જો-જો સસ્તા સોનાની લાલચમાં ઠગાઇ ન જતા ગાંધીધામ LCB એ બેને ઝડપ્યા, જાણો શું છે ઠગાઇની MO?

આ ટોળકી નકલી સોનાના બિસ્કીટ તથા નકલી પૈસા વડે વેપારીને પ્રભાવીત કરી તેનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ સસ્તુ સોનુ અપાવવાની લાલચ આપતા શરૂઆતમાં એકાદ બિસ્કીટ સાચુ આપી તેનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ મોટી રકમ પડાવી ઠગાઇ આચરતા.

જો-જો સસ્તા સોનાની લાલચમાં ઠગાઇ ન જતા ગાંધીધામ LCB એ બેને ઝડપ્યા, જાણો શું છે ઠગાઇની MO?
If Gandhidham LCB caught the two without cheating in the lure of cheap gold, know what is the MO of fraud?
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Oct 25, 2021 | 5:10 PM

કહેવાય છે ને કે લોભીયા હોય ત્યા ધુતારા ભુખ્યા ન રહે અનેક લાલબત્તી સમાન કિસ્સાઓ છંતા સસ્તા સોનાની લાલચમાં ગુજરાતમાં અનેક લોકો ઠગાઇ રહ્યા છે. તો કચ્છમાં પણ આવા અનેક કિસ્સાઓ બન્યા છે. કે જ્યા સસ્તા સોનાની લાલચે વેપારી સાથે લાખો રૂપીયાની ઠગાઇ થઇ હોય જો વાત કચ્છની કરવામાં આવે તો કચ્છના મુખ્ય મથક ભુજની ટોળકી આવા કારનામાં માટે કચ્છ નહી છેક રાજસ્થાન સુધી પકાયેલી છે.

જોકે પુર્વ કચ્છમાં પણ આવોજ એક બનાવ થોડા દિવસ પહેલા પ્રકાશમાં આવ્યો હતો જેમાં મુળ તેલંગણા અને કચ્છમાં વેપાર કરતા એક વેપારી આવા ઠગબાજોની વાતોમાં આવી ગયા હતા. અને સસ્તુ સોનુ મેળવવાની લાલચમાં ઠગાઇ ગયા હતા. જોકે પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ઠગ ટોળકીના બે સાગરીતોને રોકડ રૂપીયા સોનાના નકલી અને અસલી બિસ્કીટ સહિત 14.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

શું હતો કિસ્સો ઠગાઇનો ?

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અંજાર વિસ્તારમાં ગઇકાલે તેલંગણાના એક વેપારી સાથે 40ટકા ડિસ્કાઉન્ટ સાથે સસ્તુ સોનુ આપવાની લાલચે 25 લાખની ઠગાઇ થઇ હતી જો કે વેપારીને ઠગાઇનો અહેસાસ થતા તેને અંજાર પોલિસે મથકે આ સંદર્ભે ફરીયાદ કરી હતી. જે મામલે આજે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ઠગ ટોળકીના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં લીયાકત અલી ઉર્ફે અલીરસીસુલ્લા નોડે રહે લુડીયા તા.ભુજ તથા અલીશા કાસમશા શેખ રહે અંજારને ઝડપી પાડ્યા છે. અસલી રૂપીયાની અંદર કાગળ રાખેલા બંડલ તથા સોનાના બિસ્કીટ જેવા લાગતા ડુપ્લીકેટ બિસ્કીટ નંગ 37 સહિત 14.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

આ ટોળકી નકલી સોનાના બિસ્કીટ તથા નકલી પૈસા વડે વેપારીને પ્રભાવીત કરી તેનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ સસ્તુ સોનુ અપાવવાની લાલચ આપતા શરૂઆતમાં એકાદ બિસ્કીટ સાચુ આપી તેનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ મોટી રકમ પડાવી ઠગાઇ આચરતા. જોકે તેની સાથેના અન્ય લોકોને ઝડપવા સાથે પોલિસે જાહેર જનતાને આવી લોભામણી વાતોમાં ન આવી પોલિસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

કચ્છમાં આવી નાની મોટી અનેક ટોળકીઓ સક્રિય છે. જે કચ્છ-ગુજરાત અને છેક રાજસ્થાન સુધી આવી રીતે લોકો સાથે ઠગાઇ કરી ચુકી છે. જેમા ભુજની ટોળકી આવા કારનામાં માટે પંકાયેલી છે.  જો કે કેટલાક કિસ્સાઓમાં ફરીયાદ ન થતા -આવા ઠગાઇના કિસ્સાઓ કરવા નવા-નવા કિમીયા અજમાવી લોકોને શીશામાં ઉતારી રહ્યા છે. ત્યારે આવી લોભામણી સસ્તા સોનાની યોજનામાં લોકો ન આવી જાય તેવી પોલિસને જાહેર અપિલ છે. કેમકે વધુ મેળવવાની લાલચમાં તેમને ગુમાવવાનો વારો આવી શકે છે. જો કે પુર્વ કચ્છમાં પણ આવી ટોળકી સક્રિય થતા પોલિસ પણ વધુ સક્રિય બની છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">