AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાતોરાત અમીર બનવાના સપના બતાવી શ્રમજીવીઓને પાયમાલ કરતી ક્લબ પર પોલીસ ત્રાટકી, સંચાલક પિતા-પુત્ર ફરાર

ભરૂચ પોલીસે બાદશાહી મસ્જીદ પાછળના ખુલ્લા મેદાનમાં હિસ્ટ્રીશીટર સબ્બો મલેક અને તેના પુત્ર સાબીર સબ્બીર મલેકના આંક ફરકના સટ્ટા બેટીંગના જુગારની કલબને ઝડપી પાડી છે.

Breaking News : રાતોરાત અમીર બનવાના સપના બતાવી શ્રમજીવીઓને પાયમાલ કરતી ક્લબ પર પોલીસ ત્રાટકી, સંચાલક પિતા-પુત્ર ફરાર
| Updated on: Apr 21, 2026 | 5:07 PM
Share

ભરૂચ પોલીસે બાદશાહી મસ્જીદ પાછળના ખુલ્લા મેદાનમાં હિસ્ટ્રીશીટર સબ્બો મલેક અને તેના પુત્ર સાબીર સબ્બીર મલેકના આંક ફરકના સટ્ટા બેટીંગના જુગારની કલબને ઝડપી પાડી છે. જીલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજીક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ વડા સી કે પટેલની સૂચના બાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ એક્શન મોડમાં આવી છે.

આંક ફરકનો સટ્ટો શું હોય છે?

આંક ફરકનો સટ્ટો એ નસીબ પર આધારિત એક ગેરકાયદેસર જુગાર છે જેમાં શૂન્યથી નવ સુધીના અંકો પર પૈસા લગાવવામાં આવે છે. આ ખેલમાં ‘લખનાર’ બુકીનો માણસ અને ‘લખાવનાર’ જુગાર રમનાર વ્યક્તિ એમ બે પક્ષો હોય છે. જુગાર રમાડનાર વ્યક્તિ કોરા કાગળની ચિઠ્ઠીઓ પર ગ્રાહકોએ પસંદ કરેલા આંકડા અને તેની સામે લગાવેલી રકમની નોંધ કરે છે. આ રમત અલગ-અલગ બજારોના નામે ચાલે છે. જો ગ્રાહકે લગાવેલો આંકડો સાચો પડે તો તેને ઈનામ તરીકે મળે છે અન્યથા તે પૈસા ગુમાવે છે.

લખપતિ બનાવાની લાલચ આપી ગરીબોને લૂંટાય છે

આંક ફરકનો સટ્ટો એ ગરીબ શ્રમજીવીઓને રાતોરાત લખપતિ બનવાની ખોટી લાલચ આપી તેમની મહેનતની કમાણી લૂંટવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર છે. હિસ્ટ્રીશીટર સબ્બો મલેક અને તેના પુત્ર સાબીર સબ્બીર મલેક અશિક્ષિત અને શ્રમિક વર્ગને નસીબના જોરે ટૂંકા સમયમાં શ્રીમંત બનવાના લોભામણા સપના બતાવે છે. લાલચમાં શ્રમજીવીઓ દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે. લાલચમાં આવીને લોકો પોતાની જીવનભરની મૂડી આ ગેરકાયદેસર જુગારમાં હોમી દે છે જેનો સીધો ફાયદો માત્ર અસામાજિક તત્વો અને બુકીઓને થાય છે. આમ, આ જુગારધામો સમાજમાં આર્થિક બરબાદી અને ગુનાખોરી વધારવાનું મુખ્ય કારણ બને છે.

પોલીસની કડક કાર્યવાહી

ભરૂચ શહેર “બી” ડીવીઝન પોલીસના પી.આઈ. એન.કે. ડામોર અને તેમની ટીમને માહિતી મળી હતી કે, સબ્બો મલેક અને સાબીર સબ્બીર મલેક બાદશાહી મસ્જીદ સામેના ટેકરા પર જુગારધામ શરૂ કર્યું છે. આ સ્થળે કોરા કાગળની ચીઠ્ઠીઓ પર આંક ફરકના આંકડા લખી પૈસા વડે ગેરકાયદેસર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસે ખાનગી વાહનોમાં જઈ વ્યૂહાત્મક રીતે આ સ્થળને કોર્ડન કરી રેઈડ પાડી હતી પોલીસે સ્થળ પરથી આંકડો લખતા ત્રણ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

 પકડાયેલ આરોપીઓ

  • અખ્તર હુસેન અલ્લારખા મિસ્ત્રી
  • સંજયભાઈ શનાભાઈ વસાવા
  • ચમનદ્દીન ગુલામ મહમદ સીદ્દીકી

વોન્ટેડ આરોપીઓ

  • સબ્બો મલેક, રહે. ફીરદોશ એપાર્ટમેન્ટ કોટ પારસીવાડ, ભરૂચ.
  • સાબીર સબ્બીર મલેક, રહે. ફીરદોશ એપાર્ટમેન્ટ કોટ પારસીવાડ, ભરૂચ.

ચિઠ્ઠીઓ પર TOB અને DSB જેવે કોડવર્ડ લખેલા હતા

પોલીસે આરોપીઓ પાસેથી આંકડાની 13 હજાર જેટલી રોકડ રકમ, 2 મોબાઈલ ફોન અને આંકડા લખેલી ચીઠ્ઠીઓ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઝડપાયેલી ચિઠ્ઠીઓ પર TOB અને DSB જેવે કોડવર્ડ લખેલા હતા. જેની તપાસ શરુ કરાઈ છે

પિતા-પુત્ર ક્લબ ચલાવતા હતા

ઝડપાયેલા આરોપી અખ્તર હુસેનની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ જુગારધામ સબ્બો મલેક અને તેનો પુત્ર સાબીર સબ્બીર મલેક ચલાવી રહ્યા હતા. પોલીસ હાલ આ બંને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સફળ ઓપરેશનમાં બી-ડિવિઝન પી.આઈ. એન.કે. ડામોરની સાથે પી.એસ.આઈ. એ.યુ. દિવાન, એ.એસ.આઈ. હિમ્મતજી, હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ અને કોન્સ્ટેબલ અશ્વિનભાઈ, વિક્રમજી તથા ભુપેન્દ્રભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી

Follow Us
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
g clip-path="url(#clip0_868_265)">