Surat: માથાનો દુઃખાવો બનેલી રિક્ષા ગેંગ આખરે ઝડપાઇ, પોલીસે ફિલ્મી સ્ટાઇલથી ગેંગને ઝડપી
પકડાયેલા આરોપી પહેલેથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે તેમની સામે પાસા હેઠળ કડક કાર્યવાહી પણ કરી છે, તેમ છતા આ આરોપીઓ ગુનાખોરી છોડતા નથી.

સુરત (Surat) શહેરમાં પોલીસના માથાનો દુઃખાવો બનેલી રિક્ષા ગેંગ આખરે પોલીસના હાથે ઝડપાઇ ગઇ છે. ક્રાઇમબ્રાન્ચ (Crime Branch)પોલીસે ગેંગના ત્રણ આરોપી પાસેથી ચોરીના 10 મોબાઈલ અને ચોરી માટે વપરાતી એક રીક્ષા પણ કબ્જે કરી છે. રિક્ષા ગેંગના ત્રણ આરોપી (Accused) પૈકી બે આરોપી અગાઉ પણ અનેક ગુનાને અંજામ આપી ચૂકયા છે.
સુરત શહેરમાં કેટલાક સમયથી રિક્ષામાં બેસેલા પેસેન્જરની નજર ચૂકવી તેના કિંમતી માલ સામાન લૂંટી લેવાના કિસ્સાઓ વધી રહ્યા હતા. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં કાપડના વેપારીઓ મોટે ભાગે રિક્ષામાં બેસીને કામ ધંધા માટે જતા હોઈ છે. ઘણીવાર આ વેપારીઓ સાથે એવુ બનતુ કે રિક્ષામાં પહેલેથી એક લૂંટારું બેઠો હોઈ અને ત્યાર બાદ અન્ય બે વ્યક્તિ પણ મુસાફરના સ્વાગમાં બેસી જતા હોય છે. બેસેવામાં ફાવતું નહીં હોવાનું કહી કાપડ વેપારીના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લઈ અને ફરાર થઈ જતા હતા. ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા , જેમના મોબાઇલ અને સામાન ચોરી થયા છે તેવા વેપારીઓએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધ શરૂ કરતા આખરે રિક્ષા ગેંગના ત્રણ આરોપી પકડાઇ ગયા છે.
સુરતમાં આ રિક્ષા ગેંગનો ત્રાસ સતત વધતો હોવાથી સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમબ્રાન્ચે આ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે મંગળવારે સુરત ક્રાઇમબ્રાન્ચને બાતમી મળી હતી કે આ ગેંગ ખાસ ટેક્સટાઇલ માર્કેટમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરીને અંજામ આપે છે. તે ચોરી માટે હવે નવા શિકારને શોધી રહી છે. પોલીસે આ ગેંગને પકડવા માટે ટેક્સટાઇલ માર્કેટમાં વોચ ગોઠવી હતી. અને ફિલ્મી સ્ટાઇલથી આ ગેંગને ઝડપી લીધા હતી. પોલીસે ગેંગનો પીછો કર્યો હતો. ભેંસ્તાન વિસ્તારમાંથી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. પકડાયેલા આરોપીની તપાસ કરતા તેમની પાસેથી 10 મોબાઈલ મળી આવ્યા હતા. આ તમામ મોબાઇલ ચોરીના હોવાની આરોપીઓએ કબુલાત કરી હતી.
પકડાયેલા આરોપી પહેલેથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે તેમની સામે પાસા હેઠળ કડક કાર્યવાહી પણ કરી છે, તેમ છતા આ આરોપીઓ ગુનાખોરી છોડતા નથી. જેલમાંથી છૂટ્યા બાદ પણ આ જ રીતે ચોરી ને અંજામ આપતા હોય છે.
આ પણ વાંચો-
On This Day: 2001માં ગુજરાતના ભુજમાં ધરા ધ્રુજી હતી, હજારો લોકોના થયા હતા મૃત્યુ, જાણો 26 જાન્યુઆરીનો ઈતિહાસ
આ પણ વાંચો-