બ્રાહ્મણ યુવતીના ₹16 લાખ, OBC યુવતીના ₹12 લાખ, છાંગુર બાબાના ધર્માન્તરનો આંકડો જોશો તો ઉડી જશે હોશ
મુંબઈની હાજી અલી દરગાહ પર વીંટીઓ વેચવાવાળો જલાલુદ્દીન ઉર્ફ છાંગુરે ક્યારે હિંદુઓના ધર્માન્તરનું ષડયંત્ર શરૂ કરી દીધુ અને કેવી રીતે કરોડોનો આસામી બની ગયો એ રહસ્ય ED ઉકેલવામાં લાગેલી છે.

ધર્માન્તરણનો ધંધો કરનારો છાંગુર ઉર્ફે જલાલુદ્દીન આજકાલ સમાચારોની હેડલાઈન બનેલો છે. તેની ભૂરી દાઢી અને ફકીર જેવો ડગલો અને જાડા ચશ્મા અને તેની ધ્રુજતી ચાલ. ઉમર ભલે 78 વર્ષની હોય, પરંતુ તેની ઉમર જોઈને તેની દયા ખાવા જેવી નથી. કારણ કે તે જેવો દેખાય છે એવો વાસ્તવમાં છે નહીં. તેના પર લાગેલા આરોપો ઘણા ગંભીર છે. તે હિંદુ યુવતીઓને લલચાવીને તેમને ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ બનાવવાના એક મોટા ધાર્મિક રેકેટનો માસ્ટરમાઈન્ડ છે. તેની જ પાછળ નસરીન નામની યુવતી પણ છે, જે ક્યારેક સિંધી હિંદુ હતી. તે પણ આ રેકેટનો એક ભાગ હતી.
છાંગુરે સૌથી પહેલા નસરીન અને તેના પતિને જ આ ધર્માન્તરની જાળમાં ફસાવ્યા હતા અને તેને નીતુમાંથી નસરીન બનાવી હતી. ત્યારબાદ ધર્માન્તરણની આ રમતમાં નસરીન જ તેનો સૌથી મોટો મોહરો હતી. જે હિંદુ યુવતીઓને ફસાવીને છાંગુર પાસે લાવતી અને પછી તેમને પણ ધર્માન્તર કરાવતો. હવે ધર્માન્તર માટે ચાંગુર બાબાની રેટ લિસ્ટ પણ સામે આવી છે.
બ્રાહ્મણ યુવતીના ધર્માંતરણ માટે 15 થી 16 લાખ રૂપિયા હતા ફિક્સ
એટલુ જ નહીં છાંગુરે હિંદુ યુવતીઓમાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, OBC- SC-ST ના હિસાબથી ટાર્ગેટ સેટ કરી તેમના ધર્માન્તરની લિસ્ટ બનાવેલી હતી. હોટેલોમાં રેટ કાર્ડની જેમ ધર્માન્તરની રેટ લિસ્ટ આપે પહેલા ક્યાંય સાંભળ્યુ નહીં હો. જલાલુદ્દીન ઉર્ફે છાંગુરના નેટવર્કે તેમા બ્રાહ્મણ યુવતીને ઈસ્લામ કબૂલ કરાવવાના 15 થી 20 લાખ રૂપિયા રેટ ફિક્સ કર્યો હતો. ધર્માન્તરનો આ જ 15 થી 16 લાખ રૂપિયાનો રેટ તેમને ક્ષત્રિય રાજપૂત યુવતીઓને મુસલમાન બનાવવા માટે નક્કી કરેલો હતો.
OBC વર્ગની હિંદુ યુવતીના ધર્માન્તર માટે 10 થી 12 લાખ રૂપિયા ફિક્સ
જ્યારે અન્ય OBC વર્ગની પછાત જાતિઓની હિંદુ યુવતીઓનુ ધર્માન્તર કરાવવા માટે 10 થી 12 લાખ રૂપિયાનો રેટ ફિક્સ હતો. અન્ય હિંદુ જાતિઓ એટલે કે SC-ST વર્ગની યુવતીઓનું ધર્માન્તર કરવા માટે 8 થી 10 લાખ રૂપિયા રેટ ફિક્સ હતો. એ ખરેખર ચોંકાવનારુ હતુ કે ધર્માન્તરનું પણ રેટ કાર્ડ બનાવવામાં આવ્યુ હતુ. આ રેટ લિસ્ટ એ પણ સવાલ ઉઠાવે છે કે હિંદુઓના ધર્માન્તર માટે છાંગુરને આવુ કેટલુ વિદેશી ફન્ડીંગ મળી રહ્યુ હતુ. શું આ જ ફન્ડીંગને કારણે તેમણે દરગાહ પાસે જ હિંદુ ધર્માન્તરનુ કરોડોનું ગેરકાયદે હેડક્વાર્ટર ઉભુ કરી દીધુ હતુ.
