સુરતમાં પિતા અને દીકરીના સંબંધને લજવતો કિસ્સો, 10 વર્ષીય પુત્રી સાથે સગા પિતાએ આચર્યું દુષ્કર્મ

સુરતમાં પિતા અને દીકરીના સંબંધને લજવતો કિસ્સો, 10 વર્ષીય પુત્રી સાથે સગા પિતાએ આચર્યું દુષ્કર્મ
In Surat, a father raped his 10-year-old daughter (સાંકેતિક તસ્વીર)

મૂળ નેપાળ રહેવાસી અને રોજીરોટીની તલાશમાં લોકડાઉન બાદ ચાર મહિના પહેલા જ સુરત ખાતે આવી સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા પરિવારમાં માતા-પિતા સાથે ત્રણ બાળકો હતા. પિતા હોટેલમાં કામ કરે છે અને માતા ઘર કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે.

Baldev Suthar

| Edited By: Utpal Patel

Mar 04, 2022 | 2:40 PM

સુરતની સૂરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં રોજીરોટીની તલાશમાં આવીને વસેલા સુમિત પરિવારની 10 વર્ષની માસૂમ કિશોરી ઘરમાં હતી. ત્યારે બીજા ભાઈ બહેનને ડરાવીને કિશોરીને એકલતાનો લાભ હવસખોર પિતાએ (Havaskhor father)લાભ ઉઠાવ્યો હતો. અને બાદમાં હવસખોર પિતાએ પોતાની 10 વર્ષની કિશોરી સૃષ્ટિ વિરુદ્ધનું (Mischief)કૃત્ય આચરી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ હાલ કિશોરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરીને ગણતરીના કલાકોમાં હવસખોર પિતાની ધરપકડ કરી છે.

દીકરી પર દુષ્કર્મ કરનાર અન્ય કોઈ નહી પણ સગો બાપ બન્યો હેવાન

મૂળ નેપાળ રહેવાસી અને રોજીરોટીની તલાશમાં લોકડાઉન બાદ ચાર મહિના પહેલા જ સુરત ખાતે આવી સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા પરિવારમાં માતા-પિતા સાથે ત્રણ બાળકો હતા. પિતા હોટેલમાં કામ કરે છે અને માતા ઘર કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. આ પરિવારમા ત્રણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જ્યાં 10 વર્ષની મોટી દીકરી બપોરના સમયે હતા. તે સમયે ભાઈ અને બહેનને ઘરની બહાર મોકલી હતી. ત્યારે હવસ ખોર પિતાએ પોતાની દીકરીનો એકલતાનો લાભ લઇને કિશોરી સાથે દુષ્કર્મ આચરી ભાગી ગયો હતો.જોકે માતા પર કામ પર ગયા હતા. અને ત્યાંથી પરત આવ્યા તે સમયે દીકરી ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા માતા પર આભ ફાટ્યું હતું.

બનાવને પગલે તુરંત તાત્કાલિક ઘટનાની જાણ સરથાણા પોલીસને કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરીને કિશોરીને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જયાં કિશોરી સાથે દુષ્કર્મ આચરાયું હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ કિશોરીની તબિયત સાધારણ છે. ઘટનાની જાણ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બનાવને પગલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા હવસખોર બીજું કોઈ નહિ પણ દીકરીનો સગો બાપ હોવાનું સામે આવતા સુરત પોલીસે હવસખોર સગા બાપની પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા પિતા ભાંગી પડ્યા અને કહ્યુંકે મારાથી આ ભૂલ થઈ ગઈ છે.

મહત્વની વાત એ છે ઘટના બન્યા બાદ હવસખોર પિતા પોતાનું પાપ છુપાવવી કોશિશ કરી હતી. બાદ સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતા બે વખત તેના પિતા અને મામા ઘરે જતા દેખાયા બાદમાં ત્રીજી વખત માત્ર પિતા ઘરે જતા દેખાયા હતા .જેથી પોલીસે મામા અને પિતાની રાઉન્ડ અપ માં લીધા હતા. ત્યારે પિતાની કડકાઈથી પૂછપરછ કરતા હવસખોર પિતા કબૂલાત કરી હતી. તુરંત પોલીસે આ મામલે હવસખોર પિતાની ધરપકડ કરી લઈને દુષ્કર્મનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

સુરત નાયબ પોલીસ કમિશનર પ્રવીણ માલે જણાવ્યું હતું આ ઘટના પગલે શરૂઆતમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ ના આધારે માલુમ પડ્યું હતું. હવસખોર અન્ય નહી પણ તેના પિતા હતા. હાલ તો હવસખોર પિતાની ધરપકડ કરીને આગળની કરવાથી શરૂ કરી છે. વધુમાં કહ્યું હતું જ્યારે પિતા ઘરમાં ગયો હતો ત્યારે તેની નાની દીકરી નાના ભાઈને બાથરૂમ પૂરી દીધા હતા. બાદ હવસખોર પિતા પોતાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

કિશોરી પર દુષ્કર્મનો ભેદ સીસીટીવી ફૂટેજમાં આધારે ઉકેલાયો. મહત્વની વાત એ છે બનાવ બનતા સુરત પોલીસ અલગ અલગ દિશામાં તપાસ આરંભી હતી કોઈ કડી મળી હતી. અને ટેકનિકલ ટીમની મદદ લઈને આજુબાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સગા પિતા ઘરે જતા નજરે પડ્યાં હતાં. અને પછી ઘરમાંથી બહાર ન નીકળતા હતા જેને પગલે પોલીસને હવસખોર પિતાને દબોચી લેતા હવસખોર પિતાએ કબૂલાત કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad: સિટી બસની સેવા લેનારી કોર્પોરેશને જ 2 વર્ષથી નથી ચુકવ્યુ ભાડુ, ખોટમાં ચાલતી AMTSનું કોર્પોરેશને કરોડોનું ભાડુ નથી ભર્યુ

આ પણ વાંચો : બજેટથી નાખુશ : ગુજરાત સરકારે રત્નકલાકારો સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati