દેશના ઓઇલ ફિલ્ડ પૈકીના એક એવું ભરૂચના વાગરા તેલક્ષેત્રમાં ક્રૂડની હાઈ પ્રેશર પાઇપલાઇનમાંથી ક્રૂડ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી ભરૂચ એસઓજીએ એક શખ્સની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે જે સ્થળેથી ઓઇલ ચોરી થતી હતી ત્યાં પાઇપલાઈનમાં પ્રેસર 7 મિનિટમાં જ 22000 લીટર ક્રૂડ વહન કરે છે. તેજ પ્રવાહવાળી પાઇપલાઇનમાં વાલ્વ નાખી ઓઇલ ટેન્કરમાં ઠાલવી કાળા સોનાની ચોરીના કાવતરામાં તપાસનો રેલો ઓઇલ કંપની સુધી લંબાય તેમ લાગી રહ્યું છે.
valve installed in 22000 liters per 7 minutes crude passed pipeline
એસ. ઓ.જી. ટીમને બાતમી મળી કે ઇકબાલ નિઝામ પઠાણ, ઇમતીયાઝ એહમદ દેડકો પટેલ અને વિજય ઉર્ફે મુન્નો ગણપતભાઇ ગોહીલ મુલેર થી ચાચવેલ જવાના રોડની બાજુમાં આવેલ સરકારી પડતર જમીનમાંથી પસાર થતી ONGC ની ક્રુડ ઓઇલની પાઇપ લાઇન ઉપર ખાડો ખોદી પંચર કરી તેના ઉપર વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરે છે.
If necessary, the employees of the oil company will also be questioned : SP BHARUCH
તપાસ દરમ્યાન ચાચવેલ ગામની સીમમાંથી ONGC ની ક્રૂડ ઓઇલની પાઇપ લાઇન પસાર થતી હતી ત્યાં ક્રૂડ ચોરીનું સ્પોટ મળી આવ્યું હતું . પોલીસની હરકત જોઈ આંટાફેરા મારતા ઇમતીયાઝ એહમદ દેડકો પટેલને પોલીસે ઝડપી પાડ્યો હતો. કૌભાંડને લઈ ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે બેસાડયો હતો ત્યાં પ્રેસર 7 મિનિટમાં જ 22000 લીટર ક્રૂડ ડિસ્ચાર્જ કરે તેટલું છે. આટલા પ્રેસર વચ્ચે વાલ્વ કઈરીતે બેસાડયો તે ઊંડી તાપસ માંગે છે. મામલે ઓઇલ કંપનીના કર્મચારીઓ શન્કાના દાયરામાં આવશે તો તેમની પણ પૂછપરછ કરાશે.