ભાગેડુ બાબા નિત્યાનંદે અલગ દેશ “કૈલાસ” ની સ્થાપનાનો દાવો કર્યો, મુલાકાતીને મળશે મફત ફલાઇટ સહિતની સુવિધા

બળાત્કારના આરોપ બાદ ફરાર થઈ ગયેલા કથિત કથાકાર નિત્યાનંદે એક વર્ષ પહેલા કૈલાસા નામનું ‘સાર્વભૌમ હિન્દુ રાષ્ટ્ર’ સ્થાપ્યું હતું. હવે નિત્યાનંદે તેના દેશ કૈલાસા માટે પ્રવાસીઓને 3 દિવસનો વિઝા આપવાનું શરૂ કર્યું છે. રહસ્યમય દેશ કૈલાસા જવા માટે મુસાફરોએ પહેલા ઓસ્ટ્રેલિયા જવું પડશે અને તે પછી તેઓ ખાનગી ચાર્ટર્ડ ફ્લાઇટ ગરુડ દ્વારા નિત્યાનંદના દેશમાં જઇ […]

ભાગેડુ બાબા નિત્યાનંદે અલગ દેશ કૈલાસ ની સ્થાપનાનો દાવો કર્યો, મુલાકાતીને મળશે મફત ફલાઇટ સહિતની સુવિધા
Fugitive Baba Nityananda claimed the establishment of a separate country "Kailasa"
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 19, 2020 | 2:01 PM

બળાત્કારના આરોપ બાદ ફરાર થઈ ગયેલા કથિત કથાકાર નિત્યાનંદે એક વર્ષ પહેલા કૈલાસા નામનું ‘સાર્વભૌમ હિન્દુ રાષ્ટ્ર’ સ્થાપ્યું હતું. હવે નિત્યાનંદે તેના દેશ કૈલાસા માટે પ્રવાસીઓને 3 દિવસનો વિઝા આપવાનું શરૂ કર્યું છે. રહસ્યમય દેશ કૈલાસા જવા માટે મુસાફરોએ પહેલા ઓસ્ટ્રેલિયા જવું પડશે અને તે પછી તેઓ ખાનગી ચાર્ટર્ડ ફ્લાઇટ ગરુડ દ્વારા નિત્યાનંદના દેશમાં જઇ શકાય છે. આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં નિત્યાનંદ ઘોષણા કરતો જોવા મળી રહ્યો છે.

Controversial swami Nityananda fled the country in 2019

બળાત્કારની સુનાવણી ટાળવા માટે વર્ષ 2019 માં વિવાદિત કથાકાર નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો હતો. નિત્યાનંદનું કહેવું છે કે મુલાકાતીઓ ત્રણ દિવસથી વધુ તેમના દેશમાં રહી શકશે નહીં. આ દરમિયાન તેમને એકવાર ‘પરમ શિવ’ ના દર્શન કરાવામાં આવશે. નિત્યાનંદે કહ્યું, “આજથી તમે કૈલાસા માટે વિઝા માટે અરજી કરી શકો છો. તમારે જાતે જ ઑસ્ટ્રેલિયા આવવું પડશે. કૈલાસાની પોતાની ઓસ્ટ્રેલિયાથી ચાર્ટર્ડ ફ્લાઇટ સર્વિસ છે. ” નિત્યાનંદ એમ પણ કહે છે કે કૃપા કરીને વિઝા માટે ત્રણ દિવસથી વધુ સમય માંગવામાં ન આવે”

The cost of bringing and sending Kailasa back from Australia will be borne by Nityananda’s organization

નિત્યાનંદે કહ્યું છે કે તમામ પર્યટકો માટે આવાસ અને ભોજન મફત રહેશે. જો કે, પર્યટકે ઑસ્ટ્રેલિયા આવવાની વ્યવસ્થા જાતે કરવી પડશે. ઔસ્ટ્રેલિયાથી કૈલાસાને લાવવા અને પાછા મોકલવાનો ખર્ચ નિત્યાનંદની સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવશે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

વર્ષ 2019 માં તમિળનાડુના એક દંપતીએ આરોપ લગાવ્યો હતો કે કથિત સ્વામી નિત્યાંનંદે તેમના બાળકોનું અપહરણ કર્યું હતું અને તેમને અમદાવાદના આશ્રમમાં બંધક બનાવ્યા હતા. આ મામલે નિત્યાનંદ સામે ફરિયાદ નોંધાઈ હતી.આ વિવાદિત ધર્મગુરુ ઉપર 19 વર્ષીય મહિલાનું અપહરણ કરીને તેના પર ટોર્ચર કરવાના પણ આરોપ હતા. પોલીસે સહીત તાપસ એજન્સીઓની આરોપી અંગે શોધખોળ દરમ્યાન તે દેશ છોડીને ભાગી ગયો છે. હવે માહિતી સામે આવી રહી છે કે તેણે કૈલાસા નામનો દેશ વસાવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">