હૈદરાબાદ પોલીસે નકલી ચલણી નોટ બનાવતી ગેંગનો કર્યો પર્દાફાશ, 5 આરોપીઓની 16 લાખની નકલી નોટો સાથે કરાઈ ધરપકડ

TV9 GUJARATI

|

Updated on: Aug 20, 2021 | 4:26 PM

હૈદરાબાદ પોલીસની ટાસ્ક ફોર્સે નકલી ચલણી નોટો બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.

હૈદરાબાદ પોલીસે નકલી ચલણી નોટ બનાવતી ગેંગનો કર્યો પર્દાફાશ, 5 આરોપીઓની 16 લાખની નકલી નોટો સાથે કરાઈ ધરપકડ
Hyderabad police busts counterfeit currency gang

હૈદરાબાદ પોલીસની ટાસ્ક ફોર્સે નકલી ચલણી નોટો બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી 16 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ ટોળકીએ આ તમામ નકલી ચલણી નોટો બજારમાં લાવવાની યોજના બનાવી હતી. અત્યાર સુધી બજારમાં ઘણી નકલી ચલણી નોટો બદલવામાં આવી છે. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ટાસ્ક ફોર્સની વેસ્ટ ઝોનની ટીમે ગુપ્ત માહિતી મળતા આ ગેંગ પર દરોડા પાડ્યા હતા અને ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલી ગેંગના તમામ પાંચ લોકો અલગ અલગ નોકરી કરી રહ્યા છે. જેમાં ફોટોગ્રાફર, બીએસએફ જવાન, કુરિયર બિઝનેસ વર્કર અને બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

પોલીસે પ્રિન્ટિંગનો સામાન પણ જપ્ત કર્યો

પોલીસને આરોપી પાસેથી 16 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી છે. આ સિવાય પોલીસે પ્રિન્ટિંગ સામગ્રી પણ જપ્ત કરી છે. જેમાં કેનન પ્રિન્ટર, ડેલ લેપટોપ, ગ્રીન ગિફ્ટ રેપર્સ, નોટ પ્રિન્ટેડ પેપર વગેરેનો સમાવેશ થાય છે. હૈદરાબાદ સિટી પોલીસ કમિશનર અંજની કુમારે કહ્યું કે, આ લોકો ભેગા મળીને એક ઘરમાં નકલી નોટો છાપતા હતા.

એ પણ કહ્યું કે, આ ગેંગ લીટમાં ગ્રીન ગિફ્ટ રેપરના પાતળા ટુકડા ચોંટાડી દેતી હતી. આ નોટો વાસ્તવિક જેવી લાગતી હતી. તેઓ બજારમાં સરળતાથી બદલાતા હતા. વાસ્તવિક અને નકલી નોટો ખૂબ નજીકથી જોયા પછી જ સમજાય છે, પરંતુ બહુ ઓછા લોકો નજીકથી જુએ છે.

મહત્વનું છે કે, ત્રણ અઠવાડિયા પહેલા કેરળની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) અને એર્નાકુલમ ગ્રામ્ય પોલીસે મંગળવારે સંયુક્ત ઓપરેશનમાં ઇલાનજી ગામમાં નકલી ચલણી નોટો છાપવા અને ચલાવવામાં સામેલ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. માહિતી આપતા પોલીસે કહ્યું હતું કે, પાંચ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગના વધુ બે લોકોને શોધવા તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે 500-500 રૂપિયાની 1,510 નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. જેની કિંમત 7.5 લાખ રૂપિયાથી વધુ છે. તે જ સમયે, દરોડા દરમિયાન નકલી નોટો બનાવવા માટે વપરાતા મશીનો, કાગળ અને શાહી સહિત અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: PM Modi Inaugurates projects in Somnath LIVE: આતંકથી આસ્થાનો અંત ના આવી શકે, સત્યને અસત્યથી હરાવી ના શકાય, અતીતના ખંડેરો પર આધુનિક નિર્માણનુ સર્જન કરાયુ છેઃ નરેન્દ્ર મોદી

આ પણ વાંચો: UNSCમાં વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું ,લશ્કર-જૈશ જેવા પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે પગલા ના લેવાતા બન્યા બેખોફ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati