AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Louis braille: 8 વર્ષની ઉંમરે ગુમાવી આંખોની રોશની, 16 વર્ષની ઉંમરે તૈયાર કરી નેત્રહીન લોકો માટે લિપિ

3 વર્ષની ઉંમરે એક દિવસ લુઈસ બ્રેઈલ તેમના પિતાના ઓજારો સાથે રમી રહ્યા હતા ત્યારે અચાનક તેમાંથી એક ઓજાર તેમની આંખ પર અથડાયું. શરૂઆતમાં સારવાર કરાવ્યા બાદ થોડી રાહત થઈ હતી, પરંતુ સમય વીતતા તેમની તકલીફ વધતી જ ગઈ.

Louis braille: 8 વર્ષની ઉંમરે ગુમાવી આંખોની રોશની, 16 વર્ષની ઉંમરે તૈયાર કરી નેત્રહીન લોકો માટે લિપિ
Louis braille inventor of braille lipi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 10:00 AM
Share

આધુનિક વિશ્વમાં પ્રગતિ અને સમાનતાની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે એક એવા મહાન વ્યક્તિનો જન્મ થયો હતો, જેઓએ એક લિપિની શોધ કરી હતી, જેના કારણે નેત્રહીન લોકો માટે વાંચન-લેખન શક્ય બન્યું. અમે વાત કરી રહ્યા છીએ એ મહાન વ્યક્તિની જેમણે બ્રેઈલ લિપિની શોધ કરી હતી, તેમનું નામ લુઈસ બ્રેઈલ છે.

નેત્રહીન લોકો માટે બ્રેઈલ લિપિની શોધ કરનાર લુઈસ બ્રેઈલનો જન્મ આજના દિવસે 1809માં ફ્રાન્સના કુપ્રેના એક નાના શહેરમાં થયો હતો. લુઈસ 4 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. લુઈસ બ્રેઈલ કે જેઓ પોતે નેત્રહીન હોવા છતાં નેત્રહીન લોકોને વાંચવા અને લખવા સક્ષમ બનાવવા માટે એક નવી શોધ કરી, જેમને બ્રેઈલ લિપિ (Braille lipi) કહેવામાં આવે છે અને તેની મદદથી આજે મોટી સંખ્યામાં નેત્રહીન લોકો (Blind People) પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે. (Today History)

લુઈસ બ્રેઈલ જન્મથી નેત્રહીન ન હતા

જો કે ફ્રાન્સના રહેવાસી લુઈસ બ્રેઈલ (Louis braille)જન્મથી જ નેત્રહીન નહોતા, પરંતુ જ્યારે તેઓ ખૂબ નાના હતા ત્યારે એક અકસ્માતમાં તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. લુઈસ બ્રેઈલના પિતા, રેલે બ્રેઈલ, શાહી ઘોડાઓ માટે કાઠી બનાવાનું કામ કરતા હતા. 3 વર્ષની ઉંમરે એક દિવસ લુઈસ બ્રેઈલ તેના પિતાના ઓજારો સાથે રમી રહ્યા હતા ત્યારે અચાનક તેમાંથી એક ઓજાર તેમની આંખ પર અથડાયું.

શરૂઆતમાં સારવાર કરાવ્યા બાદ થોડી રાહત થઈ હતી, પરંતુ સમય વીતતા તેમની તકલીફ વધતી જ ગઈ. તકલીફ એટલી વધી ગઈ કે જ્યારે તેઓ 8 વર્ષના થયા ત્યારે તેમણે પોતાની આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી અને નેત્રહીન બની ગયા.

જ્યારે લુઈસ બ્રેઈલ તેમની દૃષ્ટિ ગુમાવ્યા પછી 16 વર્ષના થયા, ત્યારે એક દિવસ તેમણે વિચાર્યું કે શા માટે નેત્રહીન લોકોને વાંચવા માટે કોઈ બ્રેઈલ (લિપિ) પર કામ ન કરવામાં આવ્યું, અને પછી તેમણે આ વિચાર પર કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેઓ ફ્રેન્ચ આર્મીના કેપ્ટન ચાર્લ્સ બાર્બિયરને મળ્યા. બાર્બિયરે લુઈસ બ્રેઈલને ‘નાઈટ રાઈટિંગ’ અને ‘સોનોગ્રાફી’ વિશે જણાવ્યું, જેની મદદથી સૈનિકો અંધારામાં અભ્યાસ કરી શકતા હતા.

આ ‘નાઈટ રાયટિંગ’માં સ્ક્રિપ્ટ કાગળ પર ઉભરેલી હતી, જેમાં 12 બિંદુઓ હતા. તેમાં 12 બિંદુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે 6-6 ની 2 હરોળમાં મૂકવામાં આવ્યા હતા. જો કે, ‘નાઈટ રાયટિંગ’ સ્ક્રિપ્ટમાં વિરામચિહ્નો, સંખ્યાઓ અને કોઈપણ ગાણિતિક ચિહ્નો નહોતા.

લુઈસે બ્રેઈલ લિપિમાં 64 અક્ષરો ઉમેર્યા

‘નાઇટ રાઇટિંગ’ લિપિ વિશે માહિતી મેળવ્યા પછી, લુઇસ બ્રેઇલે નેત્રહીન લોકો માટે ખાસ લિપિ બનાવવાની યોજના પર કામ કરવાનું શરૂ કર્યું. લુઈસે બ્રેઈલમાં 12ને બદલે માત્ર 6 બિંદુઓનો ઉપયોગ કરીને 64 અક્ષરો અને પ્રતીકો બનાવ્યાં. જો કે, બ્રેઇલમાં, તેમણે ગાણિતિક પ્રતીકો, વિરામચિહ્નો અને સંગીતના સંકેતો લખવા માટે જરૂરી પ્રતીકો પણ બનાવ્યા. આ રીતે, લુઈસ બ્રેલે 1825માં માત્ર 16 વર્ષની ઉંમરે નેત્રહીન લોકોને વાંચવા અને લખવામાં મદદ કરવા માટે બ્રેઈલ લિપિની શોધ કરી હતી.

જોકે લુઈસ બ્રેઈલ લાંબું જીવી શક્યા ન હતા. 1851માં લુઈસને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીનો ગંભીર રોગ થયો અને તેઓ સતત તેની ચપેટમાં આવતા રહ્યા. પછી 43 વર્ષની ઉંમરે, તેમના જન્મદિવસના 2 દિવસ પછી, 6 જાન્યુઆરી 1852 ના રોજ તેમનું અવસાન થયું.

બ્રેઈલ લિપિના શોધક લુઈસ બ્રેઈલ આજે પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. 2009માં, લુઈસ બ્રેઈલની 200મી જન્મજયંતિના અવસર પર, ભારત સરકારે તેમના માનમાં એક ટપાલ ટિકિટ અને બે રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તેમની બ્રેઈલ લિપિ નેત્રહીનજનો માટે ઘણી મદદરૂપ સાબિત થઈ છે. અને આજે પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

આ પણ વાંચો: ઉત્સાહથી લઈ રહ્યા છે બાળકો રસી, મોટી સંખ્યામાં થયું રજીસ્ટ્રેશન અને રસીકરણ: કો-વિન ચીફ

આ પણ વાંચો: PM-Kisan: બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ 10 કરોડ ખેડૂતોને સરકારે મોકલ્યો આ ખાસ મેસેજ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">