂઆત શિવ મહિમ્ન સ્તોત્રના ગાન સાથે કરવામાં આવી હતી.
Published On - Aug 20,2021 11:03 AM