ભરૂચ : અંકલેશ્વરની બે સગીરાઓ લાપતા બનતા દોડધામ મચી, અપહરણના ગુનામાં જાણો શું હકીકત સામે આવી

અંકલેશ્વર શહેરના નવા બોરભાઠા તથા નવા દિવા વિસ્તારમાં બે સગીરાઓ લાપતા બનતા પોલીસ દોડતી થઇ હતી. તપાસ દરમિયાન બાળાઓને લગ્નની લાલચ આપી  તેમનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાળકીઓને દાહોદ અને મુંબઈના વિરાર વિસ્તારમાંથી શોધી કાઢી પરિવાર સાથે તેમનું મિલન કરાવાયું હતું. 

ભરૂચ : અંકલેશ્વરની બે સગીરાઓ લાપતા બનતા દોડધામ મચી, અપહરણના ગુનામાં જાણો શું હકીકત સામે આવી
Follow Us:
| Updated on: Nov 19, 2023 | 1:30 PM

અંકલેશ્વર શહેરના નવા બોરભાઠા તથા નવા દિવા વિસ્તારમાં બે સગીરાઓ લાપતા બનતા પોલીસ દોડતી થઇ હતી. તપાસ દરમિયાન બાળાઓને લગ્નની લાલચ આપી  તેમનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાળકીઓને દાહોદ અને મુંબઈના વિરાર વિસ્તારમાંથી શોધી કાઢી પરિવાર સાથે તેમનું મિલન કરાવાયું હતું.

પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તથા પોલીસ અધિક્ષક ભરૂચ  મયુર ચાવડા દ્વારા અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.૨,1,0817/23 ઇ.પી.કો. કલમ 363, 366 તથા પીક્સો એક્ટ 12. 17 મુજબ તથા અંકલેશ્વર શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.0906 23 ઇ.પી.કો. કલમ 363, 65 તથા પોક્સો એક્ટ મુજબ લાપતા બાકીઓને શોધી કાઢવાની અંકલેશ્વર પોલીસને સૂચના આપી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અંક્લેશ્વરમાંથી  17 વર્ષ તથા 15 વર્ષ ની સગીરાઓનું અપહરણ થયું હતું જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ અપહૃત સગીર બાળાઓને શીધી કાઢવા સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક  ચિરાગ દેસાઇ અક્લેશ્વર ડીવીઝનના માર્ગદર્શન તથા સુપરવીઝન હેઠળ અપહૃત સગીરા તથા આરોપીઓને શોધી કાઢવા એકલેશ્વર શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

અંકલેશ્વર શહેર નવા બોરભાઠા તથા નવા દિવા વિસ્તારમાંથી જુદા-જુદા બે બનાવમાં બે સગીરાનુ બે અલગ-અલગ ઇસમો લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઇ જઇ ગુનો આચર્યો હતો. તપાસ દરમિયાન મળેલી માહિતીઓના આધારે અંકલેશ્વર શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ વાળાનાઓની પોલીસ ટીમ દ્રારા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સથી આરોપીઓ તથા ભોગ બનનારની માહિતી મેળવવા ચક્રો ગતિમાન કરાયા હતા.

આ પણ વાંચો : સહારાના સામ્રાજ્યનું વારસદાર કોણ? સુબ્રત રોયના અંતિમ સંસ્કારમાં બંને પુત્રની સૂચક ગેરહાજરી રહી હતી

આ ગુનાના કામે સગીરાને ભગાડી જનાર એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા બે ભોગ બનનાર સગીરાઓને દાહોદ તથા મુંબઇના વિરાર ખાતેથી શોધી કાઢી ભોગબનનાર સગીર બાળાઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે અને સગીર બાળાઓને વુમન કોન્સ્ટેબલ સાથે રાખી કાઉન્સેલીંગ કરી તેના માતા પિતાને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : ભારત વિશ્વકપ જીતે તે પ્રાર્થના સાથે કરાયો વિજય યજ્ઞ, ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે હવન, જુઓ વીડિયો

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">