AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ભારતે એવો દાવ લગાવ્યો કે પાકિસ્તાન હાથ ઘસતુ રહી ગયુ, નાક કપાવી ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝ DRS વિના રમશે

ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાકિસ્તાનના પ્રવાસ પર હશે. જ્યાં ત્રણ વન ડે મેચો અને બાદમાં 5 T20 મેચોની સિરીઝ રમશે.

IPL 2021: ભારતે એવો દાવ લગાવ્યો કે પાકિસ્તાન હાથ ઘસતુ રહી ગયુ, નાક કપાવી ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝ DRS વિના રમશે
Pakistani Cricket Player
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 12:00 PM
Share

પાકિસ્તાન (Pakistan) આ મહિને ન્યૂઝીલેન્ડ (New Zealand) ક્રિકેટ ટીમની યજમાની કરશે. પાકિસ્તાનના આ પ્રવાસ પર ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વનડે ઉપરાંત પાંચ મેચની T20 શ્રેણી રમશે. પાકિસ્તાનમાં ખૂબ મુશ્કેલી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ માટે ન્યુઝીલેન્ડ શ્રેણીનું સફળ આયોજન પાકિસ્તાનના ભવિષ્ય માટે સારું રહેશે. પરંતુ તેની શરૂઆત પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને મોટો આંચકો લાગ્યો છે.

પાકિસ્તાનના મીડિયા રિપોર્ટસ મુજબ, પીસીબી ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં DRS ની વ્યવસ્થા કરી શકશે નહીં. કારણ કે BCCI એ IPL 2021 માટે સિસ્ટમ ઓપરેટરોને પોતાની સાથે જોડી લીધા છે. જેને લઇ પીસીબી ખાલી હાથ મસળતી રહી ગઇ છે.

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ શ્રેણીમાં DRS નો ઉપયોગ નહીં થાય તેવી શક્યતા છે. કારણ કે BCCI એ IPL માટે DRS ઓપરેશન સિસ્ટમ હાયર કરી લીધી છે તે પણ PCB કરતા ચાર ગણી કિંમત ચૂકવીને. મીડિયા રિપોર્ટસમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, BCCI એ IPL માટે ત્રણ DRS ક્રૂને જોડ્યા છે.

IPL 2021 નો બીજો તબક્કો પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ શ્રેણી દરમિયાન આયોજિત થઇ રહ્યો છે. બંને દેશોની સિરીઝ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, જ્યારે IPL નો યુએઈ તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.

પાકિસ્તાનને નથી મળી રહ્યા ક્રૂ

બીજી બાજુ, પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાંથી DRS ક્રૂ મેળવી શક્યું નથી. જો કે, તેને આશા છે કે તે ઇંગ્લેન્ડ સાથે આવતા મહિને શરૂ થનારી શ્રેણીમાં DRS ઓપરેટરની વ્યવસ્થા કરશે. પરંતુ સૂત્રોએ કહ્યું છે કે આની શક્યતા પણ ઓછી છે. સિરીઝમાં તે જ DRS ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે જે ICC દ્વારા માન્યતા પ્રાપ્ત હોય છે.

એક સૂત્રે મીડિયા રીપોર્ટસમાં જણાવ્યું હતું કે, તે મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ICC દ્વારા મંજૂર ઓપરેટરો હોય અને ઓપરેટરો આ સમયે ઉપલબ્ધ નથી. તેથી જ PCB એ શ્રેણીમાંથી DRS હટાવી દેવાયુ છે.

આવો છે સિરીઝનો કાર્યક્રમ

ન્યૂઝીલેન્ડ પોતાના પાકિસ્તાન પ્રવાસની શરૂઆત વનડે શ્રેણીથી કરશે. આ શ્રેણીની પ્રથમ મેચ 17 સપ્ટેમ્બરે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ પણ 19 સપ્ટેમ્બરે આ જ સ્ટેડિયમમાં યોજાશે. 21 સપ્ટેમ્બરે આ સ્ટેડિયમમાં ત્રીજી મેચનું આયોજન કરશે. આ પછી T20 શ્રેણીનું આયોજન કરવામાં આવશે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 25 સપ્ટેમ્બરે પ્રથમ T20 મેચનું આયોજન કરાશે. બીજી T20 મેચ 26 સપ્ટેમ્બરે રમાશે. ત્રીજી T20 29 સપ્ટેમ્બરે રમાશે. ચોથી T20 મેચ 1 ઓક્ટોબરે અને પાંચમી T20 મેચ 3 ઓક્ટોબરે રમાશે.

આ પણ વાંચોઃ AUS vs AFG: ઓસ્ટ્રેલિયાએ ઐતિહાસિક ટેસ્ટ રમવાથી નનૈયો ભણી દેતા અફઘાનિસ્તાન બોર્ડ કાકલૂદી કરવા લાગ્યુ, કહ્યુ એકલા ન છોડો

આ પણ વાંચોઃ IND vs ENG: ટીમ ઇન્ડીયાનો હિસ્સો રહેલા આ સ્ટાર ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં એક પણ બોલ રમ્યા વિના પ્રવાસ પૂરો કરી પરત આવશે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">