Gir Somnath: કોરોનાને પગલે 73માં ગણતંત્ર દિવસની સાદગીથી ઉજવણી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યુ

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે ગુજરાતના દરેક સ્થળોએ ગણતંત્ર દિવસ ખૂબ જ સાદગીથી તેમજ કોરોનાના નિયમોના પાલન સાથે ઊજવવામાં આવી રહ્યો છે. દરેક સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ રાખવામાં આવ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jan 26, 2022 | 11:31 AM

દેશભરમાં આજે 73માં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ગીર-સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષાના 73માં ગણતંત્ર દિન (26 january)ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)ની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન (Flage Hosting) કાર્યક્રમ યોજાયો હતો. કોરોનાને પગલે ગણતંત્ર દિનની ઉજવણી પહેલેથી જ સાદગીપૂર્ણ રીતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ જિલ્લામાં ધ્વજવંદન કર્યુ. આ સમારોહમાં સુરક્ષા દળની 18 જેટલી ટુકડીઓ શિસ્તબદ્ધ રીતે પરેડમાં ભાગ લીધો.આ ટુકડીઓમાં કોસ્ટગાર્ડ, રેપિડ એક્શન ફોર્સ, મરીન કમાન્ડો, ગુજરાત વન વિભાગની મહિલા પ્લાટુન, ગુજરાત શ્વાન દળ, ગુજરાત અશ્વ દળ અને SRP પાઈપ બેન્ડ પ્લાટુન સામેલ છે.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે ગુજરાતના દરેક સ્થળોએ ગણતંત્ર દિવસ ખૂબ જ સાદગીથી તેમજ કોરોનાના નિયમોના પાલન સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દરેક સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ રાખવામાં આવ્યા છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પણ પાલન કરાવવામાં આવી રહ્યુ છે.

મહત્વનું છે કે 73માં ગણતંત્ર દિન નિમિત્તે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના કાર્યાલય કમલમ ખાતે ધ્વજ ફરકાવ્યો હતો. વડોદરામાં કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમારના હસ્તે ધ્વજવંદન થયુ.

આ પણ વાંચો- Bhavnagar: 75 ટકા કિશોરોના રસીકરણ પછી હવે કોર્પોરેશન હાંફ્યુ, અન્ય 25 ટકા કિશોરોની રસી લેવામાં નિરસતા

આ પણ વાંચો- Panchmahal: પ્રધાન નિમિષા સુથારનો RTPCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો, નિવાસસ્થાને સેલ્ફ ક્વોરોન્ટાઇન થયા

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati