25 વર્ષના છોકરાની છાતીમાં હતી 14 કિલોની ગાંઠ, ડોકટરોએ સર્જરી કરી બચાવ્યો જીવ્યો

સર્જરી માટે સાધનોનો ઉપયોગ કરીને દર્દીની છાતી બંને બાજુથી ખોલવામાં આવી હતી અને છાતીના મુખ્ય હાડકાને વચ્ચેથી કાપવું પડ્યું હતું.

25 વર્ષના છોકરાની છાતીમાં હતી 14 કિલોની ગાંઠ, ડોકટરોએ સર્જરી કરી બચાવ્યો જીવ્યો
25 year old boy had 14 kg tumor in her chest, doctors saved her life by doing surgery

ગુરુગ્રામ (Gurugram)ની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોએ 25 વર્ષના છોકરાની છાતીમાંથી લગભગ 14 કિલોની ગાંઠ (Tumor)છે. આ ગાંઠ દર્દીની છાતીની મોટાભાગની જગ્યા પર કબજો કરી ચૂકી હતી. ગાંઠને કારણે તેના ફેફસાં પણ માત્ર દસ ટકા કામ કરી રહ્યા હતા. આ ગાંઠ ફૂટબોલબ બોલ કરતાં મોટી હતી. ફોર્ટિસ હોસ્પિટલના ડોક્ટરો, જેમણે ગાંઠની સર્જરી કરી હતી તેઓ દાવો કરે છે કે તે આ અત્યાર સુધીની દુનિયાની સૌથી મોટી છાતીની ગાંઠ હતી, જેને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે.

ગાંઠનું ઓપરેશન ડોકટરો માટે પડકાર
દિલ્હી નિવાસી દર્દી બલવીર શર્મા (નામ બદલ્યું છે)ને ગંભીર હાલતમાં ફોર્ટિસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડોક્ટરોએ પહેલા દર્દીના લોહીની તપાસ કરી અને પછી અલ્ટ્રાસાઉન્ડ કર્યું. જેમાં જાણવા મળ્યું કે તેની છાતીમાં મોટી ગાંઠ છે. જેણે તેના હૃદયને ઢાંકી દીધું છે અને ફેફસાને પણ તેની જગ્યા પરથી ખસેડી દીધું છે. હોસ્પિટલના સીનીયર ડોક્ટર ઉદ્દિગ ધીરે જણાવ્યું કે દર્દીની હાલત જોઈને તેનું ઓપરેશન કરવું એક મોટો પડકાર હતો.

છાતી ખોલીને હાડકું કાપવામાં આવ્યું
આ ઓપરેશન માટે પ્રથમ નિષ્ણાત ડોકટરોની ટીમ બનાવવામાં આવી હતી. દર્દીનો સંપૂર્ણ મેડીકલ રેકોર્ડ પણ તપાસવામાં આવ્યો હતો. સર્જરી માટે સાધનોનો ઉપયોગ કરીને દર્દીની છાતી બંને બાજુથી ખોલવામાં આવી હતી અને છાતીના મુખ્ય હાડકાને વચ્ચેથી કાપવું પડ્યું હતું. નાની સર્જરીથી આટલા મોટા કદની ગાંઠને દૂર કરવું અશક્ય હતું. તેથી છાતીને સંપૂર્ણપણે ખોલવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, દર્દીના શરીરમાં લોહીનો પૂરતો પ્રવાહ જાળવવો સૌથી વધારે મહત્વનું હતું. તમામ બાબતોનું ધ્યાન રાખીને દર્દીની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

ખૂબ કાળજીપૂર્વક સર્જરી કરવામાં આવી
ડોક્ટરે જણાવ્યું કે દર્દીની સર્જરી કરવામાં ખૂબ કાળજી રાખવામાં આવી હતી. કારણ કે નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. મોટી ગાંઠના કારણે આ એક ખૂબ જ જોખમી સર્જરી હતી અને ઘણી રક્તવાહિનીઓના કારણે સર્જરી કરવી પણ મુશ્કેલ હતી. દર્દી બલવીરે કહ્યું કે સર્જરી પહેલા આ ગાંઠને કારણે તેનું વજન 82 કિલો થઈ ગયું હતું. પરંતુ હવે તેને ઘણું હલકું લાગવા માંડ્યું છે. હવે તેનું વજન ઘટીને 69 કિલો થઈ ગયું હતું. બલવીર કહે છે કે આ ગાંઠ દૂર થયા બાદ હવે તેને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી અને તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

આ પણ વાંચો : PMJAY : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વ્યાપ વધારી રહી છે કેન્દ્ર સરકાર, હેલ્થ બજેટમાં પણ વધારો કરાશે

આ પણ વાંચો :  અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઇકોર્ટનું આકરું વલણ, જવાબદાર વિરુદ્ધ પગલાં લેવા આદેશ

Click on your DTH Provider to Add TV9 Gujarati