સુરતના ડીંડોલીમાં આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાયો, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી

સુરતના ડીંડોલીમાં આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાયો, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી

ડીંડોલીમાં બે ઈસમો આંગડીયા પેઢીના (Angadiya firm) કર્મચારીને બંદૂક બતાવીને તેની પાસે 33 લાખ રૂપિયા રોકડા ભરેલ રકમનો થેલો ઝુંટવીને ભાગી ગયા હતા.

Baldev Suthar

| Edited By: Utpal Patel

May 21, 2022 | 5:27 PM

સુરતમાં (Surat)આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં ડિંડોલી વિસ્તારમાં આંગડીયા પેઢીના (Angadiya firm) કર્મચારીને લૂંટી (LOOT)લેવાની ચકચારીત ઘટના બની હતી. ડીંડોલી વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટી ચાર રસ્તા પાસે બે ઈસમો આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવીને તેની પાસે 33 લાખ રૂપિયા રોકડા ભરેલ રકમનો થેલો ઝુંટવીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ દોડતી થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસના અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે જઈને ફરિયાદીની પૂછપરછ કરવામાં આવી હતી. અને ત્યારબાદ લૂંટારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

સુરતના ઉધના સિલીકોન શોપર્સમાં આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી આજે સવારે ડીંડોલી ઓમ નગર નજીક ખુલ્લા મેદાન પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યા તેને બંદૂક બતાવી તેની પાસેના રોકડા રૂપિયા 33 લાખની લૂંટ કરી ગણતરીના સમયમાં ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા દોડી ગયેલી પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ આજુબાજુના લોકોની પૂછપરછના આધારે તપાસ હાથ ધરી હતી. લૂંટારૂઓએ બાઈક ચાલક આંગડીયાના કર્મચારીને અટકાવીને રૂપિયા ભરેલી બેગ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કર્મચારીએ ન આપતા ઝપાઝપી થઈ હતી. આખરે લૂંટારૂઓએ બંદૂક બતાવતાં કર્મચારીને બેગ આપી દેવી પડી હતી. બાદમાં બન્ને લૂંટારૂઓ નાસી ગયાં હતાં.

સવારે બનેલી આ ઘટનામાં પોલીસે આંગડિયા પેઢીનો કર્મચારી આજે વહેલી સવારે પોતાના ઘરેથી નીકળીને આંગડિયા પેઢી પર આ રૂપિયા જમા કરાવવા જઈ રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી. જેને પગલે કર્મચારીની ફરિયાદ લઇને તપાસ હાથ ધરી હતી. પરંતુ ક્યાંક આંગડિયા પેઢીનો કર્મચારી પણ શંકાના દાયરામાં આવ્યો હતો. જેને પગલે પોલીસે ઘટનાસ્થળની આજુબાજુના લોકોને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. અને તેમના નિવેદનોને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોટી રકમને આ લૂંટની ઘટનામાં પોલીસે હાલ ફરિયાદીની ફરિયાદના આધારે તેમજ ઘટનાસ્થળ અને આજુબાજુના લોકોની પૂછપરછ તેમજ સીસીટીવી મેળવીને પગેરુ શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati