Crime: પત્ની પર બળાત્કાર કરવાની ધમકી આપતો હતો પાડોશી, પરેશાન પતિએ ખાઈ લીધો ગળેફાંસો
મૃતક વ્યક્તિ તેના પાડોશી તરફથી તેની પત્નીના બળાત્કાર (Rape) અને અપહરણ (Kidnapping) ની ધમકીઓ (Threat) મળ્યા બાદ ઘણા સમયથી પરેશાન હતો
Crime: આત્મહત્યા (Suicide) ને લઈને એક ચોંકાવનારો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જેમાં પાડોશીની ધમકીઓથી પરેશાન 35 વર્ષીય વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક વ્યક્તિ તેના પાડોશી તરફથી તેની પત્નીના બળાત્કાર (Rape) અને અપહરણ (Kidnapping) ની ધમકીઓ (Threat) મળ્યા બાદ ઘણા સમયથી પરેશાન હતો. હવે આ મામલે મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ આપી છે, જે બાદ પોલીસે કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ મૃતકના ભાઈની ફરિયાદના આધારે પાડોશીની પૂછપરછ કરી રહી છે.
6 મહિનાથી મૃતક હતો પરેશાન
રાજસ્થાન (Rajasthan)ના સરહદી વિસ્તાર બાડમેર (Barmer)ના ચૌહટન પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. આ મામલે પોલીસ અધિકારી ભૂતારામ વિશ્નોઈએ કહ્યું કે મૃતકના ભાઈ તરફથી ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદ મુજબ મૃતકનો પાડોશી નાગારામ તેને છેલ્લા 6 મહિનાથી હેરાન કરતો હતો અને ધમકીઓ આપતો હતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી નાગરામ મૃતકની પત્નીને દિવસભર ફોન કરતો હતો અને બળાત્કારની ધમકી પણ આપતો હતો. જણાવી દઈએ કે, મૃતકના લગ્ન 7 વર્ષ પહેલા ગોહદ કા તાલાની એક યુવતી સાથે થયા હતા, ત્યારબાદ તેને બે દીકરીઓ છે. સાથે જ મૃતક ખેતમજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો.
બળાત્કાર અને પત્નીનું અપહરણ કરવાની આપી હતી ધમકી
મૃતકના ભાઈએ પોલીસને આપેલી ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે ગામના લોકોએ પડોશી નાગરામને ઘણી વખત સમજાવ્યા પરંતુ કોઈનું સાંભળ્યું નહીં. ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આરોપી નાગારામે તાજેતરમાં મૃતકની પત્નીને કહ્યું હતું કે, જો તું તેમ નહીં કરે તો તારી પત્નીને મારી પાસે મોકલી દે અને પત્નીનું અપહરણ કરીને બળાત્કાર કરવાની ધમકી પણ આપી હતી.
પોલીસે જણાવ્યું કે હાલ તો એ વાત સામે આવી છે કે પાડોશીની ધમકીઓથી પરેશાન યુવકે રવિવારે ઘરથી થોડે દૂર એક ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સંબંધીઓની ફરિયાદના આધારે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Surat : મંકી કેપ પહેરીને મોટરસાઇકલ પર મોબાઈલ અને ચેઇનની લૂંટ કરતા બે પકડાયા, બીજા 16 ગુના ઉકેલાયા
આ પણ વાંચો: દિલ્હીના પૂર્વ ધારાસભ્ય રામબીર શૌકીનને ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈન્કાર