કચ્છઃ મુન્દ્રા બંદરેથી 16 કરોડની વિદેશી સિગારેટ ઝડપાઈ, 80.1 લાખ સિગારેટ ભરેલું કન્ટેનર ઝડપાયું
DRIએ મુંદ્રા બંદર પર આવેલા કન્ટેનરને અટકાવ્યું હતું. ત્યારે ગારમેન્ટના નામે આવેલા માલસામાનની વિગતવાર તપાસ દરમિયાન બોક્સોમાંથી વિદેશી મૂળની સિગારેટ નીકળી હતી. ત્યારે DRI દ્વારા 80.1 લાખની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સિગારેટની કિંમત અંદાજે રૂ.16 કરોડ છે.

કચ્છના મુન્દ્રા બંદરેથી 16 કરોડની વિદેશી સિગારેટ ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. 80.1 લાખ સિગારેટ ભરેલું કન્ટેનર ઝડપાયું છે. DRIએ રેડીમેડ ગારમેન્ટના કન્ટેનરમાંથી વિદેશી સિગારેટ ઝડપી પાડી છે. રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં છુપાવેલી વિદેશી સિગારેટ ઝડપાઈ છે.
બાતમીના આધારે DRIએ મુંદ્રા બંદર પર આવેલા કન્ટેનરને અટકાવ્યું હતું. ત્યારે ગારમેન્ટના નામે આવેલા માલસામાનની વિગતવાર તપાસ દરમિયાન બોક્સોમાંથી વિદેશી મૂળની સિગારેટ નીકળી હતી. ત્યારે DRI દ્વારા 80.1 લાખની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સિગારેટની કિંમત અંદાજે રૂ.16 કરોડ છે.
આ પણ વાંચો કચ્છમાં વધુ એક આગની ઘટના, માંડવીમાં ફિશિંગ બોટમાં લાગી આગ
તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે જપ્ત કરાયેલી સિગારેટના પેકેટો પર મેડ ઇન ઇન્ડિયા લખેલું હતું. નકલી સિગારેટ હોવાની શક્યતા ઓળખવા માટે અધિકારીઓએ નિષ્ણાતોની મદદથી તપાસ શરૂ કરી છે. બે મહિના પહેલા, આવી જ કામગીરીમાં, ડીઆરઆઈ અધિકારીઓએ 36 લાખ વિદેશી મૂળની સિગારેટ જપ્ત કરી હતી, જે મુંદ્રા પોર્ટ પર દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.