અમદાવાદ પોલીસમાં બથ્થંબથ્થા: કોઇ કાગળ પર તો કોઇ રસ્તા પર બાખડ્યાં

ઓગષ્ટ મહિનાની શરૂઆતથી અમદાવાદ પોલીસ વિભાગમાં (Ahmedabad Police Department) કેટલીક એવી ઘટનાઓ ઘટી જે પહેલાં ક્યારેય ઘટી નહોતી. કોઇ પણ પોલીસ કચેરી એવી નથી જેમાં શહેરમાં પોલીસમાં પાછલાં પખવાડિયામાં ઘટેલી ઘટનાઓની ચર્ચા થતી ન હોય.

અમદાવાદ પોલીસમાં બથ્થંબથ્થા: કોઇ કાગળ પર તો કોઇ રસ્તા પર બાખડ્યાં
અમદાવાદ પોલીસમાં વિખવાદ
Follow Us:
Mihir Bhatt
| Edited By: | Updated on: Aug 19, 2022 | 3:59 PM

ધર્મને હાની થશે ત્યારે ટોપ મોસ્ટ ઓથોરીટી એટલે કે, ખુદ ભગવાન કૃષ્ણએ (Lord Krishna) આવીને બધુ સમુંસૂતરું કરવાની વાત ભગવદ્ ગીતાના (Bhagavad Gita) અધ્યાય -4માં ‘યદા યદા હી ધર્મશ્ય..’ શ્લોક કહીને કરી છે. અમદાવાદ પોલીસમાં (Ahmedabad Police) અધર્મ તો નહીં પરંતુ અંધાધૂંધી જેવી હાલત છે, ત્યારે ટોપ મોસ્ટ ઓથોરીટી તરીકે હોમ મિનિસ્ટરે તેની નોંધ લેવી જ જોઇએ તેવી ચર્ચા હવે અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરના આઈ.પી.એસ કરી રહ્યાં છે. આ ચર્ચાનું કારણ અમદાવાદમાં IPSથી માંડીને PSI સુધીના અધિકારીઓ ‘બથ્થંબથ્થા’ આવ્યાં છે. આઈ.પી.એસ. કાગળ પર તો પી.એસ.આઈ રોડ પર લડી લેવાના મૂડમાં છે.

ઓગષ્ટ મહિનાની શરૂઆતથી અમદાવાદ પોલીસ વિભાગમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી જે પહેલાં ક્યારેય ઘટી નહોતી. આવું કેમ બન્યું તેની પાછળનું કારણ જગ જાહેર છે. હાલ કોઇ પણ પોલીસ કચેરી એવી નથી જેમાં શહેરમાં પોલીસમાં પાછલાં પખવાડિયામાં ઘટેલી ઘટનાઓની ચર્ચા થતી ન હોય. ઘટનાઓની ગંભીરતા પણ એવી જ હતી કે હવે ખરેખર હોમ મિનિસ્ટરે પોતે આ ઘટનાઓ અંગે નોંધ લેવી જોઇએ અને જરૂરી પગલાં લેવા જોઇએ તેવી માગ પડદા પાછળ રહી અનેક અધિકારીઓ કરી રહ્યાં છે.

