નવા વર્ષ પહેલા ઘરમાંથી આ નકામી વસ્તુઓ બહાર ફેંકો! આવશે સુખ-સમૃદ્ધિ

28 Dec 2024

Credit: getty Image

નવા વર્ષની શરૂઆત પહેલા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે અને નવા વર્ષમાં સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ ઘરમાંથી દૂર કરવામાં આવે તો સારું રહે છે.

નવા વર્ષની શરૂઆત પહેલા ઘરમાંથી સૂકા, સડેલા અને ખરાબ છોડને દૂર કરી દેવા જોઈએ. કરમાયેલા છોડને ઘરમાં ન રાખો.

તમારા કપડામાંથી બધા ફાટેલા અથવા જૂના કપડાં ઘરમાંથી બહાર કાઢો. ફાટેલા કપડા કે ચાદર રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. આ ગરીબીને કારણે તમને નુકસાન થઈ શકે છે.

જો તમારા ઘરમાં પણ કોઈ તૂટેલી કે બંધ થઈ ગયેલી ઘડિયાળ હોય તો તેને તરત જ રિપેર કરાવો અથવા તેને દૂર કરો.

ઘડિયાળનો સંબંધ વ્યક્તિના ભાગ્ય સાથે હોય છે. તેથી તેને બંધ ન રાખો. જો ચાલે એમ હોય તો સેલ નાખીને યોગ્ય જગ્યાએ રાખો.

નવું વર્ષ શરૂ થાય તે પહેલા તમારા ઘરમાંથી તૂટેલા કાચને દૂર કરો. જો તમારા ઘરમાં કોઈ કાચ કે અરીસો તૂટે કે તિરાડ પડે તો તેને તરત જ બહાર ફેંકી દો. 

નવા વર્ષ પહેલા જો ઘરમાં ભંગાર કે તૂટેલી વસ્તુઓ રાખવામાં આવી હોય તો તેને બહાર ફેંકી દો. ખરાબ, નકામી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો