ગુજરાત સાયબર સેલે શરૂ કરી એક અત્યાધુનિક સાયબર લેબ, સાયબર ગુના ઉકેલવામાં થશે અત્યંત મદદરૂપ
વધતી ટેક્નોલોજી વચ્ચે સાયબરના ગુનાનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગુજરાતનું સાયબર સેલ પણ હાઈ ટેક બન્યું છે.
વધતી ટેક્નોલોજી વચ્ચે સાયબરના ગુનાનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગુજરાતનું સાયબર સેલ પણ હાઈ ટેક બન્યું છે. અત્યાધુનિક સંશાધનો સાથે સાયબર લેબની શરૂઆત કરવામાં આવી છે જેમાં હાઈ કન્ફીગર્ડ સિસ્ટમની મદદથી સાયબરના ગુના ઉકેલવા પ્રયાસ કરવામાં આવશે.
ટેક્નોલોજી વધવાની સાથે-સાથે સામાન્ય માણસ પણ સાયબર સ્પેસમાં પ્રવેશી ચૂક્યો છે. ઓનલાઈન પદ્ધતિને મારફતે સરળતા તો વધી છે પરંતુ અનેક સંજોગોમાં આ સરળતા દુવિધા ઊભી કરે છે અને આર્થિક નુક્સાનીમાં મૂકી દે છે. સાયબરના ગુના વધતાં જઈ રહ્યાં છે તેમ તેમ પોલીસ પણ હવે સાયબર ગુના આચરતાં શખ્સો સામે બાથ ભીડવા તૈયાર થઈ રહી છે. ગુજરાત સાયબર સેલે શરૂ કરી છે એક અત્યાધુનિક સાયબર લેબ. પોલીસને વિશ્વાસ છે કે, આ લેબના મારફતે સાયબર ગુના ઉકેલવામાં અત્યંત મદદરૂપ થઈ શકશે.
શરૂ કરાયેલી હાઈ ટેક સાયબર લેબમાં ઓ.એસ. ટેમ્પ્રેચરના માધ્યમથી કામગિરી કરવામાં આવે તેવા સંશાધનો વિકસાવાયા છે. હાઈ કન્ફીગર્ડ સિસ્ટમની અંદર પેન ડ્રાઇવ , હાર્ડ ડિસ્ક, મોબાઈલ ડેટા, લેપટોપ – ટેબ્લેટ સહિતના સંશાધનોના ડેટા મેળવી શકાય છે. 5 વર્ક સ્ટેશનની મદદથી કામગિરી કરાઈ રહી છે જેમાં 2 વર્ક સ્ટેશન 32 જીબી, 2 વર્ક સ્ટેશન 64 જીબી જ્યારે 1 વર્ક સ્ટેશન 128 જીબીની ક્ષમતા ધરાવતું પ્રોસેસર કામ કરે છે.
સાયબર સેલમાં લાવવામાં આવેલા તમામ હાઈ ટેક સંશાધનોની ખરીદી એફએસએલના અધિકારીઓની સુચના તથા હાજરીમાં થઈ છે. કુલ રૂ. 2.51 કરોડના ખર્ચે ફોરેન્સિક ટુલ્સ ખરીદાયા છે. રાજ્ય સ્તરની આ લેબમાં હજુ પણ સીડીઆર ટાવર એનાલિસિસ તેમજ મેમરી ફોરેન્સિક ટુલ્સ આગામી સમયમાં ખરીદવા માટે તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: Independence Day: પ્લાસ્ટિકથી બનેલા ધ્વજનો ઉપયોગ ન કરવા કેન્દ્રની રાજ્ય સરકારોને અપીલ