એક IPSની વણવિચારેલી સૂચનાથી બે PSIની રોડ વચ્ચે મારામારી

બે પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) રોડ પર મારામારી કરતા હોય કોઇ ઘટના ક્યારેય બની નહી હોય. જોકે અમદાવાદ શહેરમાં આવી ઘટના બની છે. એક સપ્તાહ જુની આ ઘટનામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, થોડા દિવસ પહેલા શહેરના એક સિનિયર IPSએ સ્પેશિયલ ઓપરેશન ગૃપના ડીસીપીને સૂચના આપી હતી કે, વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની બદી પર ‘કાર્યવાહી’ કરવામાં આવે. હકીકતમાં સિનિયર IPSની વાત ટાળી નહીં શકનારા SOGના અધિકારીએ તાબાના એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરને માહિતી આપી કાર્યવાહી કરવા કહ્યું. ટીમ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી અને સૂચના મુજબ કાર્યવાહી કરાઇ.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સામાન્ય રીતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની (SOG) કામગીરીના ક્રાઇટેરિયામાં દારૂ-જુગારની રેડ કરવાની જોગવાઇ જ નથી. જો ક્યારેક કોઈ બીજી રેડ દરમિયાન દારૂ મળી આવે તો પણ SOGની ટીમ સ્થાનિક પોલીસને બોલાવી દારૂની કાર્યવાહી કરવા કહી પોતાની જરૂરી જ કાર્યવાહી કરતી હોય છે. પરંતુ સપ્તાહ પહેલાની આ ઘટનામાં જ્યારે SOGની ટીમે દરોડો પાડ્યો ત્યારે સ્થાનિક પોલીસ પણ પહોંચી ગઈ હતી અને પોતે કાર્યવાહી કરવાનું જણાવતા બે PSI બાખડી પડ્યા હતા. કહેવાય છે કે, બન્નેએ રસ્તા વચ્ચે મારામારી કરી લીધી. આખરે ઉપરવટ જઈ દારૂની રેડનો કેસ એસ.ઓ.જી.એ જ કર્યો અને તપાસ પણ પોતાની પાસે જ રાખી.

ઈન્ચાર્જ CPએ કરેલા ‘વિવાદિત’ ઓર્ડર સી.પી.એ રદ કર્યા

ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યાના ગણતરીની કલાકોમાં જ અજય ચૌધરીએ કેટલાક પોલીસ કોન્સ્ટેબલના ઓર્ડર કર્યા હતા. આ કોન્સ્ટેબલની બદલીઓ પૈકી કેટલાક ‘કે’ કંપનીમાં ફરજ બજાવતા એવા કોન્સ્ટેબલની બદલી પણ તેમનાથી થઈ ગઈ હતી. કે જે ભૂતકાળમાં વિવાદિત રહ્યાં હોય અથવા જેમની સામે આક્ષેપ થયા હોય. આવા વિવાદિત લોકોના નામ બદલી ઓર્ડરમાં આવતા જ અજય ચૌધરી દ્વારા કરાયેલી બદલીઓ પણ વિવાદમાં આવી ગઈ. શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રજા પરથી પરત ફરતાની સાથે જ તેમના ધ્યાને આ વિવાદ આવ્યો અને તેમણે પખવાડિયા માટે બનેલા પોલીસ કમિશનરના બદલી ઓર્ડર રદ કરી નાંખ્યા. પહેલા બદલી અને હવે બદલી રદ એમ બંન્ને ઓર્ડરની ચર્ચા જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાથી પોલીસ વિભાગમાં ચાલી રહી છે. PSI રોડ પર બાખડ્યા બાદ IPS કાગળ પર બાખડી રહ્યા હોવાની ચર્ચા પણ ઠેરઠેર ચાલી રહી છે.

ઈન્ચાર્જ CPનું ગુપ્ત સ્કવોડ પણ વિવાદમાં આવ્યું

શહેરભરની પોલીસમાં ઈન્ચાર્જ સીપી તરીકે રહેલા અજય ચૌધરીનું ગુપ્ત સ્કવોડ ભારે ચર્ચામાં રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર મળીને પાંચેક કોન્સ્ટેબલને અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી બોલાવી ઈન્ચાર્જ સીપીએ એક સ્કવોર્ડની રચના કરી હતી. આ સ્કવોર્ડ શું કામગીરી કરી તેને લઈને હજુ પણ પોલીસ અધિકારીઓ અસમંજસમાં છે. આ સ્કવોર્ડ હવે કાર્યરત રહેશે કે વિખેરાઈ જશે તેવી પણ ચર્ચાઓ છે. જો કે, આ સ્કવોર્ડની સૌથી વધુ ચર્ચા એટલા માટે હતી કે, ઈન્ચાર્જ સીપીને પખવાડિયા માટે સ્કવોડ બનાવવાની જરૂર કેમ પડી? ભૂતકાળમાં ઈન્ચાર્જ આઈ.પી.એસ.એ ક્યારેય સ્કવોર્ડ બનાવ્યાં નથી. હવે આ સ્કવોર્ડમાં લેવાયેલા કોન્સ્ટેબલોની હાલત પણ ન ઘરના કે ના ઘાટના રહ્યાં જેવી થઈ છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">