બજેટથી નાખુશ : ગુજરાત સરકારે રત્નકલાકારો સાથે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ
હીરાઉધોગ રત્નકલાકારોની મહેનત અને પરિશ્રમથી ચાલે છે પરંતુ અમુક લોકો હીરાઉધોગ મા રત્નકલાકારો હીરાની સાથે કાયમી ઘસાતા રહે એવી ઈચ્છા રાખે છે જેથી ગુજરાત સરકારનુ બજેટ હીરાઉધોગ ના રત્નકલાકારો માટે ખૂબ નિરાશાજનક છે અને સરકારની વિરોધની નીતિ વખોડવાને પાત્ર છે .
ડાયમંડ(Diamond ) વર્કર યુનિયન એ રત્નકલાકારોની માંગણીઓ ગુજરાત(Gujarat ) સરકાર અને નાણામંત્રી સમક્ષ પહોંચાડી હતી . બજેટ અંગે ડાયમંડ વર્કર યુનિયનએ માંગ કરી હતી કે હીરાઉધોગના રત્નકલાકારો (Diamond Worker )પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો એટલે કે પ્રોફેશનલ ટેક્ષ નાબૂદ આવે જે બાબતે સરકારે જાહેર કર્યો છે કે 6 હજાર થી 8999 સુધીનો પગાર મેળવતા લોકો તથા 9 હજાર થી 11,999 સુધીનો પગાર મેળવતા લોકો પાસેથી વ્યવસાય વેરો લેવામા નહીં આવે.
પરંતુ આ નિર્ણયથી હીરાઉધોગના રત્ન કલાકારોને કોઈ જ ફાયદો થવાનો નથી. ડાયમંડ વર્કર યુનિયનની બીજી માંગણી હતી કે છેલ્લા ઘણા સમયથી હીરાઉધોગ મા રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે , ગુજરાત સરકારે એક હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવુ જોઈએ અને રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજના જાહેર કરવી જોઈએ. પરંતુ સરકારે રત્નકલાકારોની વાજબી માંગણીઓ ઉપર ધ્યાન આપ્યું નથી .
ત્રીજી માંગણી હીરાઉધોગમાં બેરોજગારી અને આર્થિક તંગીને કારણે આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા રત્નકલાકારોના પરિવારો સાવ નોંધારા થઈ જાય છે તેમને સરકાર કે ઉધોગપતિઓ કોઈ મદદ કરતા નથી માટે ડાયમંડ વર્કર યુનિયનએ ગુજરાત સરકાર રજુઆત કરી છે કે હીરાઉધોગના વિકાસમાં પોતાની જિંદગી ઘસી નાખનારા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ કરવી જોઈએ અને તેમના બાળકો ના શિક્ષણ ની જવાબદારી સરકારે ઉપાડવી જોઈએ પરંતુ સરકારે રત્નકલાકારોની એકપણ પણ યોજના નહી મુકી માંગણી સ્વીકારી નથી .
હીરાઉધોગ રત્નકલાકારોની મહેનત અને પરિશ્રમથી ચાલે છે પરંતુ અમુક લોકો હીરાઉધોગ મા રત્નકલાકારોની હીરાની સાથે કાયમી ઘસાતા રહે એવી ઈચ્છા રાખે છે જેથી ગુજરાત સરકારનુ બજેટ હીરાઉધોગ ના રત્નકલાકારોની માટે ખૂબ નિરાશાજનક છે અને સરકારની રત્નકલાકારો વિરોધની નીતિ વખોડવાને પાત્ર છે .
જેથી આ બજેટ રત્નકલાકરોની માંગણી નહીં સંતોષાતા રત્નકલાકાર સંગઠન નાખુશ દેખાઈ રહ્યું છે. ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારો માટે એક પણ યોજના સ્વીકારી નહીં હોવાની ફરિયાદ કરી હતી. અને હજી પણ સરકારે આ અંગે ધ્યાન આપવું જોઈએ તેવી રજુઆત કરી છે.