Delhi Murder: નિક્કી મર્ડર કેસમાં એક બાદ એક મોટા ખુલાસા, સાહિલ સહિત આ પાંચ લોકો પણ હતા સામેલ , પિતાએ જ કરી હતી ઉશ્કેરણી
સાહિલે નિક્કીના મર્ડરને લઈને મોટો ખુલાસો કર્યો હતો કે તેણે અન્ય પાંચ લોકો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે તે પાંચ લોકો કોણ હતા તે અંગે પોલીસે પુછતા તેણે સમગ્ર ઘટના જણાવી હતી
દિલ્હીના નિક્કી મર્ડર કેસમાં એક બાદ એક મોટો ખુલાસા થઈ રહ્યો છે. ત્યારે હવે ફરી મોટો ખુલાસો થયો છે જેમાં આરોપા સાહિલે દોષ ટોપલો તેના પિતાના માથે ઢોળી દીધો છે. તે જ સમયે તેના પિતા વિરેન્દ્ર સિંહે પણ પોલીસની પૂછપરછમાં કબૂલ્યું છે કે તેમને નિક્કીને પસંદ નહોતી. તેથી જ તેમણે સાહિલને કહ્યું હતું કે તે ક્યારેય નિક્કીને તેના પરિવારની વહુ તરીકે સ્વીકારશે નહીં.
આ સાથે સાહિલે બીજો મોટો ખુલાસો તે પણ કર્યો હતો કે તેણે અન્ય પાંચ લોકો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે તે પાંચ લોકો કોણ હતા તે અંગે પોલીસે પુછતા તેણે સમગ્ર ઘટના જણાવી હતી તેમજ તે ચાર લોકોના નામનો ખુલાસો પણ કર્યો હતો.
નિક્કીના મર્ડરમાં આ લોકો સામેલ
નિક્કી મર્ડર કેસમાં સાહિલની સાથે તેને ઉશ્કેરનાર તેના પિતા, પિતરાઈ ભાઈઓ અને મિત્રો પણ સામેલ હતા. તે જ સમયે, તેણે તેના પિતરાઈ ભાઈ અને મિત્રની મદદથી, નિક્કીની લાશને ઢાબાના રેફ્રિજરેટરમાં છુપાવી દીધી હતી. સામ-સામે પૂછપરછમાં તમામ આરોપીઓએ મુખ્ય આરોપી સાહિલની વાત સ્વીકારી છે. તેમજ એક તરફ સાહિલ નિક્કીથી છુટકારો મેળવી શકતો ન હતો તો બીજી તરફ તેના લગ્નની તારીખ નજીક આવી રહી હતી. ત્યારે આ અંગે તેના પિતા અને મિત્રો તેને અવાર નવાર તેનાથી દૂર થઈ જવા દબાણ કરી રહ્યા હતા. અંતે તેના પિતાએ તેને નિક્કીને પતાવી દેવાની પણ ધમકી આપી હતી.
આ પણ વાંચો: Nikki Yadav Case: સાહિલ પર લગ્નનું હતુ દબાણ કે પછી છુપાવી રહ્યો છે કોઈ મોટી વાત, જાણો નિક્કી મર્ડર મિસ્ટ્રીમાં શું થયો ખુલાસો
ઘટના પૂર્વ આયોજિત
નિક્કી મર્ડર કેસમાં પોલીસે ફ્રિજ કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધું છે. પોલીસ આ ફ્રિજમાંથી મળેલા ફિંગરપ્રિન્ટને આરોપીના ફિંગર પ્રિન્ટ સાથે મેચ કરી રહી છે. આરોપી સાહિલે જણાવ્યું કે આ ઘટના પૂર્વ આયોજિત હતી. એટલા માટે તેના પિતરાઈ ભાઈઓ અને મિત્રો ઘટના પહેલા જ કાશ્મીરી ગેટ પહોંચી ગયા હતા. ત્યાં તેણે નિકીની હત્યા કરી લાશને રસ્તામાં ક્યાંક ફેંકી દેવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેને રસ્તાની વચ્ચે આવી કોઈ જગ્યા મળી ન હતી. મજબૂરીમાં તે મૃતદેહ લઈને તેના ઢાબાના ફ્રિજમાં સંતાડી રાખ્યો હતો. બીજી છોકરી સાથે લગ્ન કરવા માટે તેને તાત્કાલિક ઘરે પહોંચવાનું હતું. આથી તેણે તેના પિતરાઈ ભાઈ અને મિત્રની મદદથી તાકીદે લાશને ઢાબામાં રાખેલા ડીપ ફ્રીઝરમાં રાખી અને ત્યાંથી નીકળી ગયો. આ ખુલાસા બાદ પોલીસે સાહિલના પિતા વિરેન્દ્ર સિંહ, ભાઈઓ આશિષ અને નવીન, મિત્રો લોકેશ અને અમરની ધરપકડ કરી હતી.
વોટ્સ પરથી મળી પોલીસને તમામ માહિતી
આરોપી સાહિલ અને તેના સાથીઓની પૂછપરછ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે હત્યાનું કાવતરું ઘડ્યા બાદ આરોપી સાહિલ તેના પિતા અને મિત્રો સાથે વોટ્સએપ પર સંપર્કમાં હતો. તેણે તેમને ક્ષણે ક્ષણે ઘટના વિશે જાણ કરી, પરંતુ ઘટના પછી સાહિલે તેના પોતાના સહિત દરેકના ફોનમાંથી તમામ ટ્વિટ કાઢી નાખી. આ દરમિયાન સાહિલને ખબર પડી કે તે પકડાઈ જશે.