ડબલ ચોટી બનાવીને નીકળી પડ્યો રણવીર સિંહ, સોશિયલ મીડિયામાં લોકોએ ઉડાવી ખુબ મજાક, જુઓ Memes
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ તેના લુકને લઈને ફરી એકવાર ટ્રોલ થયો છે. આ વખતે વાત જાણે એમ છે કે અભિનેતા બે-બે ચોટી બાંધીને એક ઇવેન્ટમાં જોવા મળ્યો.
રણવીર સિંહ (Ranveer Singh) બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એકમાત્ર અભિનેતા છે જે પોતાના લુક પર અતરંગી પ્રયોગ કરતો રહે છે. તે અલગ અલગ ફેશન કરવાનો સૌથી વધુ શોખીન છે. તે ગમે ત્યારે કોઈપણ વસ્તુ પહેરીને ફરતો જોવા મળે છે. આ કારણે ઘણી વાર રણવીર ટ્રોલ પણ થાય છે. તેના અજીબ પહેરવેશ અને લુકને કારણે લોકો તેની મજાક ઉડાવતા રહે છે.
સામાન્ય રીતે તે તેજસ્વી અને ભપકાદાર કપડામાં જ જોવા મળે છે. ફેન્સ ઘણી વખત એવું પણ કહે છે કે દીપિકાના (Deepika Padukone) કપડા પહેરીને અભિનેતા આવે છે. તાજેતરમાં અભિનેતા ફરી ટ્રોલના નિશાને આવ્યો છે. વાત જાણે એમ છે કે અજીબ લુક સાથે રણવીર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ વખતે લોકો તેનો લુક જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. તેણે શર્ટ વગર કાળા પટ્ટાવાળો કોટ-પેઇન્ટ પહેર્યા હતા. અને મોટી વાત એ છે કે તેણે માથામાં બે ચોટી બનાવી હતી. આ લુક જોઈને લોકો તેની ભારે મજાક ઉડાવી રહ્યા છે.
રણવીર સિંહને વિચિત્ર લુકમાં જોઈને ચાહકો તેની મજાક ઉડાવી રહ્યા છે. એકે ટિપ્પણી કરી અને લખ્યું – કંઇક તો છોકરીઓ માટે છોડી દો. બીજાએ કહ્યું – તેનું માનસિક સંતુલન સંપૂર્ણપણે હચમચી ગયું છે. એકે કહ્યું – બે ચોટી સાથે રણવીર સિંહ કાર્ટૂન લાગી રહ્યો છે.
આ ઉપરાંત રણવીરના આ લુક પર કેટલાક મિમ પણ બન્યા છે. આ મિમ જોઇને સૌ મજા લઇ રહ્યા છે. ચાલો આપણે પણ જોઈએ કેટલાક મિમ.
Wifi #RanveerSingh pic.twitter.com/e9Xf9k45by
— ANMOL KAUR (@anmol_banga) September 8, 2021
એક યુઝરે રણવીરની આ સ્ટાઈલને વાઈફાઈ રાઉટર સાથે સરખાવી.
https://twitter.com/AnnuBansal12/status/1435663115992006658?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1435663115992006658%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Fentertainment%2Franveer-singhs-double-ponytail-goes-viral-memes-incoming-on-twitter-2534800
કોઈને આ સ્ટાઈલ જોઇને પોતાનું બાળપણ યાદ આવ્યું.
When a client works with two agencies on the same creative campaign
The output – 👶 #RC15 #RanveerSingh pic.twitter.com/FE3g10Axaj
— முகிழ் 💃 (@Mughizh_) September 8, 2021
એક યુઝરે લખ્યું – જ્યારે ક્લાઈન્ટ એક જ ક્રિએટિવ કેમ્પેઈન પર એક બે એજન્સી સાથે કામ કરે. ત્યારે આઉટપુટ.
#RanveerSingh pic.twitter.com/tFlQAxHVT9
— Chanchal (@Komaljokyani) September 8, 2021
એક યુઝરને હેરાફેરીનો પ્રખ્યાત મિમ યાદ આવી ગયો. તેણે ઓરીજીનલ ફોટો એડિટ કરીને મિમ બનાવ્યો.
Influencer Influenced pic.twitter.com/koyYJrzFgJ
— UmderTamker (@jhampakjhum) September 8, 2021
તો વળી એક ટ્રોલમાં તો શક્તિ કપૂરની સ્ટાઈલ સાથે કમ્પેર કરવામાં આવ્યો.
વર્ક ફ્રન્ટ
રણવીર સિંહનો આગામી પ્રોજેક્ટ કબીર ખાન સાથે સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ’83’ છે, જે 1983 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીત વિશે હશે. ફિલ્મમાં રણવીર સુપ્રસિદ્ધ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં છે, જ્યારે દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમી ભાટિયાના રોલમાં છે. ઉપરાંત રણવીર સિંહ યશ રાજ ફિલ્મ્સની જયેશભાઈ જોરદારમાં પણ જોવા મળશે.
આ પણ વાંચો: ચિરંજીવીનો ભાણીયો અને ફેમસ અભિનેતા સાઈ ધરમ માર્ગ અકસ્માતમાં ઘાયલ, વિડીયો થયો વાયરલ
આ પણ વાંચો: કંગનાની ફિલ્મ ‘Thalaivii’ પર વિવાદ, AIADMK ના મોટા નેતાએ ફિલ્મના આ દ્રશ્યો પર ઉઠાવ્યા વાંધા