3 થી 4 હજાર હિંદુઓની લિસ્ટ બનાવી રાખી હતી
સૂત્રો અનુસાર છાંગુરની ધર્માન્તર ગેંગએ 3 થી 4 હજાર હિંદુઓનુ લિસ્ટ બનાવ્યુ હતુ જે સોફ્ટ ટાર્ગેટ પર હતુ. દાવો કરાઈ રહ્યો છે કે 40 હિંદુઓનુ ધર્માન્તર તો કરાવી પણ ચુક્યો છે. છાંગુર અને નસરીનના રિમાન્ડને લઈને યુપી ATS એ ધર્માન્તર રેકેટ ના તમામ ઈરાદાઓ શોધવા પડશે. હિંદુ ધર્માન્તરના આ સનસનાટીભર્યા કેસમાં 9 આરોપી છે. પરંતુ ધરપકડ માત્ર 4 લોકોની જ થઈ છે. છાંગુર પર યુપી ATS એ નવેમ્બર 2024 માં FIR કરી હતી પરંતુ ધરપકડ 5 જુલાઈએ થઈ. જ્યારે છાંગુર અને નસરીન લખનઉના સ્માર્ટ રૂમ હોટેલમાં બાપ-દીકરીની ઓળખ આપી સંતાયા હતા.
છાંગુર પાસે 106 કરોડ રૂપિયા મિડલ ઈસ્ટમાંથી આવ્યા
મુંબઈની હાજી અલી દરગાહ પર વીંટીઓ વેચવાવાળો જલાલુદ્દીન ઉર્ફે કરીમુલ્લા શાહ ઉર્ફે છાંગુરે ક્યારે હિંદુ ધર્માન્તરની સાજિશ શરૂ કરી, કેવી રીતે કરોડોનો આસામી બની ગયો એ રહસ્ય ED ઉકેલી રહી છે. છાંગુર પર વિદેશી ફન્ડીંગ લેવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકવાનો આરોપ છે. EDની તપાસમાં ખૂલાસો થયો છે કે છાંગુર પાસે 106 કરોડ રૂપિયા મિડલ ઈસ્ટથી આવ્યા હતા. આ 106 કરોડ અલગ અલગ 40 બેંક ખાતામાં જમા થયા હતા. FIR મા ઉલ્લેખ છે કે છાંગુરે કેટલાક વર્ષોમાં 100 કરોડથી વધુની સંપતિ બનાવી છે. આ પૈસા છેતરપિંડી અને ધર્માન્તરના બદલામાં કમાયા છે. આ પૈસાથી ઘરો, દુકાનો, શાળાઓ અને ઘણી ધાર્મિક સંસ્થાઓ બનાવવામાં આવી છે. ED એ UP ATS પાસેથી છાંગુર સામેના આરોપોની સંપૂર્ણ યાદી લીધી છે, દુબઈ અને શારજાહથી ભંડોળનો મામલો તપાસ હેઠળ છે. આ માટે, છાંગુરના 40 ખાતાઓની વિગતો કાઢવામાં આવી રહી છે.
છાંગુરે દરગાહમાંથી આખું ધર્માંતરણ નેટવર્ક ઉભું કર્યું
છાંગુરે મધપુર ગામમાં તેના ગેરકાયદેસર અડ્ડાની નજીક આ ચાંદ ઔલિયા દરગાહમાંથી આખું ધર્માંતરણનું નેટવર્ક ઉભું કર્યું. પોતાને પીર ગણાવીને, તે હિન્દુઓને ફસાવવા લાગ્યો અને તેમને હિન્દુ ધર્મ છોડીને અહીંથી ઇસ્લામ સ્વીકારવા માટે લલચાવવાનું શરૂ કર્યું. છાંગુર ઉર્ફે જલાલુદ્દીન શિજ્ર-એ-તૈયબાનો ઉલ્લેખ કરીને ભાષણો આપતો હતો, ચાંદ ઔલિયા દરગાહ પર મોટાભાગના ભીડ ગરીબ હિન્દુ દલિતો હતા. છાંગુર તેમનું બ્રેનવોશ કરતો. તે લોકોને એવુ કહેતો કે ઇસ્લામમાં જ દરેક દુ:ખની દવા છે. છાંગુર બલરામપુરની આસપાસ પણ ઘણા કાર્યક્રમોનું આયોજન કરતો હતો, આ કાર્યક્રમોમાં ભીડ એકઠી કરી અને લોકોને ઇસ્લામ સ્વીકારવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા. ગરીબ હિન્દુઓની ભીડ એકઠી કરવામાં છાંગુરના ઘણા સંબંધીઓ સહિતત નીતુ ઉર્ફે નસરીનની પણ મોટી ભૂમિકા હતી. નીતુ ખુદ હિન્દુમાંથી નસરીન બનવાની વાર્તા કહીને લોકોને છેતરતી હતી અને તેમને ચમત્કારની ખોટી લાલચ આપીને છાંગુર પાસે લાવતી હતી.
