AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગિરનાર જંગલના પ્રતિબંધિત વિસ્તારમાંથી ચંદનના 6 વૃક્ષની ચોરી, તસ્કરોએ થડમાંથી વૃક્ષો કાપ્યા

ગિરનાર જંગલના પ્રતિબંધિત વિસ્તારમાંથી ચંદનના 6 વૃક્ષની ચોરી, તસ્કરોએ થડમાંથી વૃક્ષો કાપ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 10:02 PM
Share

લાલધોરી તરીકે ઓળખાતી એગ્રીકલ્ચરની જગ્યામાં રહેલા 6 ચંદનના વૃક્ષો અજાણ્યા શખ્સો કાપી ફરાર થઈ ગયા.6 વૃક્ષોની અંદાજિત કિંમત આશરે બે લાખ રૂપિયાથી વધુ છે.

JUNAGADH : જૂનાગઢના ગિરનાર જંગલમાં અનેક ચંદનના વૃક્ષો આવેલા છે.ત્યારે ગિરનારમાં ચંદનના ઝાડની ચોરીની ઘટના બની છે.આ વખતે પ્રતિબંધિત વિસ્તારમાંથી એક બે નહીં પરંતુ છ ચંદનના વૃક્ષો કપાયા છે.લાલધોરી તરીકે ઓળખાતી એગ્રીકલ્ચરની જગ્યામાં રહેલા 6 ચંદનના વૃક્ષો અજાણ્યા શખ્સો કાપી ફરાર થઈ ગયા.6 વૃક્ષોની અંદાજિત કિંમત આશરે બે લાખ રૂપિયાથી વધુ છે.

રાજ્યમાં આશરે બે મહિના પહેલા મહેસાણા જિલ્લામાં પણ આવી જ ઘટના બની હતી. મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં ખેતરમાંથી ચંદનના ઝાડની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુમાં એક ખેડૂતે ખેતરના શેઢા પર કુલ 12 ચંદનના ઝાડ વાવ્યાં હતા. ખેતરમાંથી 12 માંથી 7 ઝાડની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરારથઇ ગયા હતા જેને કારણે ખેડૂતને એક લાખથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતે અજાણ્યા ઇસમપ સામે ફરિયાદ નોંધાવી હતી.

જુનાગઢ અને એના પહેલા મહેસાણાના ખેરાલુમાં બનેલી આ બંને ઘટનાઓમાં ઘણી બધી સમાનતા છે. ચંદનના વૃક્ષની ચોરીની આ બંને ઘટનામાં અજાણ્યા ઈસમોએ મશીન મારફતે ચંદનના ઝાડ કાપીને ચોરી ગયા છે. જુનાગઢમાંથી ચોરાયેલા 6 વૃક્ષોની અંદાજિત કિંમત આશરે બે લાખ રૂપિયાથી વધુ છે. બંને બનાવો વચ્ચે રહેલી સમાનતાથી ચંદનચોરી કરનારી આ એક જ રાજ્યવ્યાપી ગેંગ હોવાની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો : રાજકોટમાં પીજીવીસીએલની ઓફિસે કિસાન સંઘનું હલ્લાબોલ, ખેડૂતોને પુરતી વીજળી આપવા રજૂઆત

આ પણ વાંચો : 25 વર્ષના છોકરાની છાતીમાં હતી 14 કિલોની ગાંઠ, ડોકટરોએ સર્જરી કરી બચાવ્યો જીવ્યો

g clip-path="url(#clip0_868_265)">