Crime: અઢી મહિનાના બાળકના હત્યારાને બચાવતી રહી બાળકની જ માતા, જાણો આ અનોખો ક્રાઈમ કિસ્સો

માતા જ તેના અઢી વર્ષના માસૂમ બાળકના હત્યારાને બચાવતી જોવા મળી. અહીં એક હ્રદય હચમચાવી દેનાર કહાની કહેવા જઈ રહ્યા છીએ. જેમાં હત્યારાએ તેનો ગુનો કબુલી લીધો, પરંતુ બાળકની માતાએ હત્યારાને બચાવાનો પ્રયાસ કર્યો.

Crime: અઢી મહિનાના બાળકના હત્યારાને બચાવતી રહી બાળકની જ માતા, જાણો આ અનોખો ક્રાઈમ કિસ્સો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 11:28 AM

માતાનું નામ લ્યુસી સ્મિથ (29) છે અને તેની સાથે તેના અઢી મહિનાના બાળકની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ કેન મિશેલ (31) છે. ઘટના વર્ષ 2019ની છે. લ્યુસી સ્મિથના પુત્રની તેના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે કેન મિશેલ અઢી મહિનાના પુત્ર સાથે ઘરમાં હાજર હતો.

જ્યારે લ્યુસી સ્મિથ તે સમયે એક સ્કૂલમાં કોઈ કામ માટે ઘરની બહાર ગઈ હતી. આવી સ્થિતિમાં સવાલ એ પણ ઉભો થાય છે કે હત્યા કરાયેલા બાળકની માતા લ્યુસી સ્મિથ ઘટના સમયે ઘરમાં (ઘટના સ્થળે) હાજર ન હતી તો પછી કોર્ટે તેને 2 વર્ષની કેદની સજા શા માટે ફટકારી?

બોયફ્રેન્ડે અઢી મહિનાના બાળકની હત્યા કરી

આ પ્રશ્નનો જવાબ પણ વાચકોને મળવાનો છે. ઘટનાઓ અને માહિતી અનુસાર, લ્યુસી સ્મિથ ઈંગ્લેન્ડ (England)ના કેમ્બ્રિજ શાયર (Cambridge shire)ની વતની છે. અહીં વર્ષ 2019માં તેના અઢી મહિનાના પુત્રની તેના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે લ્યુસી સ્મિથ તેના અઢી મહિનાના માસૂમ બાળકના હત્યારાને છેવટ સુધી બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. તે હત્યારાને બચાવવા માટે તપાસ એજન્સીઓ સામે ખોટું બોલતી રહી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

માસૂમને જમીન પર પટકીને હત્યા કરી હતી

એ અલગ વાત છે કે તપાસ દરમિયાન તે એજન્સીના સવાલોમાં ફસાઈ ગઈ. પછી ખબર પડી કે લ્યુસી સ્મિથ શા માટે પોતાના માસૂમ બાળકના હત્યારાને બચાવતી હતી? કેન મિશેલ અઢી મહિનાના બાળક ટેડીને જમીન પર પટકીને ભાગી ગયો હતો. ઘટનાના થોડા સમય પછી જ્યારે બાળકની માતા લ્યુસી સ્મિથ ઘરમાં પ્રવેશી, ત્યારે તેણે પણ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં મોડું કર્યું.

જોકે બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, ત્યારે બાળકના માથામાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું.

માતા આરોપોને નકારતી રહી

પ્રારંભિક તપાસમાં બાળકની માતા લ્યુસી સ્મિથે બાળકને માથામાં કોઈ પ્રકારની ઈજા થઈ હોવાનો ઈન્કાર કર્યો હતો. તેમ છતાં તપાસ એજન્સીઓને બાળકની માતાના નિવેદનો પર શંકા હતી. તેથી, પોલીસે લ્યુસીના બોયફ્રેન્ડ કેન મિશેલને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી.

બાદમાં બોયફ્રેન્ડે બાળકને જમીન પર ફેંકીને તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ પછી સાબિત થયું કે માતા લ્યુસી સ્મિથ તેના બોયફ્રેન્ડ એટલે કે બાળકના હત્યારાને બચાવવા માટે લાંબા સમયથી ખોટું બોલી રહી હતી.

બાળકની માતા અને હત્યારા બંન્નેને મળી સજા

એક અહેવાલ મુજબ હાલમાં કોર્ટે બાળકની હત્યાના આરોપી અને લ્યુસીના બોયફ્રેન્ડને આજીવન કેદની સજા ફટકારી છે. જેના કારણે આરોપીને 18 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. જ્યારે અઢી મહિનાના બાળકની હત્યાના આરોપમાંથી તેના બોયફ્રેન્ડને બચાવનાર માતા લ્યુસી સ્મિથને કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે.

આ કેસની તપાસ કરી રહેલા ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર લ્યુસી થોમસને આ બાબતે ઝડપી પ્રતિક્રિયા આપતા સ્થાનિક મીડિયાને કહ્યું “તે એક દુઃખદ અને ભયંકર કેસ હતો. જે ઘટનામાં માત્ર અઢી મહિનાના માસૂમ બાળકનું મોત એક વ્યક્તિએ કર્યું હતું, જેના પર બાળકની સુરક્ષાની પ્રથમ જવાબદારી હતી.

આ પણ વાંચો: Louis braille: 8 વર્ષની ઉંમરે ગુમાવી આંખોની રોશની, 16 વર્ષની ઉંમરે તૈયાર કરી નેત્રહીન લોકો માટે લિપિ

આ પણ વાંચો: PM-Kisan: બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ 10 કરોડ ખેડૂતોને સરકારે મોકલ્યો આ ખાસ મેસેજ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">