છોટાઉદેપુર: પોલીસે છાપો મારી 1.23 કરોડનો ગાંજો કર્યો કબજે

|

Jan 23, 2021 | 12:08 AM

છોટાઉદેપુર પોલીસે 1.23 કરોડના ગાંજાના જથ્થા સાથે નશાનો કારોબાર કરતા છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામના બે શખ્સોને ઝડપી પાડયા છે,

છોટાઉદેપુર: પોલીસે છાપો મારી 1.23 કરોડનો ગાંજો કર્યો કબજે

Follow us on

છોટાઉદેપુર પોલીસે 1.23 કરોડના ગાંજાના જથ્થા સાથે નશાનો કારોબાર કરતા છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામના બે શખ્સોને ઝડપી પાડયા છે, મધ્યપ્રદેશને અડીને આવેલા અંતરિયાળ એવા મીઠીબોર ગામે ગાંજાની ખેતી કરવામાં આવી હોવાની બાતમી પોલીસને મળતા રાત્રિના સમયે પોલીસે અચાનક છાપો માર્યો હતો, છાપો મારતા શૈલેષ રાઠવા અને અલસિંગ રાઠવાના અલગ અલગ વાડાઓમાં વનસ્પતિ જન્ય ગાંજાની ખેતી કરી હોવાની બાતમી મળી હતી.

 

3થી 11 ફૂટના ઉંચા છોડનો વિપુલ પ્રમાણમા ગાંજાનો જથ્થો જોતા પોલીસ ખુદ પણ ચોંકી ઉઠી હતી, મોટી માત્રામાં ગાંજાના 2,357 લીલા છોડનું વજન કરતા 1233.462 કિલો ગ્રામ થયું હતું, જેની કિંમત 1.23 કરોડની કિંમત પોલીસ આંકી રહી છે. નારકોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક સબસ્ટન્સ એકટ મુજબ પોલીસે શૈલેષ રાઠવા અને અલસિંગ રાઠવા વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. નશાનો કારોબાર કરતા છોટાઉદેપુર પોલીસે બેની ધરપકડ કરી છે, ત્યારે આ ગુનામાં બીજા અન્ય કેટલા લોકો સામેલ છે, તેની પણ તપાસ હાલ પોલીસ કરી રહી છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

 

આ પણ વાંચો: રામ રાખે તેને કોણ ચાખે! બતક પર દિપડાએ હુમલો કર્યો તો કુતરાએ કર્યો બચાવ, જુઓ VIDEO

Next Article