Crime: મહિલા પોલીસના પતિએ મિલકતને લઈને સંબંધો કર્યા લોહિયાળ, જમીનના ટુકડા માટે દાદીની કરી હત્યા

તપાસમાં બહાર આવ્યું છે કે હત્યાનો આરોપી, એક મહિલા પોલીસનો પતિ છે. પૌત્રે તેની 85 વર્ષીય દાદીને માથામાં ગોળી મારી ત્યાં જ ઢાળી દીધી

Crime: મહિલા પોલીસના પતિએ મિલકતને લઈને સંબંધો કર્યા લોહિયાળ, જમીનના ટુકડા માટે દાદીની કરી હત્યા

Crime: કહેવાય છે કે દાદી અને પૌત્ર વચ્ચે પ્રેમ અને લાગણીઓ અનન્ય હોય છે. પરંતુ જમીનના એક નાના અમથા ટુકડાને કારણે એક પૌત્રએ તેની સગી દાદીની હત્યા કરી નાખી છે. મિલકતના વિવાદને કારણે પૌત્રે તેની 85 વર્ષીય દાદીને માથામાં ગોળી મારી તેનું પ્રાણ પંખેરૂ ઉડાડી દીધું છે. હત્યાને અંજામ આપી તે બાઈક પર ભાગી ગયો હતો. હરિયાણા રોહતકના સાંપલા પોલીસે વૃદ્ધ મહિલાના પુત્રના નિવેદન પર કેસ નોંધ્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે.

 

પોલીસના જણાવ્યા અનુસાર સમચાના ગામના રહેવાસી ફૂલ કંવરે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ 5 ભાઈઓ અને 6 બહેનો છે. તેમના ભાઈ જયસિંહ અને બે બહેનો મૃત્યુ પામ્યા છે. બે ભાઈઓનો પરિવાર દિલ્હીના નરેલામાં રહે છે. તેમની પૈતૃક જમીન વહેંચી દેવામાં આવી છે. એક પ્લોટ બાકી છે, જેના વિતરણ માટે શુક્રવારે સાંજે લગભગ 7.30 વાગ્યે ભાઈ જયસિંહનો પુત્ર રાજ સિંહ ઉર્ફે રાજુ ઘરે આવ્યો. તે અને તેનો પુત્ર રોહિત ઘરે હતા.

 

રાજ સિંહ ચમેલી દેવી સાથે વાત કરી રહ્યા હતો. માતાએ કહ્યું કે આપણે બેસીને વાત કરીશું. આટલું કહ્યા બાદ રાજ સિંહે પિસ્તોલ કાઢીને માથામાં ગોળી મારી હતી, જેના કારણે માતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આરોપ છે કે જતી વખતે રાજ સિંહે ધમકી આપી છે કે પોતાનો હિસ્સો આપી દે, નહીંતર હું તને પણ મારી નાખીશ. પોલીસે આરોપી રાજ સિંહ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 

હત્યાની માહિતી મળ્યા બાદ સાંપલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એફએસએલ ટીમ સાથે તપાસ કરી હતી. એક્સપર્ટ ડો.સરોજ દહિયાએ ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. ફ્લોર પર લોહી વહેતું હતું. વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું. તપાસ બાદ મૃતદેહને પીજીઆઈ લાવવામાં આવ્યો હતો.

 

દિલ્હી પોલીસમાં પત્ની, અલગ રહે છે આરોપી


સાંપલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહે શોધી કાઢ્યું છે કે આરોપીની પત્ની દિલ્હી પોલીસમાં છે, પરંતુ તે અલગ ભાડે મકાનમાં રહે છે. મિલકતના વિવાદને લઈને ગામમાં આવ્યા હતા. ઘટના બાદ તે સ્થળ પરથી ભાગી ગયો હતો. મૃતકનો પુત્ર ફૂલ કુંઅરના નિવેદન પર તેના ભાઈના પુત્ર રાજ સિંહ ઉર્ફે રાજુ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પરિવારમાં 600 યાર્ડના પ્લોટ અંગે વિવાદ ચાલી રહ્યો હતો, જે મહિલાના નામે છે.

 

અન્ય એક ઘટનામાં પણ પ્રોપર્ટીએ સંબંધોનો લીધો ભોગ


બે અઠવાડિયા પહેલા વિજય નગરમાં એક પ્રોપર્ટી ડીલરના પરિવારના ચાર સભ્યોની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પ્રોપર્ટી ડીલરના પુત્ર અભિષેકની તેના માતા -પિતા, બહેન અને દાદીની હત્યા માટે ધરપકડ કરી હતી, જે અત્યારે ન્યાયિક કસ્ટડીના કારણે સુનારિયા જેલમાં છે.

 

 

આ પણ વાંચો: IPL 2021: ભારતે એવો દાવ લગાવ્યો કે પાકિસ્તાન હાથ ઘસતુ રહી ગયુ, નાક કપાવી ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝ DRS વિના રમશે

 

આ પણ વાંચો: ડબલ ચોટી બનાવીને નીકળી પડ્યો રણવીર સિંહ, સોશિયલ મીડિયામાં લોકોએ ઉડાવી ખુબ મજાક, જુઓ Memes

 

Click on your DTH Provider to Add TV9 Gujarati