છોકરી સાથેની દોસ્તીથી છોકરાને શારીરિક સંબધનો અધિકાર નથી મળતો: બોમ્બે હાઈકોર્ટ
અદાલતે, લગ્નના વચન સાથે છોકરીને ગર્ભિત કરવાના આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દેતા, અવલોકન કર્યું કે છોકરીની મિત્રતાને તેની સંમતિ તરીકે ખોટી રીતે અર્થઘટન કરવાની મંજૂરી આપી શકાતી નથી.
બોમ્બે હાઈકોર્ટે (Bombay High court) તાજેતરમાં અવલોકન કર્યું હતું કે છોકરા સાથે છોકરીની માત્ર મિત્રતાનો અર્થ એવો ન હોવો જોઈએ કે છોકરી તેને તેની સાથે શારીરિક સંબંધ (Physical Relations) બનાવવાની મંજૂરી આપી રહી છે. અદાલતે, લગ્નના વચન સાથે છોકરીને ગર્ભિત કરવાના આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દેતા, અવલોકન કર્યું કે છોકરીની મિત્રતાને તેની સંમતિ તરીકે ખોટી રીતે અર્થઘટન કરવાની મંજૂરી આપી શકાતી નથી. જસ્ટિસ ભારતી ડાંગરેએ લગ્નના બહાને મહિલા પર દુષ્કર્મના આરોપી આશિષ ચકોર દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી ફગાવી છે અને IPCની કલમ 376(2)(n), 376(2)(h) અને 417 હેઠળ કેસ નોંધ્યો છે.
22 વર્ષની મહિલાની ફરિયાદ અનુસાર, તે ચકોરને પસંદ તો કરતી હતી, પરંતુ જ્યાં સુધી શારિરીક સંબંધની વાત છે, તેણે તેને મંજૂરી આપી કારણ કે ચકોરે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. લગ્નના વચન પર અનેક પ્રસંગોએ શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. જો કે, જ્યારે યુવતી ગર્ભવતી થઈ, ત્યારે ચકોરે તેના પર બેવફાઈનો આરોપ મૂક્યો, પરંતુ ફરી એકવાર કથિત રીતે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો.
જસ્ટિસ ડાંગરેએ કહ્યું, “એક છોકરા સાથે છોકરીનો માત્ર મૈત્રીપૂર્ણ સંબંધ રાખવો કોઈ છોકરાને તેને હળવાશથી લેવું તે શારીરિક સંબંધ બાંધવા સહમતિના રૂપે માનવાની પરવાનગી આપતું નથી.”
તેમણે કહ્યું કે આજના સમાજમાં સ્ત્રી-પુરુષ સાથે મળીને કામ કરે છે, તેઓ એકબીજાને મિત્ર માનીને માનસિક સુસંગતતાના કારણે નજીક બની શકે છે. તેઓએ કહ્યું કે તેઓ જાતિને અવગણી શકે છે, કારણ કે મિત્રતા લિંગ આધારિત નથી.
બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, જો કે, છોકરીની આ મિત્રતા કોઈ વ્યક્તિ સાથે આ મિત્રતા, તેને મજબૂર કરીવા માટે પુરૂષને લાઈસેસ આપતું નથી, જ્યારે તેણી ખાસ કરીને શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરે છે. દરેક સ્ત્રી સંબંધમાં ‘સન્માન’ની અપેક્ષા રાખે છે, ભલે તે મિત્રતાની પ્રકૃતિમાં હોય અથવા આપસી સ્નેહ પર આધારિત .”
ચકોરએ ધરપકડ સામે રક્ષણ મેળવવા માટે, દલીલ કરી હતી કે મહિલાએ શારીરિક સંબંધ માટે સંમતિ આપી હતી. જો કે, ન્યાયાધીશે એમ કહીને ઇનકાર કર્યો હતો કે ફરિયાદીની કસ્ટોડિયલ પૂછપરછ તેની દલીલોની સત્યતાની ખાતરી કરવા માટે જરૂરી છે.
કેસ ટાઈટલ: આશીષ અશોક ચકોર Vs મહારાષ્ટ્ર રાજ્ય