AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: RTO પાસે હિટ એન રનમાં એકનું મોત, અકસ્માત સર્જાનાર કારના માલિકે કહ્યુ,’અકસ્માત થયો તેની મને જાણ જ નથી’

અમદાવાદ (Ahmedabad) શહેરના RTO પાસે કાર ચાલકની ટક્કરથી (Accident) બાઇક સવારનું મોત થયું છે. ઝુંડાલ ગામના યુવક યશ ગાયકવાડનું ઘટનાસ્થળે મોત થયું છે.

Ahmedabad: RTO પાસે હિટ એન રનમાં એકનું મોત, અકસ્માત સર્જાનાર કારના માલિકે કહ્યુ,'અકસ્માત થયો તેની મને જાણ જ નથી'
RTO પાસે કાર ચાલકની ટક્કરથી બાઇક સવારનું મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 2:47 PM
Share

અમદાવાદમાં (Ahmedabad) વધુ એક હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની છે. અમદાવાદ શહેરના RTO પાસે કાર ચાલકની ટક્કરથી બાઇક સવારનું મોત થયું છે. ઝુંડાલ ગામના યુવક યશ ગાયકવાડનું ઘટનાસ્થળે મોત થયું છે. જો કે કાર ચાલક અકસ્માત (Accident) સર્જીને ફરાર થઈ ગયો છે. મૃતક બાઇક ચાલક વિશાલા હોટલમાં કેશિયર તરીકે નોકરી કરતો હતો. મૃતક યુવક ઘરે પરત ફરતો હતો તે સમયે ઘટના બની હતી. કાર ચાલક ચીમનભાઈ બ્રિજથી બાઇક ચાલકને RTO સર્કલ સુધી ઘસડીને લઈ ગયો હતો.

અકસ્માતના CCTV આવ્યા સામે

અમદાવાદમાં RTO પાસે થયેલા અક્સ્માત બાદ ટ્રાફિક પોલીસે ઓડી કાર માલિક રોહન કુમારના ઘરે પહોંચી વધુ તપાસ કરી હતી. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે અને CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. CCTVમાં અકસ્માત સર્જનાર કાર સ્પષ્ટ જોવા મળી રહી છે. તો અકસ્માત બાદ કાર ચલાવનાર ડ્રાઇવર ફરાર થઈ ગયો છે.

કાર માલિકે આપ્યુ અકસ્માત અંગે નિવેદન

તો અકસ્માત સર્જનાર ઓડી કાર ચાલકનું કહેવું છે કે, ‘મારી કાર સાથે અકસ્માત થયો તેવી મને જાણ નથી. હું કાલે દિલ્હીથી ફ્લાઈટમાં રાત્રે અમદાવાદ આવ્યો છે. ડ્રાઇવર મને લેવા આવ્યો તે પહેલા અકસ્માત કરીને આવ્યો હોઇ શકે. ડ્રાયવર ગાડી લઇને રાત્રે 12:30 વાગે મને લેવા આવ્યો હતો. જો કે કાર ગરમ થઈ ગઈ હોવાથી તેને એરપોર્ટ મુકી હું રિક્ષામાં આવ્યો હતો. મને ડ્રાઈવરે એવું કહ્યું કે, કાર બરાબર ન હોવાથી શ્વાનને પણ અડી ગઈ હતી.’

#HitandRun near RTO in #Ahmedabad claims one life #Gujarat #TV9News pic.twitter.com/FnhtlKWhUk

— Tv9 Gujarati (@tv9gujarati) August 19, 2022

આ ઉપરાંત અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે(Ahmedabad-Vadodara Highway)  પર ગમખ્વાર અકસ્માત (Accident)  થયાના સમાચાર મળી રહ્યા છે.આ અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.રિલાયન્સ પેટ્રોલ પંપ (reliance Petrol Pump) પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા,એક પુરુષ અને એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે જ મોત થયુ છે.તમને જણાવી દઈએ કે,અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અકસ્માત નડ્યો હતો.મળતી માહિતી મુજબ તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે.હાલ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં(Nadiad Civil Hospital)  પોસ્મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

Follow Us
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
g clip-path="url(#clip0_868_265)">